Not Set/ જસદણ બન્યું કુંવરજીનું, બાવળિયાની જીતથી BJP ની બેઠકોની સેન્ચૂરી

અમદાવાદ: જસદણ વિધાનસભાની ચૂંટણીના અત્યાર સુધીના પ્રણામ જોતા ભાજપ સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જીતી રહ્યા છે. જેના કારણે હવે એ માનવું રહ્યું કે જસદણ કોંગ્રેસનું નહિ પણ કુંવરજી બાવળિયાનું છે. જસદણમાં બાવળિયાની જીત સાથે ભાજપે વિધાનસભામાં ૧૦૦ બેઠકો પૂર્ણ કરીને ત્રણ આંકડામાં પહોંચી ગઈ છે. કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ખેસ પહેરીને ગણતરીના કલાકોમાં રૂપાણી […]

Top Stories Rajkot Gujarat Trending Politics
Kunvarji won the jasdan by poll, BJP got Century

અમદાવાદ: જસદણ વિધાનસભાની ચૂંટણીના અત્યાર સુધીના પ્રણામ જોતા ભાજપ સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જીતી રહ્યા છે. જેના કારણે હવે એ માનવું રહ્યું કે જસદણ કોંગ્રેસનું નહિ પણ કુંવરજી બાવળિયાનું છે. જસદણમાં બાવળિયાની જીત સાથે ભાજપે વિધાનસભામાં ૧૦૦ બેઠકો પૂર્ણ કરીને ત્રણ આંકડામાં પહોંચી ગઈ છે.

કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ખેસ પહેરીને ગણતરીના કલાકોમાં રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રીનું પદ મેળવનાર કુંવરજી બાવળિયાએ આજે જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પોતાના ચેલા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાની સામે 19000થી વધુ મતોની સરસાઈથી જીત મેળવીને જસદણ પોતાનું હોવાનું સાબિત કર્યું છે.

Kunvarji won the jasdan by poll, BJP got Century
mantavyanews.com

દેશના ત્રણ મુખ્ય રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના પરિણામ બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો માટે આજે રવિવારનો દિવસ કસોટીનો દિવસ બની રહ્યો હતો. આજે રવિવવારે જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે જસદણનો જનાદેશ નક્કી કરશે કે, જસદણની બેઠક કોંગ્રેસની છે કે કુંવરજીની.જેમાં જસદણની જનતાએ જનાદેશ આપ્યો છે કે જસદણ કુંવરજી બાવળિયાનું છે.

જો કે આ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યાં છે, ત્યારે બધો આધાર જસદણની જનતા પર છે કે તેમની પસંદ કોણ છે? તેની ઉપર સૌ કોઈની મીટ મંડાઈ હતી.

જેમાં અત્યાર સુધીની મત ગણતરી દરમિયાન ભાજપની રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જીત તરફ જઈ રહ્યા છે અને તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. આથી એ બાબત સાબિત થઈ રહી છે કે જસદણ કોંગ્રેસનું નહી પણ કુંવરજી બાવળિયાનું છે.  જો કે કુંવરજી બાવળિયાની જીતમાં સત્તાનો પાવર પણ એટલો જ મહત્વનો રહ્યો છે.

કેબિનેટ મંત્રીની જીતના જશ્નમાં પહોંચ્યા સીએમ રૂપાણી 

હાલમાં જસદણના જંગમાં ભાજપની રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જીતની નજીક પહોંચી ગયા છે. જેના લીધે ભાજપ દ્વારા જસદણની જીતનો જશ્ન મનાવવા માટેની તૈયારી ચાલી રહી છે ત્યારે રૂપાણી સરકારના કેબિનેટ મંત્રીની આ જીતની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જસદણ પહોંચ્યા હતા.

જીત સાથે વિધાનસભામાં ભાજપની સેન્ચૂરી 

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની જીતના વિજયોત્સવમાં જસદણ પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ જનતાની જીત છે. આ જીત સાથે ભાજપ વિધાનસભામાં બેઠકોની સેન્ચૂરી પૂર્ણ કરી છે.

બાવળિયાની જીત મનાવવા ભાજપે શરુ કરી વિજયોત્સવની તૈયારી

15000 કરતા વધુ મતોની સરસાઈથી સતત આગળ રહી રહેલા કુંવરજી બાવળિયાની જીત નિશ્ચિત માનીને ભાજપ દ્વારા વિજયોત્સવનો જશ્ન મનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિજય સરઘસ માટે ગાડીઓને પણ તૈયાર કરાવવામાં આવી રહી છે. ગાડીઓને ફૂલોથી શણગારવામાં આવી રહી છે.

મતગણતરી શરૂ થતાં અગાઉ બંનેએ જીતના દાવા કર્યા હતા 

કોંગ્રેસનાં ઉમેદવાર અવસર નાકિયાએ આજે સવારે ઘરેથી પૂજા અર્ચના કરી હતી અને કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યકત કર્યો હતો. તો બીજી તરફ ભાજપનાં ઉમેદવાર કુંવરજીભાઇ બાવળિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે પણ જીતનો આશાવાદ વ્યકત કર્યો હતો. આ વખતનું પરિણામ અકલ્પનીય હશે તેવી લાગણી કુંવરજીભાઇએ વ્યક્ત કરી હતી.