Not Set/ પ્રિયંકા ગાંધી/ મોબાઇલ ટેરિફ વધારવા માટે મોદી સરકાર પર સાધ્યું નિશાન

જિયો, એરટેલ, વોડાફોન-આઇડિયાએ તેમના પ્રીપેડ ટેરિફમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. મોબાઇલ કંપનીઓની આ ઘોષણા બાદ કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘ભાજપ છેલ્લા 6 વર્ષથી મોબાઇલ ઇન્ટરનેટ અને સસ્તા કોલ વિષે બણગા ફૂંકતું હતું.  હવે તેની હવા પણ નીકળી ગઈ છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું […]

Top Stories
nalini 6 પ્રિયંકા ગાંધી/ મોબાઇલ ટેરિફ વધારવા માટે મોદી સરકાર પર સાધ્યું નિશાન

જિયો, એરટેલ, વોડાફોન-આઇડિયાએ તેમના પ્રીપેડ ટેરિફમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. મોબાઇલ કંપનીઓની આ ઘોષણા બાદ કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘ભાજપ છેલ્લા 6 વર્ષથી મોબાઇલ ઇન્ટરનેટ અને સસ્તા કોલ વિષે બણગા ફૂંકતું હતું.  હવે તેની હવા પણ નીકળી ગઈ છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ‘બીએસએનએલ, એમટીએનએલને ભાજપે નબળું પાડ્યું હતું અને બીજી કંપનીઓ માટે કોલ અને ડેટા મોંઘા કરવા માટે માર્ગ મોકળો કર્યો છે.  ભાજપ પોતાના સમૃદ્ધ મિત્રોને લાભ આપવા માટે સતત જનતાના ખિસ્સા કાપી રહ્યો છે. પ્રિયંકા ગાંધીની સાથે કોંગ્રેસના નેતા પ્રતાપસિંહ બાજવાએ પણ સરકાર પર નિશાન સાધ્યું હતું.

પ્રતાપસિંહ બાજવાએ જણાવ્યું હતું કે, ગ્રાહકોનાં ખિસ્સામાં લૂંટ કરવા જેવું કામ છે. સસ્તા કોલ, સસ્તો ડેટા આપી ને પહેલા ગ્રાહકોને એદી બનાવવામાં આવ્યા છે અને, હવે તેમના જ ખિસ્સા પણ કાતર ફેરવવામાં આવી રહી છે. અમે સરકાર પાસેથી માંગણી કરી છે કે ખાનગી કંપનીઓને ઇસ્ટ ઈન્ડિયા કંપનીની જેમ કામ કરતા રોકવામાં આવે.

મોબાઇલ કંપનીઓની જાહેરાત

ઉલ્લેકનીય છે કે, જિઓ, એરટેલ, વોડાફોન આઇડિયાએ બધાએ તેમના પ્રીપેઇડ ઉત્પાદનો અને સેવાઓ માટે ટેરિફમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. તેનાથી ગ્રાહકોના મોબાઈલ બિલમાં 50 ટકાનો વધારો થઈ શકે છે.

ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ રવિવારે તેમના ટેરિફમાં 15 થી 40 ટકા વધારાની જાહેરાત કરી છે. આ વધારો 3 ડિસેમ્બરથી લાગુ થશે. જિઓએ રવિવારે પણ તેના નવા ટેરિફ પ્લાનમાં 40 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેની નવી યોજના ‘ઓલ ઇન વન’ 6 ડિસેમ્બરથી લાગુ થશે.

વિપક્ષો સરકાર પર હુમલો કરે છે

મોબાઈલ ટેરિફમાં આ વધારાને લઈને વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. સોમવારે રાહુલ બજાજના નિવેદન પર કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને ઘેરી લીધા હતા અને તેમને અર્થવ્યવસ્થા વિશે પ્રશ્નો પૂછ્યા હતા. કપિલ સિબ્બલે કહ્યું કે ‘રાહુલ બજાજે ઇન્ડસ્ટ્રી ને સરકારની આલોચના થી ડર,  લિંચિંગ સામે અસરકારક પગલાં ન લેવા અને નાથુરામ ગોડસેની પ્રશંસાની આલોચના કરી હતી.  આ અંગે નિર્મલા સીતારામણે કહ્યું કે રાહુલ બજાજની ટીકા રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડી શકે છે. શું તમારી પ્રશંસા કરવામાં રાષ્ટ્રીય હિત છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.