Asia Cup/ રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 2 રને હરાવીને શ્રીલંકાએ સુપર-4માં કર્યો પ્રવેશ,અફઘાનિસ્તાન બહાર

શ્રીલંકાએ 292 રનનો લક્ષ્યાંક આપ્યો, જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 38.4 ઓવરમાં 289 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Top Stories Sports
15 રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 2 રને હરાવીને શ્રીલંકાએ સુપર-4માં કર્યો પ્રવેશ,અફઘાનિસ્તાન બહાર

એશિયા કપ 2023માં મંગળવારે શ્રીલંકાએ અફઘાનિસ્તાન સામે 2 રને રોમાંચક જીત નોંધાવી હતી. શ્રીલંકાએ 292 રનનો લક્ષ્યાંક આપ્યો, જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 38.4 ઓવરમાં 289 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાએ સુપર-4માં પ્રવેશ કર્યો છે. આ સાથે જ અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.અફઘાનિસ્તાનની જીત પાક્કી લાગતી હતી પરતું મેચનો પાસો બદલાઇ જતા પરિસ્થિતિ બદલાઇ ગઇ હતી.શ્રીલંકા છેલ્લી ઓવરમાં 2 રને જીતી ગઇ હતી.

અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ રન મોહમ્મદ નબીએ 32 બોલમાં 65 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 66 બોલમાં 59 રન ઉમેર્યા હતા. રહમત શાહે 45 જ્યારે ગુલબદ્દીન નાયબ અને કરીમ જનાતે 22-22 રન બનાવ્યા હતા. રાશિદ ખાને 16 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા. તેણે ચાર ફોર અને એક સિક્સર ફટકારી હતી. જો રાશિદ જે ફોર્મમાં હતો, જો તેને 38મી ઓવરમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો હોત તો કદાચ કહાની અલગ જ બની શકી હોત. ધનંજય ડી સિલ્વાએ આ ઓવરમાં મુજીબર ઉર રહેમાન અને ફઝલહક ફારૂકીને આઉટ કરીને અફઘાનિસ્તાનનો દાવ સમેટી લીધો હતો. બંને ખાતા ખોલાવી શક્યા ન હતા. કસુન રાજીથાએ ચાર, દુનિથ વેલેઝ અને ડી’સિલ્વાએ બે-બે વિકેટ ઝડપી હતી.

આ પહેલા શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 291 રન બનાવ્યા હતા. કુસલ મેન્ડિસે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 84 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 92 રનની ઇનિંગ રમી હતી. તેણે પથુમ નિસાંકા (41) સાથે પ્રથમ વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. આ પછી મેન્ડિસે ચરિથ અસલાંગા (36) સાથે સરસાઈ મેળવી લીધી. બંનેએ ચોથી વિકેટ માટે 102 રનની ભાગીદારી કરી હતી. દિમુથ કરુણારત્નેએ 32 રન અને મહિષ થીક્ષાનાએ 28 રનનું યોગદાન આપ્યું હતું. ડ્યુનિથ વેલેઝ 33 રન બનાવીને અણનમ રહ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ગુલબદિન નાયબે ચાર અને રાશિદ ખાને બે વિકેટ ઝડપી હતી.