દુષ્કર્મ/ વડોદરામાં વધુ એક દુષ્કર્મની ઘટના, નરાધમે સગીરા સાથે કર્યું એવું કે.

સાવલીમાં ધોરણ. 9 માં અભ્યાસ કરતી સગીરાનો મોબાઈલ નંબર હેલો એપ પરથી મેળવીને મુંબઈના વિધર્મી યુવકે સગીરા સાથે વારંવાર વાતો કરતો અને ત્યારબાદ…

Gujarat Vadodara
દુષ્કર્મની ઘટના

વડોદરા શહેરના વેક્સિન ગ્રાઉન્ડમાં બનેલી દુષ્કર્મની ઘટની શાહી હજી સુકાઈ નથી અને આ જનધન્ય અપરાધના આરોપીઓ પણ હજી સુધી જેલમાં ભેગા થયા નથી, ત્યારે આ વચ્ચે શહેરમાંથી દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે, જેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે. વડોદરા શહેરમાં આવેલા કમાટીબાગની એક અવાવરું જગ્યામાં વધુ એક દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં  મુંબઈના વિધર્મી આરોપીએ સાવલીની સગીરાને દુષ્કર્મ આચર્યું છે.

આ પણ વાંચો : નરેશ પટેલે રાજકારણમાં આવવાના શું આપ્યા સંકેત

મળતી માહિતી મુજબ, સાવલીમાં ધોરણ. 9 માં અભ્યાસ કરતી સગીરાનો મોબાઈલ નંબર હેલો એપ પરથી મેળવીને મુંબઈના વિધર્મી યુવકે સગીરા સાથે વારંવાર વાતો કરતો અને ત્યારબાદ તેને ભોળવીને મુંબઈથી સાવલી આવી સગીરાને વડોદરા લઈ આવ્યો હતો અને કમાટીબાગની અવાવરું જગ્યામાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સગીરાને સાવલી મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો, ત્યારબાદ હવે આ મામલે સગીરાના પરિવારે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, મુંબઇમાં રહેતો ઇસમ તોહીદ ઉર્ફે કાસીફ સમીર શેખ (રહે, અંધેરી ઇસ્ટ સાગરસીટી, મુંબઇ) દોઢેક વર્ષ અગાઉ સગીરાનો મોબાઇલ નંબર મેળવી તેની સાથે અવારનવા૨ વાત કરીને વિશ્વાસ કેળવી તેમજ સાવલી ખાતે પણ એક વખત રૂબરૂમાં મળવા આવ્યો હતો અને ભોગ બનનાર સગી૨ વયની બાળાને પટાવી ફોસલાવી હતી અને 3 ડિસેમ્બરના રોજ ફરીથી મળવાનું નક્કી કર્યું હતું અને તોહીદ ઉર્ફે કાસી‚ શેખ નાનો 2 ડિસેમ્બરે રાત્રીના મુંબઇ ખાતેથી ટ્રેનમાં બેસી વડોદરા ખાતે આવ્યો હતો.

વડોદરા વિભાગના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા વડોદરા તથા વડોદરા ગ્રામ્યના પોલીસ અધીક્ષક સુધીર દેસાઇએ આરોપી રાજ્ય બહારનો હોય જેથી તેને સત્વરે ઝડપી પાડવા માટે સ્થાનિક સાવલી પોલીસ તેમજ એલ.સી.બી.ને જરૂરી સૂચના આપી હતી. જેના આધારે એલ.સી.બી.ની ટીમો બનાવીને ફરીયાદી તથા ભોગ બનનારની પૂછપરછ કરી હતી અને આરોપી સંબંધે તેના વર્ણન, ફોટો તેમજ સઘળી હકીકત મેળવી ટીમોને કામે લગાવવામાં આવી હતી અને આ રાજ્ય બહાર જવા માટે બસ, રેલવેનો ઉપયોગ કર્યો હોવાથી, આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ જગ્યાઓ ઉપર વોચ રાખી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :ઓમિક્રોનના ભય વચ્ચે સુરતમાં એક જ પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ

નોંધનીય છે કે, વડોદરા વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મની ઘટનામાં હજુ આરોપીઓ પકડાયા પણ નથી ત્યારે શહેરના મધ્યમાં આવેલા કમાટીબાગની અવાવરું જગ્યામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મુંબઈના વિધર્મી નરાધમે હેલો મોબાઇલ એપના માધ્યમ થઈ સગીરનો નંબર મેળવીને તેની સાથે વાત કરતો હતો. ફરિયાદ થતાં જ વડોદરા ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી હતી, એલસીબી એસઓજીની ટીમોને તાત્કાલિક તપાસમાં જોડવામાં આવી હતી.

બે દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં આરોપી રાજ્ય બહાર ભાગી ન જાય તેના માટે ગ્રામ્ય પોલીસે જિલ્લામાં વિવિધ હાઇવે ઉપર નાકાબંધી કરી તપાસ આદરી હતી, જેમાં વહેલી સવારે આરોપી તોહીફ બસમાં બેસીને સુરત તરફ જતો હતો, ત્યારે કરજણ ટોલનાકા પાસે એલસીબીની ટીમે દબોચી લીધો અને ફરિયાદના ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. સાથે જ પીડિતાના અને આરોપીના મેડિકલ ટેસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો :અમૂલનું ઘી તમે ખરીદો છો તો ચેતી જજો, સરખેજમાં બનાવટી અમૂલ ઘી બનાવતુ ગોડાઉન ઝડપાયું

આ પણ વાંચો :અમદાવાદ શહેર પોલીસ દ્વારા તર્કશ નામની એપ્લિકેશન બનવાઇ, જાણો શું છે તેની ખાસિયત

આ પણ વાંચો : ખેરાલુ નજીક ટ્રેલર નીચે પાંચ વ્યક્તિ દબાયા, 3 ના મોત