Not Set/ જાણો ગુગલ કેવી રીતે સેકન્ડોમાં આપે છે તમારા સવાલોનો જવાબ..

આપણા મગજમાં જયારે કોઈ પ્રશ્ન ઉભો થાય છે, તો તેનો જવાબ જાણવા માટે આપણે આતુર થઇ જઈએ છીએ. અને ગુગલને પુછીએ છીએ, સેકન્ડમાં તમારા સવાલનો જવાબ આપનારું ગુગલ કેવી રીતે કરે છે કામએ વાત જાણવી રસપ્રદ છે

Trending Tech & Auto
2 1 14 જાણો ગુગલ કેવી રીતે સેકન્ડોમાં આપે છે તમારા સવાલોનો જવાબ..

માણસનું મગજ એક દરિયો છે અને તેમાં ઘણા બધા પ્રશ્નો ભરેલા હોય છે. આપણા મગજમાં જયારે કોઈ પ્રશ્ન ઉભો થાય છે, તો તેનો જવાબ જાણવા માટે આપણે આતુર થઇ જઈએ છીએ. અને ગુગલને પુછીએ છીએ, સેકન્ડમાં તમારા સવાલનો જવાબ આપનારું ગુગલ કેવી રીતે કરે છે કામએ વાત જાણવી રસપ્રદ છે.

ઈ.સ.1996 પહેલા સુધી કોઈ પણ પ્રશ્નોના જવાબ માટે આપણે કોઈ જાણકારને પૂછવું પડતું હતું, કે પછી પુસ્તકોમાં જોવું પડતું હતું. તેમ છતાં પણ આપણને આપણા દરેક પ્રશ્નના જવાબ મળે એ જરૂરી ન હતું. પરંતુ ઈ.સ. 1996 માં આપણા વચ્ચે ગુગલ આવ્યુ. ત્યારથી પ્રશ્નોના જવાબ જાણવાનું કામ ઘણું સરળ અને એક ક્લિકનું બની ગયું. જ્યારે પણ આપણા મનમાં કોઈ પ્રશ્ન આવે છે, તો આપણે કહીએ છીએ કે ચાલો ગુગલ કરી લઈએ. ગુગલને આપણે કાંઈ પણ પૂછી શકીએ છીએ. ત્યાંથી આપણા દરેક પ્રશ્નના જવાબ સરળતાથી મળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ગુગલ એ બધી જાણકારી લાવે છે ક્યાંથી? સ્પષ્ટ છે કે મોટાભાગના યુઝર્સ તેના વિષે નહિ જાણતા હોય. હકીકતમાં ગુગલ ત્રણ સ્ટેજમાં તમારા સુધી જાણકારી પહોંચાડે છે.

Crawling

વેબ પેજ ઉપર શું ઉપલબ્ધ છે તે જોવાનું કામ ગુગલ કરે છે. તે પેજને કોલ કરે છે. સાથે જ નવા પેજના ઈંડેક્સને તેની સાથે જોડે પણ છે. બસ આ પ્રોસેસને ક્રોલીંગ કહેવામાં આવે છે. હવે એ જાણવું પણ ઘણું જરૂરી છે કે, તે કેવી રીતે કામ કરે છે. તેના માટે ગુગલ, Web Crawlers ના Google bot નો ઉપયોગ કરે છે. તે એક Web Crawlers સોફ્ટવેર છે. તેના દ્વારા વેબ પેજને શોધવામાં આવે છે. આ પેજને શોધીને Crawlers તેની ઉપર રહેલી લીંક્સને ફોલો કરે છે. લીંકથી લીંક ઉપર જઈને ડેટા એકત્રિત કરવામાં આવે છે. પછી તેને ગુગલના સર્વર ઉપર લઇ જાય છે. આ રીતે જ નવા પેજ Google index ઉપર જોડવામાં આવે છે. કઈ વેબસાઈટને ક્રોલ કરવાની છે તે Google bot ની અગ્લોરીધમ પ્રોસેસ દ્વારા સિલેક્ટ કરવામાં આવે છે. જેમ આપણે ગુગલ ઉપર કોઈ જાણકારીને સર્ચ કરીએ છીએ, બસ તે રીતે ગુગલનું Web Crawlers પણ કામ કરે છે.

Indexing

જયારે વેબપેજ ઉપર ક્રોલર આવે છે તો તે પેજનું કંટેન્ટ ચેક કરવામાં આવે છે. તેને રેંડરીંગ પણ કહેવામાં આવે છે. તેમાં માત્ર કંટેન્ટ જ નહિ પરંતુ ઇમેજ અને વિડીયો પણ સામેલ હોય છે. આ પ્રોસેસમાં ગુગલ એ ચેક કરે છે કે, જે પેજને ક્રોલ કરવામાં આવી રહ્યું છે તે ખરખર કર્યું છે. તેમાં કીવર્ડસ અને વેબસાઈટની ફ્રેશનેસ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તે પણ જોવામાં આવે છે કે, કંટેન્ટ કોઈ બીજી વેબસાઈટ પરથી કોપી પેસ્ટ ન કરવામાં આવ્યું હોય. જો કંટેન્ટ ડુપ્લીકેટ હોય છે તો તેને રીજેક્ટ કરી દેવામાં આવે છે. તમામ જાણકારીને Google Index માં સ્ટોર કરવામાં આવે છે. તે એક મોટો ડેટાબેઝ હોય છે.

Serving Result

ગુગલ ઉપર કાંઈ પણ ટાઈપ કરતા પહેલા આપણે કીવર્ડ ઉપર ઘણું ધ્યાન આપવું પડે છે. કેમ કે કીવર્ડથી જ સાચું સર્ચ કરી શકાય છે. તે ઉપરાંત પણ ઘણી બાબતો છે જેની ઉપર સચોટ રીઝલ્ટ નિર્ભર કરે છે. સૌથી ઉપર પેજ ક્યા રેંકનું હોય છે, તે પણ મહત્વપૂર્ણ હોય છે. બસ આ રીતે જ ગુગલ તમારા દરેક પ્રશ્નના જવાબ સેકન્ડમાં આપી દે છે.

ક્યાંથી થઇ હતી ગુગલની શરૂઆત

ઈ.સ. 1996 માં ગુગલને એક રીસર્ચ દરમિયાન શરુ કરવામાં આવ્યું હતું. લેરી પેજ અને સેર્ગેઈ બ્રિને તેને બનાવ્યું હતું. તે બંને સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલય, કૈનીફોર્નીયામાં પીએચડીના વિદ્યાર્થી હતા. આ બન્ને વિદ્યાર્થિઓને જ ગુગલ ગાઈડસ કહેવામાં આવે છે. તેમને ઘણી વખત અભ્યાસને લઈને મુશ્કેલી પડતી હતી અને ઈન્ટરનેટ સુવિધાજનક ન હોવાથી તકલીફોનો સામનો કરવો પડતો હતો. તેથી તે બંનેએ આ સર્ચ એંજન બનાવ્યું. તેને એ રીતે બનાવવામાં આવ્યું કે કોઈ પણ વેબસાઈટની ક્વોલિટી જોઈને યુઝર્સને તેમના પ્રશ્ન મુજબ પરિણામ આપી શકાશે.