International Women's Day/ મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

મંતવ્ય ન્યૂઝના દ્વારા કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં રાજ્યના પ્રથમ નાગરિક એવા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, MLA શ્રીમતી પાયલ કુકરાણી, ભાજપ મહિલા પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી દીપિકા સરવડા, અમદાવાદ કંટ્રોલ DCP શ્રીમતી કોમલ વ્યાસ અને અમદાવાદ ટ્રાફિક DCP શ્રીમતી નીતાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 03 07T174316.175 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

મંતવ્ય ન્યૂઝ ચેનલ જનતાની સમસ્યાની વાતો તો ખૂણે ખૂણે પહોંચાડે જ છે. સાથે સાથે સામાજિક કર્યો પણ કરે છે. સમાચારની સાથે સાથે મંતવ્ય ન્યૂઝ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પણ રજૂ કરે છે, મંતવ્ય ન્યૂઝ દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નારી શક્તિનું સન્માન કરીને સમાજ અને દેશ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર મહિલાઓને એવોર્ડ આપીને સન્માનિત કરે છે. ત્યારે આ વર્ષે પણ દેશ, દુનિયામાં અને સાથે સાથે સામાજિક કાર્યમાં અગ્રેસર રહેલ મહિલાઓનું સન્માન કર્યું છે. વિવિધ ક્ષેત્રમાં સવિશેષ યોગદાન આપનાર મહિલાઓને એવોર્ડ આપીને મંતવ્ય ન્યૂઝ ચેનલે સન્માનિત કર્યા છે.

YouTube Thumbnail 86 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

મંતવ્ય ન્યૂઝના દ્વારા કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં રાજ્યના પ્રથમ નાગરિક એવા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, MLA શ્રીમતી પાયલ કુકરાણી, ભાજપ મહિલા પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી દીપિકા સરવડા, અમદાવાદ કંટ્રોલ DCP શ્રીમતી કોમલ વ્યાસ અને અમદાવાદ ટ્રાફિક DCP શ્રીમતી નીતાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે  મંતવ્ય ન્યૂઝના CMD શ્રી જીગ્નેશભાઈ પટેલ, ડાયરેક્ટ શ્રી ડો. સુરેશભાઈ પટેલ અને એડિટર ઇન ચીફ શ્રી લોકેશ કુમાર સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્સ્થિથિત રહ્યા હતા…

YouTube Thumbnail 85 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

એક સમય હતો કે સ્ત્રી ચાર દીવાલની બહાર જ ન નીકળતી. અને એક સમય હવે એવો આવ્યો છે કે સ્ત્રી ચંદ્ર પર આંટા દઈ આવે છે.તમે શક્તિ છો, જગત આખું આદિ અનાદી કાળથી તમારી ભક્તિ કરે છે.તમારું જીવન કોઈ ‘વિમેન્સ ડે’ની તકતીનું મહોતાજ નથી.હટીને જીવો, હસીને જીવો તો તમારા 365 દિવસ મહિલા દિવસ જ છે!

YouTube Thumbnail 87 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

શાંતાબેન મસાર

આ દુનિયામાં કોઈ કામ નાનું કે મોટું નથી.તે કામ સમાજ અને દેશમાં કેટલું પરિવર્તન લાવી રહ્યું છે. તે મહત્વનું છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે દુનિયામાં એવું કોઈ કામ નથી જે સ્ત્રી શક્તિ ન કરી શકે.રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કેસરિયાજીના અને છેલ્લાં 23 વર્ષથી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં અને 9000થી વધુ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરનાર અને જરૂર પડ્યે તે માટે કપડું પણ પોતાના પૈસાથી ઢાંકી દે છે.કોઇપણ બહાના, ફરિયાદ કે મૃતકોનાં સ્વજનો પાસેથી કંઇ મેળવવાની લાલસા વિના હંમેશાં પીએમ -સર્વન્ટની કામગીરી કરતાં શાંતાબહેન અમદાવાદની એક માત્ર મહિ‌લા.આવો સન્માનિત કરીએ કોરોના વોરિયરથી લઈ એક હિંમતવાન મહિલા શાંતાબહેન મસ્સાર.

