punjab election 2022/ સિદ્ધુએ કેજરીવાલ પર સાધ્યું નિશાન, કહ્યું- CM ચહેરાના નામે છેતરપિંડી, ECમાં કરશે ફરિયાદ

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ AAPની ચૂંટણી પંચને ફરિયાદ કરવા જઈ રહી છે કારણ કે…

Top Stories India
સિદ્ધુએ

પંજાબ વિધાનસભાની ચૂંટણી વચ્ચે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર તેજ બન્યો છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ AAPની ચૂંટણી પંચને ફરિયાદ કરવા જઈ રહી છે કારણ કે તેણે પંજાબની જનતા સાથે દગો કર્યો છે.

આ પણ વાંચો :અમે ભાજપને સમર્થન ન આપ્યું હોત તો આજે દેશમાં અમારી પાર્ટીનાં PM હોત : સંજય રાવત

સિદ્ધુએ આરોપ લગાવ્યો કે કેજરીવાલ હંમેશા જુઠ્ઠું બોલે છે અને તેની ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવી છે. સિદ્ધુએ કહ્યું કે AAPએ મુખ્યમંત્રીના ચહેરા માટે છેતરપિંડી કરી છે. તેમણે કહ્યું કે SMS દ્વારા ચૂંટણી કરાવવાના જે મોટા પ્રમાણમાં દાવા કરવામાં આવી રહ્યા છે તે બધા જ ખોટા છે.

નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ સીએમ ચહેરા માટે એક નંબર લોન્ચ કર્યો અને કહ્યું કે તેના પર 21 લાખ મેસેજ આવ્યા છે. જો નંબર 24 કલાક કામ કરે તો પણ તેના પર 5 હજારથી વધુ મેસેજ કે કોલ રિસીવ નહીં થઈ શકે. સિદ્ધુએ કહ્યું કે આ એક પ્રકારનું કૌભાંડ છે અને અમે તેની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ સિદ્ધુએ અરવિંદ કેજરીવાલ પાસે ચૂંટણીના નામે કૌભાંડનો આરોપ લગાવતા માફી માંગવાની માંગ કરી છે.

આ પણ વાંચો :ઓમિક્રોનનો નવો સબ-વેરિઅન્ટ બાળકો પર કરી રહ્યો છે અસર

સિદ્ધુએ કહ્યું કે લોકોને જૂઠું કહેવામાં આવ્યું કે તેમણે AAPના મુખ્યમંત્રીનો ચહેરો લોકોના કહેવા પર પસંદ કર્યો છે. પહેલા અરવિંદ કેજરીવાલે મજીઠિયા સાથે ખોટું બોલ્યા, પછી આરોપ લગાવ્યા બાદ પોતે માફી માંગી. એ જ રીતે મુખ્યમંત્રી બનાવવા માટે AAPના લોકો કહી રહ્યા છે કે સામાન્ય જનતા તરફથી 21 લાખ મેસેજ આવ્યા છે, મુખ્યમંત્રી માટે ભગવંત માનનું નામ આવ્યું છે.

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સિદ્ધુએ કહ્યું કે જો ગણતરી કરવી હોય તો 5 હજારથી વધુ મેસેજ ન હોઈ શકે. આ એક મોટું કૌભાંડ છે અને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને કારણ બતાવો નોટિસ પણ મોકલવામાં આવી રહી છે.

આ પણ વાંચો :NCP ચીફ શરદ પવાર થયા કોરોના સંક્રમિત, સો. મીડિયા દ્વારા આપી માહિતી

આ પણ વાંચો : BSFએ આતંકવાદીઓની કમર તોડી નાખી, 2021માં J&Kમાંથી મોટા પ્રમાણમાં શસ્ત્રો અને ડ્રગ્સ પકડ્યા

આ પણ વાંચો :રસીના બંને ડોઝ મેળવનાર લોકોને જ પરેડમાં પ્રવેશ મળશે, જાણો શું છે માર્ગદર્શિકા