Not Set/ મૂળીમાં ચાર શખ્શોએ હોટલ માલિક પર કર્યું બે રાઉન્ડ Firing, એકને ઈજા

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઈમ રેટ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. છાશવારે Firing, હત્યા, લૂંટ જેવા ગુનાઓના બનાવો વધી ગયા છે. આ સંજોગોમાં મૂળી તાલુકાનાં સોમાસર ગામે આવેલી એક હોટલ પર અચાનક ધસી આવેલા ચાર જેટલા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ (Firing) કર્યું હતું. જેમાં હોટલ માલિક નીચે બેસી જતાં બચી ગયો હતો, જ્યારે હોટલનાં રસોયાને […]

Top Stories Gujarat Others Trending
Two rounds of firing in Muli, one injury

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઈમ રેટ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. છાશવારે Firing, હત્યા, લૂંટ જેવા ગુનાઓના બનાવો વધી ગયા છે. આ સંજોગોમાં મૂળી તાલુકાનાં સોમાસર ગામે આવેલી એક હોટલ પર અચાનક ધસી આવેલા ચાર જેટલા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ (Firing) કર્યું હતું. જેમાં હોટલ માલિક નીચે બેસી જતાં બચી ગયો હતો, જ્યારે હોટલનાં રસોયાને હાથે ગોળી વાગી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી મારામારી અને ઝગડાનાં બનાવો જાણે સામાન્ય બની ગયા હોય તેમ દિનદહાડે ફાયરિંગનાં બનાવો બની રહ્યા છે. મૂળી તાલુકાનાં સોમાસર ગામે રહેતા હમીરભાઇ ભીખાભાઇ ખાંભલા સોમાસર હાઇવે પર હોટલ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે.

તેમને  દસ મહિના પહેલા ગામનાં જ ખોડાભાઇ પગીનાં મોબાઇલમાં સઇડાનાં લખુભાઇ કાઠીનો ફોન આવેલ કે ખરાવાડમાં તું જે ઉકરડો નાંખે છે તે લઇ લેજે અને જમીન ખાલી કરી દેજે નહીતર તને અને હમીર ખાંભલાને ફાયરિંગ કરીને મારી નાંખીશ.

આ ઘટના પછી ગઈકાલે શનિવારે સવારે હમીરભાઈ તેમની હોટલ પર હતા, ત્યારે લખુભાઇ કાઠી, કનુભાઇ નાગભાઇ કાઠી, પ્રતાપભાઇ નાગભાઇ કાઠી, ઉગાભાઇ દડુભાઇ કાઠી બાઈક ઉપર સવાર થઈને હોટલ પર આવ્યા હતા. ધડાધડ બે રાઉન્ડ કરીને બાઈક સવારો નાસી ગયા હતા.

જો કે બાઈક પર આવેલા ચાર શખ્સોએ હોટલ પર આવીને કરેલા ફાયરિંગમાં હમીરભાઇ નિચે નમી હતા જેના કારણે તેમને કોઈ ઇજા થઈ ન હતી અને ગોળી દિવાલમાં ઘૂસી ગઈ હતી.

જયારે બીજી વખત ખોડાભાઇ કોળી પર ફાયરિંગ કરતા તેમની બાજુમાંથી ગોળી પસાર થઈ ગઈ હતી અને બાજુની હોટલમાં રસોઈ બનાવતા રસોઈયા એવા રાજસ્થાનનાં હેમુભાઇ મારવાડીને કોણીનાં ભાગે ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર અંગે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે અંગે મૂળી પોલીસને જાણ કરવામાં આવતા DSP સહીતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મામલાની ગંભીરતા સમજીને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.