YouTube Thumbnail 88 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

અલ્પા પટેલ

ભારતને સંતો-મહંતોની ભૂમિ કહેવામાં આવે છે, એમાંય ગુજરાતની તો વાત જ નીરાળી છે. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા અનેક ગાયકોએ સિંહફાળો આપ્યો છે. આવી જ એક યુવા લોકગાયક છે.છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી આ સિંગરે ગુજરાતનું નામ કર્યું છે રોશન.સુરતમાં માત્ર 50 રૂપિયાની ફીથી પહેલા પ્રોગ્રામની શરૂઆત કરનાર આ જ લોકલાડીલી ગાયક પર આજે ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય છે.આવો સન્માન કરીએ ગુજરાતીની લોકપ્રિય ગુજરાતણ સિંગર અલ્પા પટેલ.

YouTube Thumbnail 89 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

મીનાબેન દેસાઈ

‘હોસલો’ મહિલાઓના સશક્તિકરણને મહત્વ આપે છે.કારણ કે તેમની સામે આવતા પડકારો પ્રકૃતિમાં વધુ જટિલ છે અને તેમને સશક્તિકરણ અને આત્મવિશ્વાસ અને નિર્ભયતાથી તેમનું જીવન જીવવા માટે સક્ષમ બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.નસીબદાર હોય છે એ લોકો, જેને ભગવાને ભેટ સ્વરૂપે, કોઈ કલા બક્ષી હોય.અને એ કલા નું જતન કરવું, એજ ઈશ્વરની સાચી આરાધના છે.પાટડીના ગામડાઓમાં મહિલાઓને હેન્ડીક્રાફટ કળા શીખવી રોટી કમાવવા માટે 25000 મહિલાઓને આત્મનિર્ભર બનાવી.આવો સન્માનિત કરીએ.સેવા સાથે સમર્પણ અને સહકારનો ધબકાર સામાજિક કાર્યકર અને બહાદુર મહિલા મીનાબેન દેસાઈ.

YouTube Thumbnail 90 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

મિત્તલ પટેલ

વિચરતી જાતિ માટે એક ‘મુકામ’ અને ગુજરાતની ખેડૂતપુત્રી જેમણે વિચરતી જાતિના ઉત્કર્ષને લઈને ઉત્તમ કાર્ય કર્યા. જેમનો કોઈ આધાર અને સરનામું નથી.તેવા લોકોને ઓળખ અપાવનાર સાથે વિચરતી જાતિના લોકોના વિકાસ માટે કર્યું કામ કર્યું.આવો સન્માનિત કરીએ 2005થી સતત સેવા માટે ખડેપગ અને સમાજસેવામાં બહુમૂલ્ય યોગદાન આપનાર સમાજ સેવિકા મિત્તલ પટેલ.

YouTube Thumbnail 91 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

હેતલ અમીન

પર્યાવરણની જાગૃતિ કે પછી સમાજને સાચો રસ્તો બતાવવાનો હોય.હમેશા પોતાની નહી પણ બીજાની ચિંતા કરતા આ મહિલા.ગામડાની મહિલા હોય કે પછી શહેરની હમેશા પગભર માટે પ્રયત્નસીલ.હમેશા પોલીસનું રાખે છે ધ્યાન.જેને મળ્યો છે ડોટર ઓફ ગુજરાતથી પણ સન્માન કરવામાં આવ્યું છે.આવો સન્માન કરી એ હેતલ અમીન.

YouTube Thumbnail 92 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

ડો. વિરાજ મુન્શા

સંસ્કાર, સેવા જેમના લોહીમાં છે.અંગ્રેજી સાહિત્યમાં PHD કરી, સંગીત ક્ષેત્રે વિશારદની ઉપાધી મેળવનાર.ઉત્કંઠેશ્વર મહાદેવ વાનપ્રસ્થાશ્રમની મુલાકાતથી શિક્ષણ અને સેવાના બીજ રોપાયા.ખેડા જિલ્લામાં શિક્ષણ યજ્ઞ આરંભી અંગ્રેજી શિક્ષણ, કોમ્પ્યુટર શિક્ષણ તથા જરૂરીયાતમંદ બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે શિક્ષણની જ્યોત જળહળાવતા.ઉપરાંત છેલ્લાં 6 વર્ષથી ગરીબ શ્રમિકોને દર અઠવાડિયે એક ટંકનું ભાણું જમાડવાની અથવા કરીયાણા કીટનું વિતરણ કરવાનું બીડું ઝડપ્યું છે.આવો સન્માનિત કરીએ સેવા નિષ્ઠ, પ્રતિભા સંપન્ન એવા ડો. વિરાજ મુન્શા.

