Not Set/ ભરુચ/ પાનોલી GIDCની ખાતર કંપનીમાં સાત માસનું બાળક જેસીબી નીચે કચડાઇ જતા મોત

ભરૂચમાંથી જેસીબી નીચે બાળક કચડાતા જવાથી મોત નીપજ્યાની દુખદ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જો કે, આ મામલાને અકસ્માત કરતા બેદરકારીનો મામલો કહેવો વધુ યોગ્ય કહી શકાય, અને આમ પણ કોઇ પણ અકસ્માત કોઇને કોઇની બેદરકારી કે બેજવાબદારી થકી જ સર્જાઇ છે. પરંતુ અહીં વાત છે ફક્તને ફક્ત 7 માસનાં ફૂલ સમા બાળકની. જી હા, પાનોલી […]

Gujarat Others
9baef82cb92196da045d189890183563 ભરુચ/ પાનોલી GIDCની ખાતર કંપનીમાં સાત માસનું બાળક જેસીબી નીચે કચડાઇ જતા મોત

ભરૂચમાંથી જેસીબી નીચે બાળક કચડાતા જવાથી મોત નીપજ્યાની દુખદ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જો કે, આ મામલાને અકસ્માત કરતા બેદરકારીનો મામલો કહેવો વધુ યોગ્ય કહી શકાય, અને આમ પણ કોઇ પણ અકસ્માત કોઇને કોઇની બેદરકારી કે બેજવાબદારી થકી જ સર્જાઇ છે. પરંતુ અહીં વાત છે ફક્તને ફક્ત 7 માસનાં ફૂલ સમા બાળકની.

જી હા, પાનોલી GIDCમાં ખાતર બનાવતી કંપનીમાં આ દુખદ ઘટના બની છે. પ્રાપ્ત વિગતો મુજબ કંપનીમાં કામ કરતા જેસીબી નીચે 7 માસનું બાળકનું કચડાતા મોત નીપજ્યું છે. અકસ્માત સર્જાતા જ જેસીબી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મરણજનાર 7 માસનુ બાળક કંપનીમાં કારતી મહિલા મજૂરનું હોવાનું સામે આવી રહ્યું છે. આમ તો આ કંપનીમાં બાળક સાથે શ્રમિકોનાં પ્રવેશની સખ્ત મનાઇ છે. ત્યારે કંપની ની સિક્યોરીટી સિસ્ટમ પર સવાલો ઉભા થયા જ છે, પરંતુ બાળક ફક્ત સાત માસનું જ હોવાથી બાળકનું ધ્યાન રાખતા લોકો પર પણ સવાલો ઉભા થાય છે. 

મામલામાં કંપની સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી  જ છે, પરંતુ બાળક જેસીબી નીચે કે જેસીબીનાં રસ્તામાં કેમ આવી ગયુ તે પણ અણીયારો પ્રશ્ન છે. જો કે, ઘટનાની જાણ થચા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews