Not Set/ આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ સ્કૂલો સામે લાલ આંખ, રદ્દ કરયા લાયસન્સ

હવે નિતી નિયમો તોડનારાઓ સામે કડક પગલા લેવામાં આવશે. અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ દ્વારા હવે ડ્રાઈવિંગ સ્કૂલો સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. નિયમોનું પાલન નહીં કરનારી આઠ ડ્રાઈવિંગ સ્કૂલનાં લાઈસન્સ રદ્દ કરાયા છે. અમદાવાદ આરટીઓએ હવે નિયમોનું પાલન નહી કરનાર ડ્રાઇવિંગ સ્કૂલોને નોટીસ આપવાનું શરૂ કરી દીધુ છે. અત્યાર સુધીમાં અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ દ્વારા […]

Top Stories Ahmedabad Gujarat
rto ahmedabad આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ સ્કૂલો સામે લાલ આંખ, રદ્દ કરયા લાયસન્સ

હવે નિતી નિયમો તોડનારાઓ સામે કડક પગલા લેવામાં આવશે. અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ દ્વારા હવે ડ્રાઈવિંગ સ્કૂલો સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. નિયમોનું પાલન નહીં કરનારી આઠ ડ્રાઈવિંગ સ્કૂલનાં લાઈસન્સ રદ્દ કરાયા છે.

teeneage drivers education આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ સ્કૂલો સામે લાલ આંખ, રદ્દ કરયા લાયસન્સ

અમદાવાદ આરટીઓએ હવે નિયમોનું પાલન નહી કરનાર ડ્રાઇવિંગ સ્કૂલોને નોટીસ આપવાનું શરૂ કરી દીધુ છે. અત્યાર સુધીમાં અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ દ્વારા આઠ ડ્રાઈવિંગ સ્કૂલોને નોટીસ આપી દેવામાં આવી છે. તેમ છતાં જાણે કાયદાનો ડર નથી તેમ ડ્રાઈવિંગ સ્કૂલોએ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. જેની સામે કડક પગલા લેતા આરટીઓએ લાઈસન્સ રદ્દ કરવાનું શરૂ કરી દીધુ છે. સાથોસાથ આરટીઓ દ્વારા શહેરની 300 જેટલી ડાઈવિંગ સ્કૂલોમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેટલુ જ નહીં પણ લાઈસન્સ રદ્દ કરાયેલી સ્કૂલોનાં વાહનો રોડ પર દોડતા નજરે પડશે તો તેમના વાહનો ડીટેઈન કરી લેવામાં આવશે.