YouTube Thumbnail 93 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

પદમાબેન પટેલ

કચ્છના નાના રણની કાધિએ આવેલા અને મીઠાના મોટા મથક તરીકે જાણીતા છે.વુમન લેડી…સામાજિક કાર્યોની વાત હોય કે પછી.. મહિલાઓને રોજગારી હોય.સિલાઈ કે બ્યુટી પાર્લના વર્ગ થતી મહિલાઓને રોજી આપવાની હોય.સાથે જરૂરિયાત મંદ મહિલાઓને અનાજ ,દવાથી લઈ રોજગારી સુધી નિસ્વાર્થ ભાવે પ્રેમ છેલ્લા 20 વર્ષથી આપી રહ્યા છે આવો સન્માન કરીએ સેવાની સાથે કુશળ ફોટો ગ્રાફર સરળ અને સાદું જીવન એટલે સુરેન્દ્રનગરના પદમાબેન પટેલ.

YouTube Thumbnail 94 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

જાગૃતિબેન મહેતા

હસ્તકલાથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાવી કામગીરી હોય કે પછી બહેનોને ફ્રીમાં તાલીમ આપવાની.કે પછી આત્મનિર્ભર સ્ટોલ થકી ગુજરાતનું ગૌરવ વધારવાનું હોય.હસ્તકલા થકી પાલનપુરની હજારો મહિલાને મળ્યું નવું જીવન.કોરોનામાં શિક્ષકની નોકરી ગુમાવી અને બે બહેનોથી શરુ થયેલ વાત્સલ્ય સેવા ટ્રસ્ટ આજે હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે.જાગૃતિબેને આત્મનિર્ભર મહિલાઓ માટે ખરા અર્થમાં જાગૃતિ બતાવી…આવો સન્માન કરીએ નારીગૌરવ જાગૃતિબેન મહેતાનું.

YouTube Thumbnail 95 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

રસીલાબેન વાઢેર

ગીરની જાબાંઝ શેરની…દેશની પ્રથમ મહિલા ફોરેસ્ટ રેસ્ક્યૂઅર ઓફિસર…આ મહિલાએ વન્યપ્રાણીઓના જીવ બચાવવા માટે અનેકવાર જીવ સટોસટ્ટીના ખેલ ખેલ્યા છે.વન્યપ્રાણીઓના કોઈ પણ શાસ્ત્રીય જ્ઞાન વગર માત્ર હિંમત, અનુભવ અને કોઠાસૂઝના બળે સિંહ, દિપડા, મગર, અજગર વગેરે પ્રાણીઓના જીવા બચાવવા માટે 1500થી વધુ રેસક્યુ ઓપરેશન કર્યા છે.આવો સન્માન કરીએ ગીરની સિંહણ ધ લાયન ક્વીન ઓફ ઈન્ડિયા રસીલાબેન વાઢેર.

YouTube Thumbnail 96 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

ગીતા સોલંકી

યુનિપેડ, એક પહેલ જે વંચિત મહિલાઓને માસિક સ્ત્રાવની સ્વચ્છતા જાળવવામાં મદદ અને પર્યાવરણને અનુકુળ ઉકેલ પૂરો પાડવાનો હેતુ છે.સેનેટરી પેડ્સ ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા કાપડના નેપકીન્સનું ઉત્પાદન અને વિતરણ માટે સશક્તિકરણ થકી આવા પરિવારોને આજીવિકાનો સ્ત્રોત પૂરો પાડે છે.સાથેજ માસિક સ્ત્રાવમાં દિવસોમાં મહિલાઓની રસોઈ સાથે સંકળાયેલા નિષેધને દૂર કરવા અડેલી ચળવળને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.મહિલાઓએ પોતે આ નિષેધ વિશે શિક્ષિત કરવાનો અભિગમ ધરાવતા આવો સન્માન કરીએ ગીતા સોલંકી.

YouTube Thumbnail 97 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

પારુલ નાયક

કોરોનાગ્ર્સ્ત દર્દીઓની સારવારમાં તબીબોની લગોલગ નર્સિંગ સ્ટાફની ભૂમિકા પણ ચાવીરૂપ રહી છે.કોઈ પણ બીમારીના દર્દી હોસ્પિટલમાં દાખલ થયા પછી ડોક્ટર બાદ દરદીઓનું આત્મ મનોબળ વધારી આપીને સેવા કરનારામાં નર્સોનું યોગદાન મહત્વપૂર્ણ હોય છે..કુટુંબ સાથે દર્દીઓની સંભાળ રાખવાની જવાબદારી નર્સોની કામગીરી ખરેખર અતુલનીય હોય છે. તો આવો સન્માન કરીએ આવા જ એક 34 વર્ષથી સિવિલ હોસ્પિટલ અમદાવાદના પીડિયાટ્રિક ઓટીમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતાં  પારુલ નાયક.

