Not Set/ America ની રેસ્ટોરન્ટમાં ફાયરિંગ, 26 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત

America ના કંસાસની એક રેસ્ટોરન્ટમાં શુક્રવારે સાંજે (સ્થાનિક સમય પ્રમાણે) થયેલા ગોળીબારમાં 26 વર્ષના ભારતીય યુવકનું મોત નીપજ્યું છે. મૃતક વિદ્યાર્થી યુવક તેલંગાનાના વારંગલનો રહેવાસી શરથ કપ્પુ અમેરિકાની મિસૂરી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાના કંસાસ પોલીસને શુક્રવારે સાંજે સાત કલાકે એક રેસ્ટોરન્ટમાં ગોળીબાર થયાની ઘટનાની માહિતી મળી હતી. આ માહિતી મળ્યા પછી […]

Top Stories India World Trending
26 year old indian student Killed in Shooting insides kansas restaurant of America

America ના કંસાસની એક રેસ્ટોરન્ટમાં શુક્રવારે સાંજે (સ્થાનિક સમય પ્રમાણે) થયેલા ગોળીબારમાં 26 વર્ષના ભારતીય યુવકનું મોત નીપજ્યું છે. મૃતક વિદ્યાર્થી યુવક તેલંગાનાના વારંગલનો રહેવાસી શરથ કપ્પુ અમેરિકાની મિસૂરી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાના કંસાસ પોલીસને શુક્રવારે સાંજે સાત કલાકે એક રેસ્ટોરન્ટમાં ગોળીબાર થયાની ઘટનાની માહિતી મળી હતી. આ માહિતી મળ્યા પછી પોલીસે તુરત જ ઘટનાસ્થળે પહોંચીને લોહીથી લથબથ શરથને એક પુલમાં પડેલો જોયો હતો. પોલીસે તરત જ આ ભારતીય યુવકને નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જો કે જ્યાં હોસ્પિટલના તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. શરથ કપ્પુના શરીર પર ગોળીઓના નિશાન પણ હતાં.

હાલ કંસાસ પોલીસ આ ફાયરિંગ ઘટનાની તપાસમાં લાગી છે, પરંતુ હજુ સુધી આ ફાયરિંગની ઘટનાનું કોઇ કારણ સામે આવ્યું નથી કે કોઇ વ્યક્તિની ધરપકડ થઇ નથી.

આ ઘટનાને નજરે જોનારાના જણાવ્યા મુજબ તેમને રેસ્ટોરન્ટમાંથી પાંચ ગોળીઓ ચાલવાનો અવાજ સંભળાયો હતો. ભારતીય વિદ્યાર્થી શરથ કપ્પુ કંસાસમાં રહેતો હતો અને હાયર સ્ટડીઝ માટે તેણે મિસૂરી યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું.

આ વિદ્યાર્થીના પરિવારને શનિવારે જાણ કરવામાં આવી હતી. જે પછી આખા પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયું હતું.મૃતકના પરિજનોએએ તેલંગાના રાજ્યના NRA મંત્રી કે.વાઇ.રામારાવને જલ્દીમાં જલ્દી શરથનું પાર્થિવ શરીર ભારત લાવવાની અપીલ કરી હતી, પરંતુ સરકાર તરફથી તેમને હજુ સુધી કોઇ જવાબ મળ્યો નથી.

અમેરિકામાં ભારતીયો પર વધી રહેલા હુમલાઓ

ભારતના વિવિધ રાજ્યોમાંથી યુવાનો નોકરી અને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં રહેતા ભારતીયોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમેરિકાના કંસાસ, શિકાગો, મિસિસિપીમાં પણ ભારતીયો પર હુમલા કરવામાં આવ્યાના સમાચારો અવારનવાર સામે આવી રહ્યા છે. ગત વર્ષે ડિસેમ્બરમાં મિસિસિપી રાજ્યમાં લુંટફાટ દરમિયાન જલંધરના રહેવાસી એવા 21 વર્ષીય સિંહની તેના ઘરની સામે જ ગોળી મારીને હત્યા કરી દેવાની ઘટના બની હતી.