Not Set/ મહાભયંકર ‘ફાની’ વાવઝોડાએ ઓડિશામાં 8 લોકોનો લીધો ભોગ, વિજળી અને રસ્તાઓ થયા પ્રભાવિત

દેશનાં પૂર્વ ભાગમાં આવેલા તોફાની વાવાઝોડુ ફાનીએ અત્યાર સુધીમાં કુલ 8 લોકોનો ભોગ લીધો છે. આ મહાભયંકર વાવઝોડાએ શુક્રવારે ઓડિશાનાં ઘણા એરિયામાં તાંડવ મચાવ્યુ હતુ. આ તોફાને ઓડિશાનાં ભુવનેશ્વર અને પુરી સહિતનાં ઘણા એરિયામાં વિજળીનાં થાભલા અને વૃક્ષને ઉખાડી ફેક્યા હતા. મળતી માહિતી અનુસાર ઓડિશા બાદ હવે આ તોફાન પશ્ચિમ બંગાળમાં મોટી તબાહી મચાવી શકે […]

Top Stories India
STORM LIDIA MEXICO મહાભયંકર ‘ફાની’ વાવઝોડાએ ઓડિશામાં 8 લોકોનો લીધો ભોગ, વિજળી અને રસ્તાઓ થયા પ્રભાવિત

દેશનાં પૂર્વ ભાગમાં આવેલા તોફાની વાવાઝોડુ ફાનીએ અત્યાર સુધીમાં કુલ 8 લોકોનો ભોગ લીધો છે. આ મહાભયંકર વાવઝોડાએ શુક્રવારે ઓડિશાનાં ઘણા એરિયામાં તાંડવ મચાવ્યુ હતુ. આ તોફાને ઓડિશાનાં ભુવનેશ્વર અને પુરી સહિતનાં ઘણા એરિયામાં વિજળીનાં થાભલા અને વૃક્ષને ઉખાડી ફેક્યા હતા. મળતી માહિતી અનુસાર ઓડિશા બાદ હવે આ તોફાન પશ્ચિમ બંગાળમાં મોટી તબાહી મચાવી શકે છે.

ipanews c3101bd6 893e 4627 b4b8 8587495c059c 1 મહાભયંકર ‘ફાની’ વાવઝોડાએ ઓડિશામાં 8 લોકોનો લીધો ભોગ, વિજળી અને રસ્તાઓ થયા પ્રભાવિત

ફાની તોફાનનાં કારણે અત્યાર સુધીમાં કુલ 8 લોકોનાં મૌત થયા હોવાનું સામે આવી રહ્યુ છે, જ્યારે 165થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતા કહ્યુ છે કે, આ મહાભયંકર વાવાઝોડુ શનિવારે પશ્ચિમ બંગાળ સુધી પહોચી જશે. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે ઘણા વિસ્તારોમાં આ તોફાનની અસર જોવા મળી હતી. પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો હજુ સુધી અહી કોઇ મોટી હોનારત થઇ હોવાનુ સામે આવી રહ્યુ નથી. પરંતુ સ્થિતિ હજુ ચેંતાજનક બની રહી છે. આ આશંકાઓનાં કારણે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની ચુંટણી રેલીઓને રદ્દ કરી દીધી છે.

784117 kolkata airort lead મહાભયંકર ‘ફાની’ વાવઝોડાએ ઓડિશામાં 8 લોકોનો લીધો ભોગ, વિજળી અને રસ્તાઓ થયા પ્રભાવિત

વિજળી થઇ ઠપ

ઓડિશામાં આવેલી ફાની નામક મહામુસિબતને લઇને મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યુ કે, આ તોફાને પુરી જિલ્લામાં ભારે તાંડવ મચાવ્યુ છે. તેમણે કહ્યુ કે, વિજળી આપૂર્તીનોં ભુમિગત ઢાંચો પૂરી રીતે પ્રભાવિત થયો છે. હવે અહી વિજળીને ફરી શરૂ કરાવવી એક પડકાર બરાબર બની ગયુ છે.

