ગુજરાત/ ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટ મુદ્દે લલિત વસોયાએ ધરણાની ચીમકી ઉચારી

ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી 4 મેડિકલ ઓફીસરની જગ્યામાંથી ત્રણ જગ્યા ખાલી છે.10 માર્ચે તારીખે લલિત વસોયા ડોક્ટરની ઘટને લઈ ધરણા પર ઉતરવાના છે.

Gujarat Others
YouTube Thumbnail 2024 03 09T182046.055 ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટ મુદ્દે લલિત વસોયાએ ધરણાની ચીમકી ઉચારી

Dhoraji News: ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી 4 મેડિકલ ઓફીસરની જગ્યામાંથી ત્રણ જગ્યા ખાલી છે.10 માર્ચે તારીખે લલિત વસોયા ડોક્ટરની ઘટને લઈ ધરણા પર ઉતરવાના છે. આ હોસ્પિટલમાં ત્રણ મેડિકલ ઓફિસર, એમ. ડી. એમ. એસ, ઓર્થોપેડીક, પિડીયાટ્રિક, ઈએનટી, આઇઝ સ્પેશિયલ, રેડિયોલોજિસ્ટ. સહીત 66 માંથી 38 જગ્યાઓ ખાલી. ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઘણા લાંબા સમયથી નિષ્ણાંત ડોક્ટરો ની ખાલી જગ્યા પડી હોવાથી આ ખાલી જગ્યા પર તબીબોની નિમણૂક થાય અને પ્રજાની હાલાકી ઓછી થાય એ માટે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા આગામી તારીખ 10 3 2024 ગેલેક્સી ચોક ખાતે ધરણાનો કાર્યક્રમ આપવા માટે જાહેરાત કરી છે.

ઉપરોક્ત મામલે લલિત વસોયાએ જણાવેલ કે ધોરાજીના અને આસપાસના દાતાશ્રીઓએ લાખો કરોડો રૂપિયાનું દાન આપી સરકારી હોસ્પિટલમાં ભવ્ય બિલ્ડિંગ સુવિધા યુક્ત બનાવી છે અને લાખોની કિંમતના કિંમતી મેડિકલ સાધનો અને ઓપરેશન થિયેટર પણ બનાવ્યા છે પરંતુ આવી સુવિધા સભર ભવ્ય હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોના અભાવે ગરીબ અને મધ્યમ પરિવારના દર્દીઓએ ફરજિયાત ખાનગી હોસ્પિટલમાં મોંઘીદાર સારવાર લેવા મજબૂર થવું પડે છે.

બીજી તરફ ડોક્ટરની ઘટને લઈ ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાએ સ્પષ્ટતા કરી છે.. તેમણે કહ્યુ કે કેટલાક લોકો ખોટો જસ ખાટવા આંદોલન આંદોલન કરે છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનું મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યુ, તેમણે આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ રજુઆત કરવામાં આવી હોવાનું પણ કહ્યું.

પાડેલિયાએ કહ્યું કે ક્લાસ વન ઓફિસરની જે 9 જગ્યા છે તે પૈકી 4 નિયમિત વર્ગની છે. અને બાકીની  પાંચ જગ્યાઓ પર સીએમ સેતુ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટરો આવે છે. તમણે કહ્યું કે જે સીએમ સેતુ અંતર્ગતનાી ડોક્ટરો છે જ્યારે કાયમી ડોક્ટર મળશે ત્યારે તેની પણ નિયમિત નિમણુંક કરવામાં આવે છે..  કલાસ ટુમાં 4 જગ્યાઓ ખાલી છે તે પૈકી એક જગ્યા નિમયિત ભરેલી છે જ્યારે બાકીની બે જગ્યાઓ પર પ્રતિ નિયુક્તિથી રાજકોટની હોસ્પિટલથી સેવા બજાવે છે, અને એક જગ્યા ખાલી છે.  ધોરાજી સરકારી હોસ્પિટલમાં ચાર મેડિકલ ઓફિસર પૈકી માત્ર એક જ મેડિકલ ઓફિસર છે નિષ્ણાંત તબીબોમાં એમડી એમએસ ગાયનેક આંખના સર્જન બાળ રોગ નિષ્ણાંત ઓર્થોપેડિક રેડિયોલોજિસ્ટ ઈ એન ટી સહિતના સ્પેશિયલ ડોક્ટરોની જગ્યા ઘણા સમયથી ખાલી છે.

દાતાઓએ કરેલું દાન એળે ન જાય તેમ જ ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળે એ પ્રયાસ કરવો ધોરાજીના દરેક નાગરિકની સામૂહિક ફરજ છે ચૂંટાયેલા પ્રતિનિધિત્વ દ્વારા જો આ પ્રશ્ન ઉકેલતો ન હોય એ માટે સરકારનું ધ્યાન દોરવા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ માટે દાતાશ્રીઓની જેમ ધોરાજીના નાગરિકો પણ પોતાના વતન માટે સહયોગ આપે અને જેમાં ધોરાજીના વેપારીઓ વિવિધ પક્ષના રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાઓ અને તેના અગ્રણીઓ અને ધોરાજીના દરેક નાગરિક ધોરાજી સરકારી હોસ્પિટલની સ્થિતિને સુદ્રઢ બનાવવા માટે ધરણા કાર્યક્રમમાં જોડાઈ તેવી પણ અપીલ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના સેનેટરી ઇન્સ્પેકટર ભીખુએ કર્યું એવુ કામ કે કોર્પોરેશનની પણ થઇ ફજેતી,જાણો શુ છે આખી હકીકત

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

આ પણ વાંચો:સામૂહિક આપઘાત, પિતાએ પહેલા બાળક-પત્નીને ઝેરી દવા પીવડાવી અને પછી ખાધો ગળે ફાંસો

આ પણ વાંચો:બિઝનેસમેનનું હાર્ટ એટેકથી મોત, અચાનક છાતીમાં દુખાવો થતા જમીન પર પડ્યો અને પછી…..