જાસુસ/ નાપાક પાકિસ્તાનની ચાલ છે આ…! પાટણનાં સાંતલપુર સરહદી વિસ્તારમાંથી મળ્યું PoK ટેગવાળું પક્ષી

સંદેશા વ્યવહાર માટે તો નથી કરાયો પક્ષીનો ઉપયોગ..? શું હોઇ શકે ગુપ્ત સંદેશાની વિગતો – અનેક તર્કવિતર્ક  

Top Stories Gujarat Others
a 332 નાપાક પાકિસ્તાનની ચાલ છે આ...! પાટણનાં સાંતલપુર સરહદી વિસ્તારમાંથી મળ્યું PoK ટેગવાળું પક્ષી

@કામેશ ચોકસી,મંતવ્ય ન્યૂઝ

નાપાક પાકિસ્તાન કયારેય પોતાની અવળચંડાઇથી બાજ નથી આવતું. કારણકે બોલતો પુરાવો અત્યારે સામે આવ્યો છે.પાટણના સાંતલપુર સરહદી વિસ્તારમાંથી અચરજ પમાડે તેવું પક્ષી મળી આવ્યું છે.સૌથી ચોંકાવનારી બાબત તો એ સામે આવી છે કે સરહદી વિસ્તારમાંથી POK ટેગવાળુ પક્ષી મળ્યું છે.આ પક્ષીનું નામ ટીલોર હોવાની જાણકારી સામે આવી છે.ટીલોર નામનુ અરબી પક્ષી POK ટેગ સાથે મળ્યું છે.પાટણનાં સાંતલપુર સરહદી વિસ્તાર પાસેથી આ પક્ષીનાં જમણા પગે PoK ટેગ મળી આવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

a 333 નાપાક પાકિસ્તાનની ચાલ છે આ...! પાટણનાં સાંતલપુર સરહદી વિસ્તારમાંથી મળ્યું PoK ટેગવાળું પક્ષી

ટેગ Pok – મતલબ શું સમજવો..?

સાતલપુર નજીક જ પાકિસ્તાન અને ભારતની સરહદ આવેલી છે.ગઇકાલે આ ટીલોર નામનું પક્ષી ઉડીને ભારતની સરહદમાં ઉડતું ઉડતું આવી ચઢયું.સામાન્ય રીતે પક્ષીઓ અવરજવર કરતાં હોય તે સામાન્ય બાબત છે પણ આ ઉડીને આવેલા પક્ષીનાં જમણા પગમાં Pok નામનું ટેગ લગાવેલું છે.આ પક્ષીનાં પગમાં ટેગને કારણે આ પક્ષી ચર્ચાસ્પદ બન્યું છે.પક્ષીનાં જમણાં પગમાં Pokનો સિમ્બોલિક ટેગ જોવા મળ્યો હતો. સાંતલપુર રણવિસ્તાર પાસે જ પાકિસ્તાન બોર્ડર આવેલી છે જેથી આ પક્ષી ઉડીને કોઇક સંદેશા વ્યવહારને કારણે અહીં આવી ચઢયું હોય તેવી શકયતાને પણ નકારી શકાય તેમ નથી. જો આવી કોઇ શકયતા ના હોય તો પક્ષીને Pok ટેગ કેમ અને કોણે લગાવ્યું તે પણ મહત્વની બાબત છે.

a 334 નાપાક પાકિસ્તાનની ચાલ છે આ...! પાટણનાં સાંતલપુર સરહદી વિસ્તારમાંથી મળ્યું PoK ટેગવાળું પક્ષી

ટેગવાળા પક્ષીને લઇ તપાસનો ધમધમાટ

ટેગવાળા ટીલોર નામના પક્ષીને લઇને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.ગ્રામજનોને આ પક્ષીનાં જમણા પગનાં પંજામાં Pok નામનું ટેગ સામે આવતાં સ્થાનિક પોલીસ અને વનવિભાગને જાણ કરવામાં આવી હતી.જે બાદ વનવિભાગે આ પક્ષીને લઇને સઘન તપાસ હાથ ધરી છે. જો કે પક્ષીનાં પગ પર લાગેલા વિવાદાસ્પદ ટેગ Pokને લઇને અનેક સવાલો પેદા થાય છે કે શું આ નાપાક પાકિસ્તાનની કોઇ કરતૂત હોઇ શકે..? કોણે આ પક્ષીનાં પગમાં ટેગ લગાવ્યું?…લગાવ્યું તો પણ Pokનું ટેગ જ કેમ…? આ ટેગનો મતલબ શું સમજી શકાય? આ તમામ સળગતા

સવાલોનાં જવાબ સઘન તપાસ બાદ જ સામે આવી શકશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો