Navratri/ વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ ખેલૈયાઓની રમઝટ વચ્ચે બ્લુ લગૂન પાર્ટી પ્લોટમાં નવરાત્રીનો કરાવ્યો આરંભ

મંતવ્ય પરિવાર તરફથી બ્લુ લગૂનમાં નવરાત્રી પર્વનું અતિ ભવ્ય આરંભ કરાવવામાં આવ્યું હતું . ખેલૈયાઓ નવરાત્રીની રમઝટ  મંતવ્ય પરિવાર સાથે માણી રહ્યા છે..

Top Stories Gujarat
8 40 વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ ખેલૈયાઓની રમઝટ વચ્ચે બ્લુ લગૂન પાર્ટી પ્લોટમાં નવરાત્રીનો કરાવ્યો આરંભ
  • આજથી નવલી નવરાત્રીનો ધમાકેદાર પ્રારંભ
  • અમદાવાદમાં મંતવ્ય ન્યૂઝે કર્યુ મહા આયોજન
  • એસજી હાઈવે પર બ્લૂ લગૂનમાં ગરબાની રમઝટ
  • વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબહેન આચાર્યની હાજરી
  • મોટી સંખ્યામાં વીઆઈપી અને ખેલૈયા ઉમટ્યા

ગુજરાતની આગવી સંસ્કૃતિ, આગવી ઓળખ સમા નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે, નવરાત્રીના પર્વને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટના આયોજનની છૂટ હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવશે.ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અમદાવાદમાં મંતવ્ય પરિવાર તરફથી ખેલૈયાઓ માટે બ્લુ લગૂન પાર્ટી પ્લોટમાં માં અંબાના પર્વમાં આરાધન સાથે ગરબાની રમઝટ સાથે આજે  વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબહેન આચાર્યએ નવરાત્રીનો આરંભ કરાવ્યો હતો. નિમાબેન આચાર્યએ આરતી કરી હતી, તેમની સાથે અમદાવાદ કોર્પોરેશનના વિરોધપક્ષના નેતા નીરવ બક્ષી પણ ઉપસ્થિત હતા. મંતવ્ય પરિવારના ગરબામાં ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલીવી રહ્યા છે અને આનંદ સાથે ઝુમી રહ્યા છે. 26 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

7 38 વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ ખેલૈયાઓની રમઝટ વચ્ચે બ્લુ લગૂન પાર્ટી પ્લોટમાં નવરાત્રીનો કરાવ્યો આરંભ

મંતવ્ય પરિવાર તરફથી બ્લૂ લગૂનમાં નવરાત્રી પર્વનું અતિ ભવ્ય આરંભ કરાવવામાં આવ્યું હતું . ખેલૈયાઓ નવરાત્રીની રમઝટ  મંતવ્ય પરિવાર સાથે માણી રહ્યા છે.. નવ દિવસના પર્વમાં નવે નવ દિવસ જાણીતા કલાકારો સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે, બ્લૂ લગૂન પાર્ટી પ્લોટ મકરબા એસજી હાઇવે પર ભવ્ય કાર્યક્રમનું આરંભ થઇ ગયું છે . નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે.