Not Set/ #Ahmedabad/ આજથી શરૂ થશે અમદાવાદથી દિલ્હીની ટ્રેન, માત્ર કન્ફોર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રીઓને મળશે પ્રવેશ

દેશમાં જ્યા એક તરફ લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે તો બીજી તરફ મજૂર વર્ગ પોતાના ઘરે કેવી રીતે જઇ શકે તે વિચાર સાથે પગપાળા નિકળી રહ્યો છે. ઉપરાંત ઘણા એવા લોકો પણ છે કે જેઓ ટ્રેન શરૂ થવાની રાહ જોઇ રહ્યા છે. ત્યારે આજે મંગળવારે તેમના માટે આ એક સારા સમાચાર સામે આવ્યા […]

Ahmedabad Gujarat
8a511a0ee28ef187e260927a24faef3b #Ahmedabad/ આજથી શરૂ થશે અમદાવાદથી દિલ્હીની ટ્રેન, માત્ર કન્ફોર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રીઓને મળશે પ્રવેશ
8a511a0ee28ef187e260927a24faef3b #Ahmedabad/ આજથી શરૂ થશે અમદાવાદથી દિલ્હીની ટ્રેન, માત્ર કન્ફોર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રીઓને મળશે પ્રવેશ

દેશમાં જ્યા એક તરફ લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે તો બીજી તરફ મજૂર વર્ગ પોતાના ઘરે કેવી રીતે જઇ શકે તે વિચાર સાથે પગપાળા નિકળી રહ્યો છે. ઉપરાંત ઘણા એવા લોકો પણ છે કે જેઓ ટ્રેન શરૂ થવાની રાહ જોઇ રહ્યા છે. ત્યારે આજે મંગળવારે તેમના માટે આ એક સારા સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, આજે અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ થવા જઇ રહી છે.

મંગળવારતી અમદાવાદતી દિલ્હીની ટ્રેન શરૂ થવા જઇ રહી છે, જેમા માત્ર કન્ફોર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ મળશે. યાત્રીકો અને તેમને મૂકવા આવનારા વાહન ચાલકોની અવર-જવર કન્ફર્મ ઇ-ટિકીટને ધ્યાને લઇને કરવા દેવાશે અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂર નથી. આપને જણાવી દઇએ કે, ભારત સરકારનાં રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થશે.

રાજ્યનાં પોલીસ મહાનિર્દેશકે શિવાનંદ જ્હા એ આ ટ્રેન સેવાનાં યાત્રીકો અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે, એટલું જ નહિ, આવા યાત્રીકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર-જવર માટે કન્ફોર્મ ઇ-ટિકીટને માન્ય રાખવામાં આવશે. ઉપરાંત પોલીસ મહાનિદેશકએ જણાવ્યું છે કે, આ હેતુસર અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.