ગુજરાત/ IPL મેચમાં શાહરૂખખાન સહિત 54 લોકો બન્યા હિટ સ્ટ્રોકનો ભોગ, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ મેચ

શહેરમાં આગ ઝરતી ગરમીમાં લોકો હિટસ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. અત્યારે ગરમીની સાથે IPLની સિઝન પણ છે. શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં છેલ્લી મેચમાં અનેક લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 23T160201.695 IPL મેચમાં શાહરૂખખાન સહિત 54 લોકો બન્યા હિટ સ્ટ્રોકનો ભોગ, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ મેચ

અમદાવાદ : શહેરમાં આગ ઝરતી ગરમીમાં લોકો હિટસ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. અત્યારે ગરમીની સાથે IPLની સિઝન પણ છે. શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં છેલ્લી મેચમાં અનેક લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા. ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કેકેઆર અને એસઆરએચ વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન હિટ સ્ટ્રોકનો શિકાર થયો. જેના બાદ તેને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. શાહરૂખ ખાનની સ્થિતિ સારી છે.

અમદાવાદમાં રમાયેલ IPLની છેલ્લી બે મેચમાં 54 લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા. તમામ લોકોમાં મોટે ભાગે તાવ આવવો, ચક્કર આવવો અને માથાના દુઃખાવાની ફરિયાદ જોવા મળી. સૌથી વધુ અસર પાંચ લોકોને થઈ. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે બાકીના લોકો ઘરે સારવાર કરાવી. બુધવારે અમદાવાદમાં રેડ એલર્ટ હતું પરંતુ ક્રિકેટના રસિયાઓ મેચ જોવા સ્ટેડિય પંહોચ્યા હતા. જેમાંથી કેટલાકને પેટમાં દુખાવો, ચક્કર આવવા અને ઝાડા ઉલટી થતા તબિયત લથડતી ઘરે પાછા ફર્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જજનો શ્વાન થયો ગુમ…તો 14 લોકો સામે નોંધાવી FIR, જાણો શું છે મામલો

 આ પણ વાંચો: કેજરીવાલની નિષ્પક્ષ તપાસની માંગ પર સ્વાતિ માલીવાલે આપી પ્રતિક્રિયા, નિર્ભયાની માતાનો વીડિયો જોઈ થઈ ભાવુક

 આ પણ વાંચો: પુણે પોર્શ કેસમાં સગીર આરોપીના જામીન રદ, જુવેનાઈલ હોમમાં મોકલવાયો, પુખ્ત વયનો ગણવો કે નહિ કોર્ટે લેશે નિર્ણય