Assembly/ વિધાનસભામાં આગવી શૈલીમાં મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું સંબોધન ,પંચાયતની ચૂંટણીમાં ત્રણ નેતાગીરી મહત્વની, VR-CR-NR

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે હવે જીત પ્રાપ્ત કરી અને કેસરી રહ્યો છે ત્યારે આજે વિધાનસભામાં મુખ્યમંત્રી રૂપાણી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભામાં આગવી શૈલીથી

Gujarat
vrcrnr વિધાનસભામાં આગવી શૈલીમાં મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું સંબોધન ,પંચાયતની ચૂંટણીમાં ત્રણ નેતાગીરી મહત્વની, VR-CR-NR

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે હવે જીત પ્રાપ્ત કરી અને કેસરિયો લહેરાયો છે ત્યારે આજે વિધાનસભામાં મુખ્યમંત્રી રૂપાણી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભામાં આગવી શૈલીથી સંબોધન કર્યું હતું. તેમના આ સંબોધનથી વિધાનસભાના વાતાવરણમાં નવું જોમ જોવા મળ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સંબોધન કરતા જણાવ્યું હતું કે 61 વર્ષ બાદ ભાજપે આટલી મોટી જીત પ્રાપ્ત કરે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો એ ઇતિહાસ રચ્યો છે. આ માટે ભાજપના સૌ કાર્યકર્તાઓનો તેમણે આભાર માન્યો હતો.

Political / ભાજપના કારણે લોકશાહી ઉપરથી લોકોનો વિશ્વાસ ઘટયો , મતદાનની ટકાવારી ઘટી છે : ભરતસિંહ સોલંકી

આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી એ ગૃહમાં નેતાગીરી બાબતે એક નવું સૂત્ર આપ્યું હતું.મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પંચાયતની ચૂંટણીમાં ખૂબ મહત્વની છે. VR એટલે કે વિજય રમણીકલાલ રૂપાણી, CR એટલે કે ચંદ્રકાંત રઘુનાથ પાટીલ, અને NR એટલે કે નીતિન પટેલ. આ ઉપરાંત તેઓએ સંબોધનમાં ઉમેર્યું હતું કે અમે 20-20 રમીએ છીએ તેમજ વધુમાં જણાવ્યું હતું કે અડધી પીચ પર રમીએ છીએ.મુખ્યમંત્રી રૂપાણીના અનોખા અંદાજ નિહાળી અને ઉપસ્થિત સૌ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

cm 20 વિધાનસભામાં આગવી શૈલીમાં મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું સંબોધન ,પંચાયતની ચૂંટણીમાં ત્રણ નેતાગીરી મહત્વની, VR-CR-NR

RMC / રાજકોટ મનપા દ્વારા મહિલાઓને અનોખી ભેટ,8 માર્ચે RMTS અને BRTS બસની મુસાફરી free

એ બાબત ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા, અને અમદાવાદમાં હોસ્પિટલમાં સારવાર બાદ તેઓ સાજા થયા હતા અને રાજકોટમાં તેઓ મતદાન કરવાનું ચૂક્યા ન હતા. અભિવાદન સભામાં પણ તેઓએ ભાજપની ઐતિહાસિક જીત બદલ સંબોધન કર્યું હતું.તેઓને બીમારી બાદ શરીરમાં નબળાઈ હોવા છતાં તેઓએ બેસીને પ્રવચન કર્યું હતું. તેમજ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારે ફરી એક વખત તેઓના આ જોષ જોઈ અને ભાજપના નવોદિત ચૂંટાયેલા નેતાઓનો તેમજ કાર્યકર્તાઓનો ઉત્સાહ બેવડાઇ ગયો હતો.

VIJAY MALYA / ભારતની બેન્કોને કરોડોનો ચૂનો ચોપડનારા વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઈ બ્રિટને કાઢ્યુ નવું જ ગતકડું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…