YouTube Thumbnail 98 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

ડો. જયશ્રી રામજી

બ્લેડર એક્સ્ટ્રોફીમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે પ્રથમ ‘રિચર્ડ ગ્રેડી હ્યુમેનિટેરિયન એવોર્ડ’ મેળવનાર….સિવિલ હોસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગને બ્લેડર એક્સ્ટ્રોફી સંભાળ માટે શ્રેષ્ઠ તરીકે માન્યતા અપાવવામાં નિમિત્ત… 8,000 થી વધુ શસ્ત્રક્રિયાઓ જેમાં મુખ્ય જીવન બચાવવાની શસ્ત્રક્રિયાઓ કરનાર આવો સન્માન કરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડો. અને પ્રોફેસર જયશ્રી રામજી.

YouTube Thumbnail 99 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

ડો. ચેતના દેસાઈ

FAIMER ફિલાડેલ્ફિયા દ્વારા આયોજિત, FACE 2023-24 માટે કો ફેકલ્ટી….. ગ્લાસગો ખાતે, જુલાઈ 2023માં વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફાર્માકોલોજી, IUPHAR ખાતે રિસોર્સ પર્સન તરીકે આમંત્રિત…. મેમ્બર, ટાસ્ક ફોર્સ ઇન મેડિકલ એજ્યુકેશન, ગુજરાત સરકાર…. ફાર્માકોલોજી અને હેલ્થ પ્રોફેશન એજ્યુકેશનમાં 85 પ્રકાશનો લખનાર…આવો સન્માન કરીએ પ્રોફેસર અને ડો. ચેતના દેસાઈ.

YouTube Thumbnail 100 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

ઝંખના મહેતા

કોઈ પણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશના શિક્ષકોની છે. શિક્ષકો જે તે દેશના નાગરિકોને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે.65 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત…ગુજરાતમાંથી એવોર્ડ મેળવનાર એક માત્ર મહિલા પ્રોફેસર….જેણે વધાર્યું છે ગુજરાતનું માન….આ મહિલાએ…ટેક્નિકલ ક્ષેત્રના 13 પ્રોફેસરમાં એકમાત્ર ગુજરાતી મહિલા પ્રોફેસર..ભાવનગરથી લઈ રાષ્ટ્રપતિ એવોર્ડની સફર…શિક્ષક દિવસે નેશનલ એવોર્ડ ઓફ ટીચર્સ રાષ્ટ્રપતિ દ્વારા થયુ સન્માન..આવો સન્માન કરીએ ગવર્મેન્ટ પોલિટેકનિકના મહિલા પ્રોફેસર ઝંખના મહેતાનું.

YouTube Thumbnail 2024 03 07T164506.560 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

ડો. પારુલ પટેલ

દેશની લીડીંગ યુનીવર્સીટીઓમાની એક પારુલ યુનિવર્સીટી… અહિયાં આપવામાં આવતું શિક્ષણ અલગ બનાવે છે તે છે સામાજિક પરિવર્તન અને સામાજિક કાર્ય પર સંસ્થાનો ભાર… જેનો મુખ્ય ધ્યેય ના માત્ર શિક્ષણ સાથે જ્ઞાન વૃદ્ધિ….વિધાર્થીઓને શિક્ષણ સાથે ઓવર ઓલ ડેવલપમેન્ટ સાથે લીડરશીપ સ્કીલ… વિદ્યાર્થીઓ સામાજિક જવાબદારીઓ અને સંવેદનશીલતાથી વાકેફ કરી ભવિષ્યમાં બિઝનેસ લીડર બનવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનાવે છે.આવો સન્માન કરીએ  હું નહી પણ આપણે અભિગમ રાખતા પારુલ યુનિવર્સીટીના ચેરપર્સન ડો. પારુલ પટેલ.

