West Bengal/ બંગાળમાં મમતા બેનર્જીને વધુ એક ઝટકો, વનમંત્રી રાજીવ બેનર્જીએ પણ છોડ્યું પદ

રાજીવ બેનર્જીએ તેમના રાજીનામાના પત્રમાં લખ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવી તેમના માટે ગૌરવપૂર્ણ અનુભવ હતો. તેમણે આ માટે તમામ લોકોનો આભાર પણ માન્યો. આ અગાઉ શુભેન્દુ અધિકારીએ પણ તૃણમૂલથી રાજીનામું આપી દીધું છે. લક્ષ્મી રત્ન શુક્લાએ તેમનો મંત્રી પદ પણ છોડી દીધો છે.

Top Stories India
a 335 બંગાળમાં મમતા બેનર્જીને વધુ એક ઝટકો, વનમંત્રી રાજીવ બેનર્જીએ પણ છોડ્યું પદ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર ચૂંટણી પંચ ગમેત્યારે કરી શકે છે. જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે, તૃણમૂલ કોંગ્રેસના રાજીનામાની ગતિ પણ વધી રહી છે. મમતા સરકારના વન રાજ્યમંત્રી રાજીવ બેનર્જીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીવ બેનર્જીએ તેમના રાજીનામાના પત્રમાં લખ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવી તેમના માટે ગૌરવપૂર્ણ અનુભવ હતો. તેમણે આ માટે તમામ લોકોનો આભાર પણ માન્યો. આ અગાઉ શુભેન્દુ અધિકારીએ પણ તૃણમૂલથી રાજીનામું આપી દીધું છે. લક્ષ્મી રત્ન શુક્લાએ તેમનો મંત્રી પદ પણ છોડી દીધો છે.

આપને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્ય બુધવારે ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયની ઉપસ્થિતિમાં ભગવા પક્ષમાં જોડાયા હતા. ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લામાં શાંતિપુર મત વિસ્તારના ધારાસભ્ય છે. ભાજપમાં જોડાતા ભટ્ટાચાર્યએ આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસમાં તેમને સ્વતંત્ર રીતે કામ કરવાની મંજૂરી નથી અને મમતા બેનર્જીની આગેવાનીવાળી પાર્ટીમાં “પશ્ચિમ બંગાળ અને રાજ્યના યુવાનો માટે કોઈ દ્રષ્ટિ નથી”.

એક દિવસ અગાઉ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું હતું કે, જે લોકો ભાજપમાં જોડાવા માંગે છે તે જઇ શકે છે, પરંતુ તેમનો પક્ષ ભગવા પક્ષને સામે ઝુકશે નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો