Not Set/ સત્તાનું શાણપણ/ બોલો…!! સુરતમાં કોર્પોરેટરે જ ક્લેક્ટરને બદલે વતન જવા આપ્યો દાખલો

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે મઝા મૂકી છે લોક ડાઉનને લઇ ને અન્ય પ્રાંતોમાં વસતા ગુજરાતીઓની હાલત પણ કફોડી બની છે. છેલ્લાદોઢ મહિના કરતા પણ વધુ સમ્ય્હતી ઘરમાં કોઈ જ જાતની આવક વિના વિતાવતા હવે લોકો વતન જવા ઉતાવળા બન્યા છે. ત્યારે પરપ્રાંતિયોની જેમ જ ગુજરાતમાં બીજા શહેરોમાં ફસાયેલા લોકોને પણ પોતપોતાના ઘરે જવાની પરવાનગી આપવામાં […]

Gujarat Surat
d347c5185eb5dc0e57cb603f997420be સત્તાનું શાણપણ/ બોલો...!! સુરતમાં કોર્પોરેટરે જ ક્લેક્ટરને બદલે વતન જવા આપ્યો દાખલો

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે મઝા મૂકી છે લોક ડાઉનને લઇ ને અન્ય પ્રાંતોમાં વસતા ગુજરાતીઓની હાલત પણ કફોડી બની છે. છેલ્લાદોઢ મહિના કરતા પણ વધુ સમ્ય્હતી ઘરમાં કોઈ જ જાતની આવક વિના વિતાવતા હવે લોકો વતન જવા ઉતાવળા બન્યા છે.

ત્યારે પરપ્રાંતિયોની જેમ જ ગુજરાતમાં બીજા શહેરોમાં ફસાયેલા લોકોને પણ પોતપોતાના ઘરે જવાની પરવાનગી આપવામાં આવી રહી છે. ત્યારે આ માટે લેવાની પરવાનગીમાં પણ મોટા પાયે છબરડા બહાર આવી રહ્યા છે. સુરતના કોર્પોરેટરે સત્તાના જોરે પરવાનગી આપી દેવાની ઘટના સામે આવી છે. અને એ પણ પોતાના ખાનગી લેટર હેડ ઉપર બોલો.

સુરતના વોર્ડ નંબર-1 ના કોર્પોરેટર હીના ચૌધરીએ પોતાના લેટરપેડ પર વતન જવા માટે દાખલો આપ્યો હતો. જયારે આવા વતન જવા ઈચ્છુક લોકોને અથવા બસને માત્ર પરવાનગી આપવાની સત્તા માત્ર કલેકટરને જ છે.  કોર્પોરેટર હીના ચૌધરી પાસે સુરતથી પાટણ જવા માટે પરવાનગી માંગવામાં આવી હતી જે સુરતના આ કોર્પોરેટરે આપી દીધી હતી. અને હવે પરમીશન ઈશ્યુ કરતા તેણીની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે. અખિલ ભારતીય હિન્દૂ મહાસભાએ કોર્પોરેટર સામે ફરિયાદની અરજી કરી  છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.