YouTube Thumbnail 2024 03 07T164659.573 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

નિરમા ઠાકોર

એક સમય હતો પગમાં પહેરવા જૂતાં પણ નહોતાં..મેરેથોન જીતવા માટે દેવું કર્યું…પાટણના હાજીપુરામાં સામાન્ય પરિવારમાં જન્મેલી દીકરી…13-14ની ઉંમરે દોડવાનું શરૂ કર્યું.હાલમાં જ યોજાયેલી મુંબઈ મેરેથોનમાં ઇન્ડિયન એલિટ વુમન કેટેગરીમાં ગુજરાતની દીકરી એ વધાર્યું ગુજરાતનું માન…2 કલાક, 47 મિનિટ ને 11 સેકન્ડમાં 41.195 કિમીનું અંતર કાપી દેશમાં પહેલો નંબર આવી..દુનિયા કી કોઈ પરેશાની, આપકે સાહસ સે બડી નહી હૈ…આવો સન્માન કરી એ મુંબઈ મેરેથોનમાં ઇન્ડિયન એલિટ વુમન નિરમાબેન ઠાકોર.

YouTube Thumbnail 2024 03 07T164828.658 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

ભાર્ગવી ભગોરા

મેઘાલયમાં ઘોધમાર વરસાદ વચ્ચે નિશાન સાંધી ખેલો ઇન્ડિયા જુસ્સા સાથે ગુજરાતનું વધાર્યું માન…ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ભાગ લેનાર અરવલ્લીના મેઘરજના વાઘપુર ગામની આ દીકરી એ યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરી નામ રોશન કર્યું.રાજ્યમાંથી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટીમાં ભાગ લેનાર પાટણ યુનિ.ની એકમાત્ર ખેલાડી….આવો સન્માન કરી એ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ મેળવનાર રાજ્યની પ્રથમ મહિલા ખેલાડી ભગોરા ભાર્ગવી.

YouTube Thumbnail 2024 03 07T164936.596 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

હેત્વી ખીમસુરિયા

કુદરતે આપેલા પડકારને માતા પિતાએ ઝીલી લીધો અને સંકલ્પ કર્યો કે ભલે દીકરી મનો દિવ્યાંગ છે. પરંતુ તેને પ્રતિભાશાળી બનાવીશું….જે અસંખ્ય કષ્ટ વેઠીને પોતાની કળા થકી ગુજરાતનું ગૌરવ બની છે. ગુજરાતની એક દીકરીની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024થી સન્માન પણ થયું.ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવનારા પ્રથમ મનો દિવ્યાંગ વિદ્યાર્થિની તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.આવો સનમના કરીએ ગુજરાતનું ગૌરવ વધારનાર વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાનામાં અભ્યાસ કરતી હેત્વી કાન્તીભાઇ ખીમસુરિયાને.

YouTube Thumbnail 2024 03 07T165054.589 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

ડો.પાયલ વખારિયા

હવે હુ એવી મલ્ટીટેલેન્ટેડ સિંગરની વાત કરવા જઈ રહી…તેમના મધૂર અને કર્ણપ્રિય અવાજને લઇને ગુજરાત અને વિદેશના ઘર ઘરમાં કોયલ તરીકે જાણીતી છે આ મહિલા સિંગર…અત્યાર સુધી કાર્ય છે હજારો શો…ગુજરાતી આલ્બમ હોય કે પછી ફિલ્મોથી લઈ કરી છે ગરબાની રમઝટ…અને વધાર્યું છે ગુજરાતનું માન…આવો સન્માન કરીએ ઈન્ડિયામાં જ નહી પણ વિદેશમાં પફોર્મ કરી ચૂક્યા છે તેવા સાઈનિંગ સિંગર પ્રખ્યાત ગાયિકા પાયલ વખારિયાને.

YouTube Thumbnail 2024 03 07T165159.638 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

ડો. અવની વ્યાસ

“કલાકાર” તો કુદરતની કૃપા હોય તો થવાય…ગુજરાતની પ્રથમ અને એકમાત્ર મહિલા સ્ટેન્ડ અપ કોમેડિયન…10 થી 12 દેશો અને ભારતના લગભગ 16 રાજ્યોમાં કોમેડી શો કરી વધાર્યું ગુજરાતનું માન…સિદ્ધિઓ અને પુરસ્કારોનો વરસાદ…ગર્વની વાત છે…કે તે ગુજરાતમાંથી એકમાત્ર હતી.ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં થઈ પસંદગી…વાહ ભાઈ વાહ, ફડક સિંહ નો હસ્યા દરબાર હોય….કે પછી હાસ્યની એક્સપ્રેસ આજે પણ ગુજરાત અને દેશ દુનિયાની હશાવે છે.આવો સન્માન કરી એ હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસને.

