ગુજરાત/ સુરેન્દ્રનગરનાં ખેડૂતો મોટી સંખ્યામા 12 માર્ચનાં રોજ દાંડીયાત્રામાં જોડાશે

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ કરતા ખેડૂતો છેલ્લા બે મહિના જેટલા સમયથી આંદોલનનું રણશિંગુ ફુકી દિલ્હી બોર્ડર પર બેઠા છે.

Gujarat Others
ગરમી 31 સુરેન્દ્રનગરનાં ખેડૂતો મોટી સંખ્યામા 12 માર્ચનાં રોજ દાંડીયાત્રામાં જોડાશે

@દેવજી ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ કરતા ખેડૂતો છેલ્લા બે મહિના જેટલા સમયથી આંદોલનનું રણશિંગુ ફુકી દિલ્હી બોર્ડર પર બેઠા છે. ત્યારે શરુઆતમા આંદોલનકર્તા ખેડૂતો દ્વારા માત્ર દિલ્હીમાં જ પોતાનો વિરોધ્ધ પ્રદર્શન કર્યો હતો, પરંતુ હવે ધીરેધીરે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરુ કરવામાં આવી રહ્યા છે, અને જેના લીધે ગુજરાત રાજ્યમાં પણ દાંડીયાત્રાની શરુઆત કરાઇ છે.

સુરત: મનપાએ શાળાઓમાં ટેસ્ટિંગ કર્યું સઘન, 5 શિક્ષકો આવ્યા કોરોના પોઝિટિવ

ગુજરાત પ્રદેશ કોગ્રેસ અને કિશાન કોગ્રેસ દ્વારા 12 માર્ચનાં રોજ અમદાવાદ ગાંધી આશ્રમથી યાત્રા શરુ કરી 16 માર્ચનાં રોજ દાંડી ખાતે આ યાત્રા પૂર્ણ કરશે. પાંચ દિવસ ચાલનારી આ યાત્રાનો મુખ્ય હેતુ ખેડૂતો માટે કૃષિબિલ પાછા ખેંચવા સહિત મોંઘવારી, પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારા સહિત રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવાનો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગાંધીજી દ્વારા મીઠા(નમક) માટે આ યાત્રાનો આયોજન કરાયુ હતુ. ત્યારે ફરી એક વાર ખેડૂતોનાં હક્ક માટે શરુ થયેલી યાત્રામાં સુરેન્દ્નનગર જીલ્લાનાં અનેક ખેડૂતો પોતાનુ ટ્રેક્ટર લઇને આ યાત્રામાં જોડાશે.

આગ્રા / આ અકસ્માતનાં દ્રશ્યો તમારા રૂંવાટા કરી દેશે ઉભા, 8 થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

આ બાબતે સુરેન્દ્નગર જીલ્લા કિશાન કોગ્રેસનાં પ્રમુખ રામકુભાઇ કરપડા દ્વારા જણાવાયુ હતુ કે, સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામા આ યાત્રામાં જોડાશે અને આ તમામ ખેડૂતો સ્વૈચ્છીક રીતે જોડાવાના છે. આ સાથે દાંડીયાત્રા કાર્યક્રમ માત્ર કોંગ્રેસ માટે નહિ પરંતુ જીલ્લાનાં અનેક નિષ્પક્ષ ખેડૂત આગેવાનો પણ જોડાશે અને સરકાર સમક્ષ વિરોધ રજુ કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