Gujarat surat/ 7800 કરોડના સટ્ટાબેટિંગ કૌભાંડમાં ચાર મોટા બુકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

સુરતના ડીંડોલીમાંથી ઝડપાયેલા 7,800 કરોડના સટ્ટા બેટિંગના આંતરરાષ્ટ્રીય રેકેટમાં સુરતના ચાર મોટા બુકીની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Surat Trending
YouTube Thumbnail 2023 11 01T164403.824 7800 કરોડના સટ્ટાબેટિંગ કૌભાંડમાં ચાર મોટા બુકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

@અમિત રૂપાપરા 

Surat News: સુરતના ડીંડોલીમાંથી ઝડપાયેલા 7,800 કરોડના સટ્ટા બેટિંગના આંતરરાષ્ટ્રીય રેકેટમાં સુરતના ચાર મોટા બુકીની ધરપકડ કરવામાં આવી છે. એક વર્ષ અગાઉ ઇકોનોમિક સેલે ડીંડોલીમાં દરોડો પાડી આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જોકે એક વર્ષ બાદ હાઈપ્રોફાઈલ બુકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સટ્ટાકાંડમાં અગાઉ પોલીસ દ્વારા હરીશ જરીવાલા, ઋષિકેશ શિંદે, હુઝેફા કૌશર અને રાજ શાહની ધરપકડ અગાઉ કરવામાં આવી હતી. જેતે સમયે આરોપીના એકાઉન્ટમાંથી 3.04 કરોડ રૂપિયા સીઝ કરાયા હતા. ત્યારબાદ આ બાબતે કેન્દ્રીય રેવન્યુ એજન્સી પણ દોડતી થઈ હતી. ઇડીના અધિકારીઓ પણ સુરત આવી પોલીસ પાસે જે તે ટ્રાન્જેકશનોની વિગતની તપાસ કરી ગયા હતા.

ઇડી દ્વારા સટ્ટાખોરોની મિલકત ટાંચમાં લેવામાં આવી હતી. ઇકોનોમિક સેલ દ્વારા 28 ડિસેમ્બર 2022ના રોજ આ  મામલે ચાર્જશીટ કરી હતી. અગાઉ સટ્ટાબેટીંગ મામલે દિનેશ ખંભાતી, હુસેન કૌશર, ચિરાગ પટેલ અને સાગર કાવાની ધરપકડ થઈ હતી અને 4 બુકીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. ત્યારે હવે આ કેસમાં બકુલ શાહ, હર્ષ શાહ, પાર્થ જોશી, આકાશ પારેશની 28 ઓક્ટોબરે રાત્રીના ધરપકડ ઇકોસેલ દ્વારા કરાઈ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આજે આરોપીઓના રિમાન્ડ પૂરા થતા ફરીથી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મહત્વની વાત છે કે દુબઈમાં બેસીને કિસન સટ્ટાના કરોડોના હવાલા કરતો હતો અને તેને ચાર લોકોને નોકરી પર રાખ્યા હતા. તે આ ચારેયને 30થી 40 હજાર રૂપિયા પગાર પણ આપતો હતો. કિશનના કહેવાથી જ આરોપીઓ નાણાકીય ટ્રાન્જેક્શન એક ખાતામાંથી બીજા બેંક ખાતામાં કરતા હતા. મહત્વની વાત કહી શકાય કે હજુ 15 આરોપી આ મામલે વોન્ટેડ છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, મોટાભાગના આરોપી દુબઈ ભાગી ગયા છે.  ત્યારે અત્યાર સુધીમાં આ કરોડોના સટ્ટાકાંડ મામલે 9 આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે અને આ 9 આરોપી પાસેથી પોલીસ દ્વારા 76 જેટલા ડમી અકાઉન્ટ પણ ફ્રિ, કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપીઓના idbi bankના 3 ખાતામાં 1,217 કરોડ 80 લાખ રૂપિયાના ટ્રાન્જેક્સનો થયા હોવાની પણ ચોંકાવનારી વિગતો પોલીસના ધ્યાને આવી છે.

મહત્વની વાત છે કે આ કૌભાંડી હોય આઈપીએલ મેચ ઉપર સટ્ટો રમાડવા માટે અલગ અલગ વ્યક્તિઓના નામ પર પેઢી ઊભી કરી હતી અને જે પેઢીઓના નામે બેન્ક એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શનનો થયા હતા. ડીંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ કોમ્પ્લેક્સમાં શિવ એન્ટરપ્રાઇઝ નામની ઓનલાઇન કાપડની ઓફિસમાં આ રેકેટ ધમધમતું હતું. જોકે જે તે સમયે આ કૌભાંડમાં હુસેન કૌશરનું નામ ખુલ્યું હતું અને તે પોલીસથી બચવા માટે હિમાચલ ભાગી ગયો હતો પરંતુ ગત એપ્રિલ મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની પૂછપરછમાં પાટણના હાર્દિક મહેતા અને દુબઈમાં રહેતા બુકી કિશનની ઓનલાઇન બેટિંગ એપમાં ગેરકાયદેસર નાણાકીય લેવડદેવડ થતી હોવાનું ખુલ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 7800 કરોડના સટ્ટાબેટિંગ કૌભાંડમાં ચાર મોટા બુકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા


આ પણ વાંચો:સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ

આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત

આ પણ વાંચો:અમદાવાદમાં મોર્નિંગ વોક પર નીકળ્યા CM ધામી, સાબરમતી રિવર ફ્રન્ટ પર લોકો સાથે કર્યો સંવાદ

આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા