Aravalli/ અરવલ્લીમાંથી પોષડોડાનો મોટો જથ્થો ઝડપાયો,પોલીસે બે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી

અરવલ્લીના ધનસુરામાંથી પોષડોડાના મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.  કેફીમાદક પદાર્થ પોષડોડાનો અંદાજે રૂ. 8 લાખનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે

Gujarat Others Uncategorized
A large quantity of Poshdoda was seized from Aravalli, the police took swift action against the two accused

અરવલ્લીના ધનસુરામાંથી પોષડોડાના મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.  કેફીમાદક પદાર્થ પોષડોડાનો અંદાજે રૂ. 8 લાખનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ખરેખર બે કાર જેમાં એક ક્રેટા અને બીજી બ્રેઝા કાર આ માલની હેરાફેરી કરી રહ્યા હતા અને પોલીસને આ બાબતે બાતમી મળતા પોલીસ ત્યાં પહોચી ગઈ હતી, અને જેમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા.

ધનસુરાના કીડી ગામ પાસે આ બંને આરોપી આ માદક પદાર્થની હેરાફેરી કરી રહ્યા હતા. જેમાં બે અલગ અલગ કાર હતી અને  આ બંને કાર સહીત કુલ  23 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે બે આરોપીઓને ઝડપી ગુન્હો દાખલ કર્યો હતો.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અફીણ બનાવવા માટે પોષડોડાનો વપરાશ કરવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખુબ જ  મોટા પ્રમાણમાં  માદક પદાર્થોને ઝડપી પાડવામાં આવ્યા છે આ સાથે જ છેલ્લા  5 દિવસમાં કુલ 20 લાખના પોષડોડા પોલીસે ઝડપી પાડ્યા છે.

રાજ્યમાં અફીણ, ચરસ, ગાંજો, હેરોઇન, પોષડોડા પાવડર, અને અન્ય ડ્ગ્સ પકડાયું હતું. બે વર્ષમાં રાજ્યમાં 25 જિલ્લામાંથી 42698929861 કિંમતનો નશીલા દ્રવ્યો પોલીસે ઝડપ્યા હતા. નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા 2987 આરોપીઓની ધડપકડ કરવાની બાકી છે. કોગ્રેસે જાહેર થયેલી માહિતી આધારે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, રાજ્યની સરહદમાંથી ગેરકાયદેસર દારુનો જથ્થો ઘુસાડવામાં આવે છે. રાજ્યમાં યુવાનોને નશામાં રાખીને રોજગારીના બદલે બરબાદીમાં ધકેલવાનું ષડયંત્ર ચાલે છે.

આ પણ વાંચો:Gujarat/પ્રજા પરેશાન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા વિચારી રાખી છેઃ કુંવરજી બાવળિયા

આ પણ વાંચો:ખેડા/સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ

આ પણ વાંચો:Mera record/75 ઈલેક્ટ્રિક કાર, 2000 કિમીનો પ્રવાસ… મેરી માટી-મેરા દેશ કાર્યક્રમમાં ગુજરાત ભાજપે અદભૂત રેકોર્ડ બનાવ્યો

આ પણ વાંચો:Botad/વેરા વધારા અને આકારણીને લઈ બરવાળા શહેર આજે સજ્જડ બંધ