સુરત ક્રાઈમ બ્રાન્ચ/ 8 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના બે આરોપી ઝડપ્યા

સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો નોંધાયો હતો. અડાજણ બસ ડેપો નજીક હોપ પુલના છેડે સુરત મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ શૌચાલયના ચોકીદારની કોઈ અજાણ્યા ઇસમો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.

Gujarat Surat
Untitled 18 8 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના બે આરોપી ઝડપ્યા

આઠ મહિના પહેલા સુરતના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અડાજણ બસ ડેપો નજીક હોપ પૂલના છેડે આવેલા સુરત મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ સૌને ચોકીદારની હત્યા થઈ હતી અને ઘટનામાં પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના બે આરોપીને ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

5 મેં 2022ના રોજ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો નોંધાયો હતો. અડાજણ બસ ડેપો નજીક હોપ પુલના છેડે સુરત મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ શૌચાલયના ચોકીદારની કોઈ અજાણ્યા ઇસમો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. જો કે આ ચોકીદાર સૌચાલયની બાજુમાં બનાવવામાં આવેલી રૂમમાં રહેતો હતો કે બંધ બારણે કેટલાક ઈસમોએ ચોકીદાર પર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને આઠ મહિના પહેલા થયેલી હત્યાના ગુનામાં ભાગતા ફરતા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે.

Untitled 17 8 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના બે આરોપી ઝડપ્યા

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ગુનામાં સંડોવાયેલા આરોપીને મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. આ બંને આરોપી ચોકીદારની હત્યા કર્યા બાદ તેના વતન ધાર ખાતે ભાગી ગયા હતા અને ત્યાં વતનમાં જઈને આરોપીઓ ધાડ પાડવાની તૈયારી કરતા હતા. આ મામલે મધ્યપ્રદેશ પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી હતી. મધ્યપ્રદેશના કોતવાલી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ છેલ્લા 7 મહિનાથી જેલમાં હતા અને માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આરોપીઓને સુરત લાવી હતી અને આરોપીઓની પૂછપરછ કરતા તેમને રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.

બંને આરોપીઓએ કબુલાત કરી હતી કે ચોકીદાર સાથે તેમને પૈસાની લેતી જેથી મામલે અદાવત રાખીને ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં આરોપી પંકજ રાઠોડ અને શિવા ચૌહાણ એ સાથે મળીને ચોકીદારને ઘાતક હથિયારો વડે ઇજાગ્રસ્ત કરી તેનું મોત નીપજાવ્યું હતું. આ બંને આરોપીઓ વિરુદ્ધ મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોળ તથા ધાડના ગુનાઓ નોંધાયા છે. આરોપી પંકજ રાઠોડ સામે મધ્ય પ્રદેશના કોતવાલી પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગુનાઓ નોંધાયા છે. તો શિવા ચૌહાણ સામે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે.

આ પણ વાંચો:દમણમાં હપ્તો માંગવાના મામલે જિલ્લા પંચાયતના પ્રમુખની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો:જંબુસરના આ ગામમાં ગેસ કંપનીએ વધારી લોકોની મુશ્કેલીઓ, તંત્રમાં રજુઆત કરવા છતાં પણ…

આ પણ વાંચો:જૈન તીર્થનગરી પાલીતાણામાં રસ્તાને લઈને લોકો ત્રાહિમામ, એકથી દોઢ ફૂટનાના પડ્યા ખાડા