1545116925 odishacyclonepethai મહાભયંકર ‘ફાની’ વાવઝોડાએ ઓડિશામાં 8 લોકોનો લીધો ભોગ, વિજળી અને રસ્તાઓ થયા પ્રભાવિત

રોડ-રસ્તા થયા પ્રભાવિત

ફાની વાવાઝોડાથી રોડ-રસ્તા વધુ પ્રભાવિત થયા છે. સીએમ પટનાયકે કહ્યુ કે, રોડ-રસ્તા ફરી શરૂ કરાવવાનું કામ ચાલી રહ્યુ છે. ફાની વાવાઝોડાનાં કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ ફાટી ગયા છે. તો ઘણી જગ્યાએ રોડ-રસ્તાઓ પર માત્ર કાટમાળ જ જોવા મળી રહ્યો છે. સીએમ પટનાયકે કહ્યુ છે કે, આ તોફાન આવે તે પહેલા લગભગ 10 હજાર લોકોને સુરક્ષિત ઠેકાણે પહોચાડવામાં આવ્યા હતા. રાહત અને બચાવનું કામ સતત ચાલી રહ્યુ છે.

ફાની વાવાઝોડું પહોચ્યુ બાંગ્લાદેશ

ફાની વાવઝોડું હવે નબળુ બની રહ્યુ હોય તેવુ સામે આવી રહ્યુ છે. હવામાન વિભાગની માહિતી મુજબ આ વાવાઝોડુ બાંગ્લાદેશ તરફ ગતિ કરી રહ્યુ છે. જો કે તે પહેલા આ વાવઝોડાએ ઓડિશામાં 12 લોકોનો ભોગ લીધો હોવાનું સામે આવી રહ્યુ છે. 1999માં આ પ્રકારનું જ વાવાઝોડાઓ ઓડિશામાં આવ્યુ હતુ ત્યારે લગભગ 10 હજાર લોકો તેના શિકાર બન્યા હતા. આ વખતે પહેલાથી જાણ હોવાના કારણે નુકસાન ઓછુ થયુ છે. પૂર્વ જાણકારી હોવાના કારણે લગભગ 12 લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ફાની વાવઝોડાને પહોચી વડવા પૂર્વ તૈયારીઓ

ફાની વાવાઝોડા પહેલા ઓરિસ્સા એનડીઆરએફની ટીમો પૂરી રીતે સક્રિય બની હતી. એનડીઆરએફે વાવાઝોડાનો સામનો કરવા માટે 65 ટીમો મેદાનમાં ઉતારી હતી. આપને જણાવી દઇએ કે, એક ટીમમાં 45 લોકો શામેલ હોય છે. છેલ્લા ત્રણ દિવસમાં ઓરિસ્સા, આંધ્ર પ્રદેશમાં રોડ રસ્તાઓ વ્યવસ્થિત કરવા, કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા અને ખાદ્યની વ્યવસ્થા કરવા માટે વધારાની ટીમોને તૈયાર કરવામાં આવી. ફાનીનો સામનો કરવા માટે યુદ્ધસ્તરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પુરીનાં ગોપાલપુરમાં સેનાની ત્રણ ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી અને પનાગરમાં એજિનિયરિંગ ટાસ્ક ફોર્સ પણ તૈયાર હતી. તેવી જ રીતે નૌકાદળે રાહત કાર્યો માટે 3 જહાજ અને 6 હેલિકોપ્ટર્સ તૈયાર કર્યા હતાં. તદઉપરાંત ભારતીય વાયુસેનાએ બે C17, 2 C-130 અને 4 AN-32 સ્ટેંડબાય રાખ્યા હતાં.

UNએ કર્યા વખાણ

કુદરતી આફતનાં ખતરાને ઓછી કરતી યુએનની એજેન્સીએ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગની ફાનીને લઇને એકદમ ચોક્કસ ચેતવણીનાં ખૂબ વખાણ કર્યા છે. આપને જણાવી દઇએ કે, ચોક્કસ સમય પર ચેતવણી મળી જવાના કારણે ઓડિશામાં આવેલા મહાભયંકર વાવાઝોડામાં જાનહાનિ ઘણી ઓછી થઇ.