ચૂકાદો/ મૃતકનાં સ્પર્મ પર કોનો અધિકાર ? – કલકત્તા હાઇકોર્ટે આપ્યો આવો મહત્વનો ચુકાદો

કલકત્તા હાઇકોર્ટે તેમના મૃત પુત્ર દ્વારા જમા કરાયેલા શુક્રાણુ પર પિતા દ્વારા કરેલા દાવાને ફગાવી દીધો હતો. કોર્ટે ચુકાદો આપતાં કહ્યું કે મૃતક સિવાય ફક્ત તેની પત્નીને જ તે પ્રાપ્ત કરવાનો અધિકાર હતો.

Uncategorized
culcatta HC મૃતકનાં સ્પર્મ પર કોનો અધિકાર ? - કલકત્તા હાઇકોર્ટે આપ્યો આવો મહત્વનો ચુકાદો

કલકત્તા હાઇકોર્ટે તેમના મૃત પુત્ર દ્વારા જમા કરાયેલા શુક્રાણુ પર પિતા દ્વારા કરેલા દાવાને ફગાવી દીધો હતો. કોર્ટે ચુકાદો આપતાં કહ્યું કે મૃતક સિવાય ફક્ત તેની પત્નીને જ તે પ્રાપ્ત કરવાનો અધિકાર હતો. ન્યાયાધીશ સબ્યાસાચી ભટ્ટાચાર્યએ કહ્યું કે અરજદારને તેમના પુત્રના સુરક્ષિત શુક્રાણુ મેળવવાનો કોઈ દૂષિત અધિકાર નથી.

અરજદારનાં વકિલ દ્વારા કોર્ટમાં દલિલ કરવામા આવી હતી કે, અરજદારનાં પુત્રની વિધવાને આ બાબતમાં ‘વાંધો નથી’નું સર્ટિફિકેટ દેવું જોઇએ અથવા ઓછામાં ઓછો તેમની વિનંતીનો જવાબ આપવા સૂચન કરવું જોઈએ. જો કે, કોર્ટે વકીલની વિનંતીને નકારી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, દિલ્હીની હોસ્પિટલમાં રાખેલ શુક્રાણુ મૃતકનાં છે અને મૃત્યુ સુધી તે વૈવાહિક સંબંધમાં હતો, તેથી મૃતક સિવાયની તેની પત્નીનો જ તેની પ્રાપ્તિનો અધિકાર છે.

અરજદારે દલીલ કરી હતી કે તેનો પુત્ર થેલેસેમિયાનો દર્દી છે અને ભવિષ્યના ઉપયોગ માટે તેના શુક્રાણુને દિલ્હીની એક હોસ્પિટલમાં સુરક્ષિત રાખ્યા હતા. વકીલનાં જણાવ્યા મુજબ અરજદારે તેમના પુત્રના મૃત્યુ પછી તેના પુત્રના શુક્રાણુને હોસ્પિટલમાંથી લેવા માટે હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. હોસ્પિટલે તેમને માહિતી આપી હતી કે આ માટે મૃતકની પત્નીની પરવાનગી અને લગ્નના પુરાવાની જરૂર રહેશે.

વર્ષ 2009 માં ભારતમાં પહેલીવાર એવું બન્યું હતું કે કોઈ ભારતીય મહિલાને પતિના વીર્યથી બાળકની ખુશી મળી હતી. પતિના મૃત્યુના બે વર્ષ પછી, પૂજા નામની સ્ત્રી ગર્ભવતી થઈ અને કોલકાતાની હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો. પૂજાએ તેમના સ્વર્ગસ્થ પતિ રાજીવના શુક્રાણુઓની મદદથી ગર્ભધારણ કર્યું. 2003માં નિ:સંતાન પત્નિએ કૃત્રિમ ગર્ભાધાનનાં પ્રયત્નોની શરૂઆત કરી અને તેણીને 2006માં સફતા મળી હતી. જો કે, પૂજા માતા બની ત્યારે 2006 માં રાજીવનું અવસાન થયું હતું.

બે વર્ષ પછી પૂજાને ખબર પડી કે તેના પતિનું વીર્ય હોસ્પિટલની સ્પર્મ બેંકમાં સુરક્ષિત છે. પૂજાએ ડોક્ટરનો સંપર્ક કર્યો અને પછી વકીલોની સલાહ પણ લીધી. આ પછી, ડોક્ટર વૈદ્યનાથ ચક્રવર્તીએ પૂજાની સારવાર શરૂ કરી અને તે ગર્ભવતી થઈ. માતા બન્યા પછી, પૂજાએ કહ્યું, “હું બુમ પાડીને આખી દુનિયાને કહેવા માંગુ છું કે મારો પતિ પાછો આવ્યો છે.”

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…