Not Set/ PM મોદી આજે સવારે 11:00 વાગ્યે કરશે મનની વાત, આ મુદ્દો રહેશે ખાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે ‘મન કી બાત‘ દ્વારા ફરી એકવાર રાષ્ટ્રને સંબોધન કરશે. કોરોના વાયરસનાં કહેરની વચ્ચે, રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત‘માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના લોકડાઉન ઉપર વાત કરી શકે છે અને સંકટ જેવી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી શકે છે. મન કી બાતનું આ 64 મું સંસ્કરણ છે. આપને […]

India
b6da9772469e466514619213b6a8dd1c PM મોદી આજે સવારે 11:00 વાગ્યે કરશે મનની વાત, આ મુદ્દો રહેશે ખાસ
b6da9772469e466514619213b6a8dd1c PM મોદી આજે સવારે 11:00 વાગ્યે કરશે મનની વાત, આ મુદ્દો રહેશે ખાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે મન કી બાતદ્વારા ફરી એકવાર રાષ્ટ્રને સંબોધન કરશે. કોરોના વાયરસનાં કહેરની વચ્ચે, રેડિયો પ્રોગ્રામ મન કી બાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના લોકડાઉન ઉપર વાત કરી શકે છે અને સંકટ જેવી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી શકે છે. મન કી બાતનું આ 64 મું સંસ્કરણ છે. આપને જણાવી દઈએ કે, મન કી બાતકાર્યક્રમ દર મહિનાનાં અંતિમ રવિવારે પ્રસારિત થાય છે.

શનિવારે પીએમ નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર હેન્ડલ પર લોકોને આજનો મન કી બાતકાર્યક્રમ સાંભળવા અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું, “આ વખતનાં કાર્યક્રમ માટે લોકો તરફથી ઘણાં સૂચનો મળ્યા છે, 11 વાગ્યે સાંભળો મન કી બાત.”

આફને જણાવી દઇએ કે, કોરોના વાયરસનાં કહેર વચ્ચે દેશમાં લોકડાઉન ચાલુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે 21 દિવસનાં પ્રથમ તબક્કાનાં લોકડાઉનની જાહેરાત કરી હતી, જે 14 એપ્રિલનાં રોજ સમાપ્ત થયુ હતુ. ત્યારબાદ પીએમ મોદીએ 14 માર્ચે લોકડાઉનનાં બીજા તબક્કાની જાહેરાત કરી હતી, જે 3 મે નાં રોજ સમાપ્ત થશે. આપને જણાવી દઇએ કે દેશમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

કોરોના વાયરસ રોગચાળાને લીધે વિશ્વભરમાં મૃત્યુઆંક બે લાખથી ઉપર પહોંચી ગયો છે, જેમાંથી બે તૃતીયાંશ સૌથી વધુ અસરગ્રસ્ત યુરોપનાં છે. વળી, વિશ્વભરમાં કોરોના વાયરસથી મરી ગયેલા લોકોમાંના એક ચતુર્થાંશ લોકો અમેરિકામાં મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સમાં એક તૃતીયાંશ ચેપ નોંધાયા છે. ચીનનાં વુહાન શહેરમાં શરૂ થયેલા કોરોના વાયરસનાં વૈશ્વિક રોગચાળા દ્વારા અત્યાર સુધીમાં 2,03,272 લોકો મૃત્યુ પામ્યા છે અને 29 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી, અમેરિકામાં અત્યાર સુધીમાં 53,511 લોકો માર્યા ગયા છે. વળી, સમગ્ર વિશ્વમાં 8,36,941 લોકો ભયજનક કોરોના વાયરસથી ઠીક થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.