Not Set/ વેસ્ટઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા સૂચના આપતા મ્યુનિ.કમિશનર  અરોરા

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર  અમિત અરોરાએ આજરોજ તા. ૧૨-૦૭-૨૦૨૧ના રોજ સવારે વેસ્ટ ઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસોની જુદીજુદી સાઈટની મુલાકાત લીધી હતી, અને આ હાઉસિંગ

Gujarat Trending
arora sv 1 વેસ્ટઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા સૂચના આપતા મ્યુનિ.કમિશનર  અરોરા

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર  અમિત અરોરાએ આજરોજ તા. ૧૨-૦૭-૨૦૨૧ના રોજ સવારે વેસ્ટ ઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસોની જુદીજુદી સાઈટની મુલાકાત લીધી હતી, અને આ હાઉસિંગ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સાઓચ્ના આપી હતી.વેસ્ટઝોન પેકેજ-૧ના પાંચ પ્લોટ પૈકી ટી.પી. સ્કીમ નં. ૫ (નાનામવા)ના એફ.પી.નં. ૧૦૪ અને ૪૪૬ ની સાઈટ વિઝીટ મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવેલ છે. વેસ્ટઝોન પેકેજ-૧ અંતર્ગત રૂ. ૧૮૯.૪૫ કરોડના ખર્ચે LIG (૫૦ ચો.મી. કાર્પેટ એરિયા) પ્રકારના ૪૦૪ અને MIG (૬૦ ચો.મી. કાર્પેટ એરિયા) પ્રકારના ૯૯૬ આવાસો મળીને કુલ ૧૪૦૦ આવાસો અને ૬૧ દુકાનોની કામગીરી ચાલુ છે.

arora sv 2 વેસ્ટઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા સૂચના આપતા મ્યુનિ.કમિશનર  અરોરા
LIG પ્રકારના આવાસોમાં બે બેડરૂમ હોલ, કિચન, બે ટોઇલેટ-બાથરૂમ તેમજ MIG પ્રકારના આવાસોમાં ત્રણ બેડરૂમ, હોલ, કિચન, બે ટોઇલેટ-બાથરૂમની સુવિધા આપવામાં આવેલ છે. આ ઉપરાંત આવાસ યોજનામાં પાણીની લાઈન, ગટર વ્યવસ્થા તેમજ ગેસ પાઈપલાઈન તથા PGVCL ની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આવાસ યોજનામાં ફાયર સેફટીની પુરતી વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, લીફ્ટ, સિક્યોરીટી કેબીન, શોપિંગ સેન્ટર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, DG સેટ્સ વિગેરેની સુવિધા આપવામાં આવનાર છે.

arora sv 3 વેસ્ટઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા સૂચના આપતા મ્યુનિ.કમિશનર  અરોરા

LIG પ્રકારના આવાસો માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૧ લાખ ની સહાય મંજુર થયેલ છે.જે કુટુંબની વાર્ષિક આવક ૬ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો LIG કેટેગરીના આવાસોનો લાભ મેળવી શકશે અને ૬ થી ૭.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો MIG કેટેગરીના આવાસોનો લાભ મેળવી શકશે. ગુજરાત સરકારની નીતિ અન્વયે આવાસોની વેચાણ કિંમત નીચે પ્રમાણે રાખવામાં આવેલ છે.

ક્રમ                       આવાસની કેટેગરી               કાર્પેટ વિસ્તાર           આવાસની વેચાણ કિંમત

૧                                LIG                                 ૫૦ ચો.મી.                    રૂ. ૧૨.૦૦ લાખ
૨                                 MIG                              ૬૦ ચો.મી.                     રૂ. ૨૪.૦૦ લાખ

arora sv 4 વેસ્ટઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા સૂચના આપતા મ્યુનિ.કમિશનર  અરોરા

આજે મ્યુનિ. કમિશનર  અમિત અરોરાએ લીધેલી ઉપરોક્ત સાઈટ વિઝિટ દરમ્યાન સિટી એન્જી. (સ્પે.)  અલ્પના મિત્રા, ડેપ્યુટી એન્જિનિયર પરેશ પટેલ, પી.એ.(ટેક) ટુ કમિશનર  રસિક રૈયાણી અને એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહયા હતાં.

sago str 5 વેસ્ટઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા સૂચના આપતા મ્યુનિ.કમિશનર  અરોરા