YouTube Thumbnail 2024 03 07T165333.494 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

મનીષ ચૌધરી,ચૌધરી ફિલ્મ

ગુજરાત ફિલ્મી પડદા પર જે ટેલેન્ટ તમે જોવો છો…એ ટેલેન્ટ ગુજરાતની ખ્યાત નામ પ્રોડક્શન હાઉસ એટલે ચૌધરી ફિલ્મ…17 વર્ષથી ગુજરાતમાં આપી છે અનેક ફિલ્મ…એક્ટિંગની વાત હોય કે પછી કલાકારોને એક્ટિંગ કોચિંગ શિખવાડવાની….માત્ર એક્ટિંગ શીખવાડીની નહી પણ શિતારાને ફિલ્મી પડદા પર ચમકાવે છે ચૌધરી ફિલ્મ..આવો સન્માન કરીએ.મનીષ ચૌધરીને.

YouTube Thumbnail 2024 03 07T165433.788 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

દેવીબેન દાફડા શુભમ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ

“જેમ કે મેં હંમેશા કહ્યું છે કે, સમાજના નબળા વર્ગોને સામાજિક અને શૈક્ષણિક રીતે ઉત્થાન આપવું અને તેમને બાકીના વર્ગોની સમકક્ષ લાવવું એ એમનો સંકલ્પ છે…..કોઈ પણ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહેવી જોઈએ જેનું સપનું છે….શુભમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર આ બધું કેવી રીતે શરૂ થયું છે. પછી વાર્તા શાંતમ અને સોહમ નર્સિંગ કોલેજો સાથે આગળ વધતી રહી છે…મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કૉલેજ અને ડૉ બી આર આંબેડકર લૉ કૉલેજના નેજા હેઠળ વધુ વિસ્તરણ થયું અને આ તમામ કૉલેજ પ્રશંસા મેળવી….અને વધાર્યું ગુજરાતનું માન…આવો સન્માન કરીએ ગુણવત્તાયુક્ત નર્સિંગ શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે જેમનો છે સંકલ્પ દેવીબેન દાફડા.

YouTube Thumbnail 2024 03 07T165555.647 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

કેદાર શવારીકર

ચેઝ ગ્લોબલ ઈન્ડિયા કેદાર શવારીકરની અધ્યક્ષતામાં આર્કિટેક્ચરલ હાર્ડવેરમાં અગ્રણી કંપની છે, જે ડોર હાર્ડવેર, મોડ્યુલર કિચન, શાવર ક્યુબિકલના ક્ષેત્રમાં કામ કરી રહી છે, ચેઝ કંપની લોઢા, ઈસ્કોન, પોલારિસ, પ્રોડક્ટ્સ પેસિફીકા, બકેરી, શાંતિગ્રામના પ્રોજેક્ટમાં તેની સેવા પૂરી પાડી રહી છે, ચેઝ કંપની તેના ડોર હાર્ડવેરને પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સપ્લાય કરી રહી છે, ચેઝ કંપની NBCC, SBI, AMC વગેરે જેવા તમામ સરકારી પ્રોજેક્ટ્સમાં માન્ય બ્રાન્ડ હાર્ડવેર, દરવાજા, રેલિંગ સપ્લાય કરે છે.

YouTube Thumbnail 2024 03 07T165912.594 1 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

મણીબેન વસોયા

હૈદરાબાદ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ ચેમ્પિયનમાં 800 મીટર, 1500 મીટર અને 5,000 મીટર તેજ ચાલમાં ગોલ્ડ મેડલ મેળવી નેશનલ લેવલે જામનગર સાથે ગુજરાતનું વધાર્યું છે ગૌરવ…કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી..આ વાતને જામનગરના 86 વર્ષના માજીએ સાર્થક કરી બતાવી છે.86 વર્ષની ઉંમરમાં સામાન્ય રીતે લોકોને ચાલવામા પણ ફાંફા પડતા હોય છે..પણ કહેવાઈ છે ને…આવો સન્માનિત કરીએ….સફળતાને ગુલામ બનવા માટે પહાડ સમી મુશ્કેલી અને મોટી પ્રતિકુળતાને પણ પછાડવાની તાકાત હોવી જોઈએ…વૃદ્ધ મહિલાની અદ્ભૂત સિદ્ધી…એટલે જામનગરના મણીબેને વસોયા.

YouTube Thumbnail 2024 03 07T170113.591 મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી