Not Set/ NEETની પરીક્ષા સામે આવી તંત્રની ગંભીર ભૂલ, રિસીપ્ટમાં પટનાના બદલે થઇ ગયું પાટણ

પાટણ, રવિવારે દેશભરમાં મેડિકલ અને ડેન્ટલના અભ્યાસ માટે જરૂરી NEET (નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ)ની પરીક્ષા યોજવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી વિધાથીઓના ચેકિંગ સહિતના મુદ્દાઓને લઇ હંમેશા ચર્ચામાં રહેતી NEETની પરીક્ષા દરમિયાન ચાલુ વર્ષે પણ તંત્ર દ્વારા એક ગંભીર છબરડો કરવામાં આવ્યો છે, જેનાથી તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. NEETની પરીક્ષા આપી રહેલા બિહારના […]

Top Stories Gujarat
neet7 NEETની પરીક્ષા સામે આવી તંત્રની ગંભીર ભૂલ, રિસીપ્ટમાં પટનાના બદલે થઇ ગયું પાટણ

પાટણ,

રવિવારે દેશભરમાં મેડિકલ અને ડેન્ટલના અભ્યાસ માટે જરૂરી NEET (નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ)ની પરીક્ષા યોજવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી વિધાથીઓના ચેકિંગ સહિતના મુદ્દાઓને લઇ હંમેશા ચર્ચામાં રહેતી NEETની પરીક્ષા દરમિયાન ચાલુ વર્ષે પણ તંત્ર દ્વારા એક ગંભીર છબરડો કરવામાં આવ્યો છે, જેનાથી તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

NEETની પરીક્ષા આપી રહેલા બિહારના વિધાથીઓને તંત્રની આ બેદરકારીનો ભોગ બનવું પાડ્યું હતું. NEETની એક્ઝામ માટે આપવામાં આવેલી રિસીપ્ટમાં પટનાને બદલે પાટણ લખવામાં આવતા બિહારના પટનાથી ૧૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પાટણ પહોંચ્યા હતા.

vlcsnap 2018 05 06 13h23m37s946 NEETની પરીક્ષા સામે આવી તંત્રની ગંભીર ભૂલ, રિસીપ્ટમાં પટનાના બદલે થઇ ગયું પાટણ

નીટની એક્ઝામમાં આ વિદ્યાર્થીઓને પાટણની આદર્શ વિદ્યાલયમાં પરીક્ષાનું સેન્ટર આપવામાં આવ્યું હતું અને આ દરમિયાન ટાઈપિંગની ભૂલ હોવાનું સામે આવ્યું હતું.

પરીક્ષાની રિસીપ્ટમાં પટનાને બદલે પાટણ સેન્ટર લખાતા એક્ઝામના દિવસે જ વિદ્યાર્થીઓ મૂંઝવાયા હતા, અને પટના અને બિહારના વિદ્યાર્થીઓએ પાટણ ખાતે પરીક્ષા આપવા મજબૂર બન્યા હતા.

આમ, માત્ર તંત્રની સ્પેલિંગની ભૂલને કારણે પટનાના વિદ્યાર્થીઓને છેક ગુજરાતના પાટણ સુધી એક્ઝામ આપવા માટે લાંબુ થવું પડ્યું હતું.

ફોર્મમાં અમારા દ્વારા પટના જ લખવામાં આવ્યું હતું : વિધાથી

બીજી બાજુ, પાટણમાં પરીક્ષા આપવા માટે પહોંચેલા પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે, “ફોર્મ ભરતી વખતે તેઓએ પટના જ ભર્યુ હતું. પરંતુ તેમાં પાટણ કેવી રીતે આવ્યું તે અમને સમજમાં નથી આવતું”.

ત્યારે હવે જોવાનું રહ્યું કે, માત્ર એક સ્પેલિંગની ભૂલના કારણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પરીક્ષા આપવા માટે મજ્બુર બનેલા વિધાથીઓની હાલાકી માટે કોણ જવાબદાર છે, તેમજ આ જવાબદાર અધિકારીઓ સામે સરકાર દ્વારા પણ શિક્ષાત્મક પગલા લેવામાં આવે છે કે નહિ.