Surendranagar/ શું આ જ છે વિકાસ? ગટર ઉભરાતા સર્જાઇ નર્કાગારની સ્થિતિ

ગુજરાતને વિકાસ મોડેલ તરીકે સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવે છે, પરંતુ સચ્ચાઇ તેનાથી કેટલી વિપરીત છે તે આ ફોટો જોઇને તમે સમજી શકો છે.

Gujarat Others
qaweds 18 શું આ જ છે વિકાસ? ગટર ઉભરાતા સર્જાઇ નર્કાગારની સ્થિતિ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ગુજરાતને વિકાસ મોડેલ તરીકે સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવે છે, પરંતુ સચ્ચાઇ તેનાથી કેટલી વિપરીત છે તે આ ફોટો જોઇને તમે સમજી શકો છે. વાત અહી સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢ વોર્ડ નં.5 ની છે, જ્યા આવેલી સંજીવની સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનાં પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ અંગે અગાઉ પાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઇ નિર્ણય લેવામાં ન રોષ ફેલાયો છે. થાનગઢ માં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટરની લાઇન શરૂ કરાઇ છે પરંતુ આ ખર્ચો પણ જાણે ગટરમાં વહી ગયો હોય તેમ છાશવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની ફરીયાદો આવી રહી છે. બીજી તરફ પુરતા પ્રમાણમાં પાણી ન મળતા રહીશોએ આગામી સમયમાં ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે, વિકાસ મોડેલ તરીકે રજૂ કરવામાં આવેલા ગુજરાત રાજ્યમાં ઘણા એવા જિલ્લાઓ છે જ્યા તમને આવી સમસ્યાઓ જોવા મળશે.

Ahmedabad: શહેરનાં આ વિસ્તારમાંથી PCB એ દારૂની હેરાફેરીનું ષડયંત્ર ઝડપ્યું

ટ્રાફિક નિયમ: હવે યમરાજ શિખવશે ટ્રાફિકનાં નિયમો – સુરત શહેરમાં ટ્રાફિક જાગૃતિ માટે નવતર પ્રયોગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…