Not Set/ માયાનગરી વધુ એકવાર બની જળબંબાકાર, ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન પર પડી અસર

મુંબઈ, દેશની આર્થિક રાજધાની મુંબઈ વધુ એકવાર ભારે વરસાદના કારણે જળબંબાકાર બન્યું છે. છેલ્લ કેટલાક માયાનગરીમાં થયેલા વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મુંબઈમાં થયેલા ભારે વરસાદના કારણે લાઈફ લાઈન કહેવાતી લોકલ ટ્રેન પર પણ અસર પડી છે તેમજ વિમાનસેવા પણ બાધિત થઇ છે. આ ઉપરાંત વરસાદના કારણે થયેલી […]

Top Stories India Trending
mumbai માયાનગરી વધુ એકવાર બની જળબંબાકાર, ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન પર પડી અસર

મુંબઈ,

દેશની આર્થિક રાજધાની મુંબઈ વધુ એકવાર ભારે વરસાદના કારણે જળબંબાકાર બન્યું છે. છેલ્લ કેટલાક માયાનગરીમાં થયેલા વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

મુંબઈમાં થયેલા ભારે વરસાદના કારણે લાઈફ લાઈન કહેવાતી લોકલ ટ્રેન પર પણ અસર પડી છે તેમજ વિમાનસેવા પણ બાધિત થઇ છે. આ ઉપરાંત વરસાદના કારણે થયેલી બે અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોના મોત પણ નીપજ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદના કારણે સોમવાર સવાર ૪.૪૫ વાગ્યે વિદ્યાલંકર રોડ ઉપર અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગનો ર્ક ભાગ પડવાના કારણે ૭ કારો દબાઈ ચુકી છે.

શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

શનિવારથી શરુ થયેલો ભારે વરસાદ રવિવાર અને સોમવાર સવાર સુધી યથાવત રહ્યો છે. માયાનગરીના ધારાવી, બાંદ્રા, કુર્લા, ચેમ્બુર, દાદર, હિન્દમાતા અને સાયન વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાયા છે તો કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ભરાયા છે.

આ ઉપરાંત ખાર, અંધેરી અને મલાડ સબવેમાં પાણી ભરાવવાના કારણે ટ્રાફિક પર પણ અસર પડ્યો છે. બીજી બાજુ ભારે વરસાદના કારણે રવિવારે મેટ્રો સિનેમા પાસે એમજી રોડ પરથી પસાર થઇ રહેલા લોકો પર એક ઝાડ પડવાના કારણે ૨ લોકોના મોત થયા છે જયારે ૫ ઘાયલ થયા છે.

 વરસાદના કારણે ૧૫-૨૦ મિનિટ સુધી લેટ પડી લોકલ ટ્રેન

મુંબઈમાં થયેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર જગ્યાએ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ લાઈફ લાઈન કહેવાતી લોકલ ટ્રેનના સંચાલન પર પણ અસર પડી છે.

સેન્ટ્રલ રેલ્વેની ત્રણ મુખ્ય લાઈન- મેન, હાર્બર અને ટ્રાન્સ હાર્બર પર લોકલ ટ્રેન ૫ થી ૭ મિનિટ સુધી લેત પડી છે જયારે થાણે અને ભાયકુલા સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન લાઈનમાં લોકલ ટ્રેન ૧૫ થી ૨૦ મિનિટ સુધી લેટ ચાલી રહી છે.

વિમાન સેવા પર પણ પડી અસર

ભારે વરસાદના કારણે મુંબઈ એરપોર્ટ પર વિમાન સેવાઓ પર અસર પડી છે. આ દરમિયાન મેન રનવેથી ફ્લાઈટનું ઓપરેશન રોકવું પડ્યું છે. આ કારણે ૩૦ મિનિટ સુધી વિમાનોની અવરજવર પ્રભાવિત થઇ છે.