સરહદ/ POKમાં રહેતો છોકરો કબુતરની પાછળ પાછળ LOCને ઓળંગીને ભારતમાં પ્રવેશ્યો અને પછી…

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહેતા એક પરિવારનો દાવો છે કે તેમનો પુત્ર ભૂલથી નિયંત્રણ રેખા (LOC) ઓળંગીને ભારતીય વિસ્તારમાં ઘુસી ગયો હતો, 14 વર્ષના છોકરાના પરિવારજનો હવે તેમના પુત્ર માટે બેતાબ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પુત્રને છોડાવવા માટે વિનંતી કરી રહ્યા છે

Top Stories World
6 9 POKમાં રહેતો છોકરો કબુતરની પાછળ પાછળ LOCને ઓળંગીને ભારતમાં પ્રવેશ્યો અને પછી...

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહેતા એક પરિવારનો દાવો છે કે તેમનો પુત્ર ભૂલથી નિયંત્રણ રેખા (LOC) ઓળંગીને ભારતીય વિસ્તારમાં ઘુસી ગયો હતો. 14 વર્ષના છોકરાના પરિવારજનો હવે તેમના પુત્ર માટે બેતાબ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પુત્રને છોડાવવા માટે વિનંતી કરી રહ્યા છે.

આ છોકરાનું નામ અબ્દુલ સમદ જણાવવામાં આવી રહ્યું છે. આ છોકરો ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પૂંચ નજીકથી પકડાયો હતો. લાહોરમાં સમદના એક સંબંધીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે તેનો ભત્રીજો તેના પાલતુ કબૂતરોને ખૂબ પ્રેમ કરે છે. 25 નવેમ્બરે તે આ પક્ષીનો પીછો કરતા ભારતીય સરહદમાં ઘૂસી ગયો હતો. સમદના મામા અર્દબ અલીએ જણાવ્યું હતું કે સમદનું ઘર ટેટ્રિનોટમાં છે, જે એલઓસીથી થોડાક મીટર દૂર આવેલું છે. આ સ્થળ પુંછ-રાવલકોટ રોડની નજીક ચકન-દા-બાગ ક્રોસિંગ પોઈન્ટ પર સ્થિત છે.

સમદના સંબંધીઓનું કહેવું છે કે બાળક પ્રાણીને ઉછેરવાનો શોખીન છે. તેની પાસે એક કૂતરો પણ છે. તે દિવસે તેણે તેના કબૂતરોને મુક્ત કર્યા હતા અને તેમને અનુસરીને અકસ્માતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. તે માત્ર એક બાળક છે અને તેને ખબર ન હતી કે તે LoC પાર કરશે.

ઉલ્લેખનીય છે કે સમદ PoK સ્થિત સ્ટાર્સ સ્કૂલ સિસ્ટમ ટેટ્રિનોટમાં ધોરણ 9 નો વિદ્યાર્થી છે. સમદની માતાનું અવસાન થયું છે. તે પછી તેના પિતાએ બીજા લગ્ન કર્યા. ત્યારથી સમદ તેના દાદા-દાદી સાથે રહે છે. સમદના મામાના કહેવા પ્રમાણે, છોકરાનો આખો પરિવાર ગભરાયેલો છે અને તેને મુક્ત કરવા ભારતને અપીલ કરી રહ્યો છે.

કેટલાક મીડિયા અહેવાલોમાં, સરકારી સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ સગીરના કેસથી વાકેફ છે. પરંતુ હજુ સુધી પાકિસ્તાન તરફથી કોઈ રાજદ્વારી કે સત્તાવાર મદદની ઓફર કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે સમદને પૂંચમાં જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને ચિલ્ડ્રન હોમમાં મોકલી દેવામાં આવ્યો છે. અહીં નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશને કહ્યું કે તેઓને આ બાબતની જાણ નથી.