Not Set/ કેેદીએ કર્યુ કઇક એવુ કે જેલ કર્મીઓને પણ આવી ગયો પરસેવો

એક જેલ કે જ્યા કેેદી ચૂ પણ ન કરી શકે તેવી ખાતરી આપવામાં આવે છે, ત્યા એક કેદીએ એવી કરતૂત કરી છે કે જેને સાંભળી તમે પણ ચોંકી જશો. આ કેદી કોઇ અન્ય નહી પણ દિલ્હીની જેલમાં બંધ છે. જેણે થોડો સમય માટે જેલ કર્મીઓનાં નાકમાં દમ કરી દીધુ હતુ. દિલ્હીની જેલમાં એક કેદી કઇક […]

Top Stories India
jail કેેદીએ કર્યુ કઇક એવુ કે જેલ કર્મીઓને પણ આવી ગયો પરસેવો

એક જેલ કે જ્યા કેેદી ચૂ પણ ન કરી શકે તેવી ખાતરી આપવામાં આવે છે, ત્યા એક કેદીએ એવી કરતૂત કરી છે કે જેને સાંભળી તમે પણ ચોંકી જશો. આ કેદી કોઇ અન્ય નહી પણ દિલ્હીની જેલમાં બંધ છે. જેણે થોડો સમય માટે જેલ કર્મીઓનાં નાકમાં દમ કરી દીધુ હતુ.

દિલ્હીની જેલમાં એક કેદી કઇક એવુ વિચારી રહ્યો હતો જેનો વિચાર દૂર દૂર સુધી કોઇને ન આવી શકે. જાણકારી મુજબ ઘટના મંગળવાર બપોરની છે. દિલ્હીનાં મંડોલી જેલમાં એક કેદી કોર્ટમાં હાજર થયા બાદ પરત ફર્યો હતો. જેલ વાનથી ઉતર્યા બાદ તેને સખત સુરક્ષા હેઠળ જેલના ગેટની અંદર લઈ જવામાં આવ્યો હતો. જેલમાં અંદર જતા પહેલા જેલ કર્મીઓએ સુરક્ષાને ધ્યાને લઇ તેની તપાસ કરી. ત્યારે તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

તિહાર જેલના ઉચ્ચસ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘જેલનાં સુરક્ષા કર્મીઓ કેદીને’ સુરક્ષા-પોલ’પર લઈ ગયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અચાનક જ, સુરક્ષા-પોલમાંથી એક એલર્ટનો અવાજ આવવા લાગ્યો. જેનાથી પરેશાન, જેલ સુરક્ષા કર્મચારીઓને પોતાના પર જ શંકા થઇ. તેઓએ વિચાર્યું કે કેદીની તપાસમાં જાણતા- અજાણતા કોઈ ભૂલ તો કરી નથી. તેથી સ્થળ પર હાજર અન્ય જેલ સુરક્ષા કર્મીઓએ પણ શંકાસ્પદ કૈદીની ઉંડાણપૂર્વક તપાસ કરી હતી. જે પછી પણ એલર્ટ અલાર્મ શાંત ન થયો. જેવો આરોપીને સુરક્ષા-પોલની પાસે લઇ જવામાં આવે કે તુરંત જ અલાર્મ વાગવાનું શરૂ થઇ જતુ.

આ ઘણા સમય સુધી ચાલતુ રહ્યુ, ત્યારે સુરક્ષા કર્મીઓ ચિંતામાં મુકાઇ ગયા. ઘટનાસ્થળ પર ડૉક્ટરોની ટીમને બોલાવવામાં આવી. ત્યારે તેઓને શંકા ગઇ કે માનો ન માનો આરોપીએ શરીરની અંદર કોઇ ચીજ છુપાવી છે, જે બહારથી પકડમાં આવતી નથી. ત્યારબાદ આરોપીને તુરંત જ સુરક્ષા સાથે દિલ્હીનાં ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જ્યારે આરોપીને ખબર પડી કે તેના શરીરમાં કોઇ ચીજ છુપાઇ હોવાની શંકામાં તેનુ હવે ઓપરેશન કરી તે ચીજને બહાર નીકાળવાની વાત થઇ રહી છે ત્યારે તે ખૂબ જ ડરી ગયો. જેલ કર્મીઓને કલાકો સુધી ચિંતામાં મુકાયા બાદ હવે ઓપરેશનની વાત સાંભળી આરોપી ડરનાં માર્યો ધ્રૂજવા લાગ્યો.

જ્યારે ખબર પડી કે તેનો રાજ હવે ખુલવા જઇ રહ્યો છે ત્યારે તેણે પોતે જ સ્પષ્ટતા કરવી જરૂરી સમજી. સામે આવ્યુ કે, તેના પેટમાં ડૉક્ટરો દ્વારા ઓપરેશનમાં વાપરવામાં આવતી સર્જિકલ બ્લેડ છે. તેણે પહેલા બ્લેડ ઉપર ટેપ લગાવી દીધી હતી અને ત્યાર બાદ તેને પાણી સાથે ગળી ગયો હતો. જેલ સુત્રોની માનીએ તો, આરોપીનાં પેટમાં જે બ્લેડ છે તેને નિકાળવામા આવી છે. આ વિચાર તેને કેવી રીતે આવ્યો અને તે આ બ્લેડ શરીરમાંથી કેવી રીતે નિકાળવાનો હતો તે હજુ એક રાજ જ છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.