Not Set/ અહીં શાળાના આચાર્ય પોતે જ હાથમાં સાવરણો લઈ શાળાની સફાઈ કરે છે, કારણ છે કઈ આવું …

અહીં શાળાના આચાર્ય જ પોતે જ હાથમાં સાવરણો લઈ શાળાની સફાઈ કાર્યમાં જોડાઈ ગયા છે.   જી હા જસદણ તાલુકાના વડોદ ગામની તાલુકા શાળાના આચાર્ય ગિરીશભાઇનો સફાઈ એ જીવન મંત્ર છે.

Gujarat Others Trending
કોરોના 2 8 અહીં શાળાના આચાર્ય પોતે જ હાથમાં સાવરણો લઈ શાળાની સફાઈ કરે છે, કારણ છે કઈ આવું ...

દેશમાં સ્વચ્છતાને લઈને અનેક અભિયાનો કરવામાં આવ્યાં છે. સ્વચ્છતા અભિયાનમાં બાળકો પણ જોડાયા છે. આને કહેવાય છે કે બાળકો જે જુએ છે તે કરે છે. અને તેવા જ સંસ્કાર બાળકોમાં આવે છે. ત્યારે વડોદ ગામના આચાર્યએ બાળકોને સાફ સફાઈનો પાઠ ભણાવ્યો છે.

કોરોના 2 9 અહીં શાળાના આચાર્ય પોતે જ હાથમાં સાવરણો લઈ શાળાની સફાઈ કરે છે, કારણ છે કઈ આવું ...

હાથમાં સાવરણો લઈને ઉભેલા અને શાળાની લોબીમાં કામ કરનાર વ્યક્તિ એટલે સામાન્ય રીતે સફાઈ કર્મચારી જ યાદ આવે પરંતુ અહીં આજે એક આચાર્યની વાત કરવાની છે. જી હા. અહીં શાળાના આચાર્ય પોતે જ હાથમાં સાવરણો લઈ શાળાની સફાઈ કાર્યમાં જોડાઈ ગયા છે.   જી હા જસદણ તાલુકાના વડોદ ગામની તાલુકા શાળાના આચાર્ય ગિરીશભાઇનો સફાઈ એ જીવન મંત્ર છે. આજ થી 4 વર્ષ પહેલા ગિરીશ ભાઈ વડોદની આ શાળાના આચાર્ય તરીકે જોડાયા હતા.  ત્યારે આ શાળાની હાલત સામાન્ય હતી. ત્યારે શાળાને સ્વછતા અને એક મોડેલ શાળા બનાવવાની તેવો એ શરૂઆત કરી.

કોરોના 2 10 અહીં શાળાના આચાર્ય પોતે જ હાથમાં સાવરણો લઈ શાળાની સફાઈ કરે છે, કારણ છે કઈ આવું ...

ગીરીશ ભાઈના પ્રયાસોએ  શાળાને એક મોડેલ શાળા બનાવી છે.  ત્યારે આ શાળાને મોડેલ શાળા બનાવવા માટે આચાર્યને 4 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. આચાર્ય ગિરિશ ભાઈ તેમના સમય કરતા 1 કલાક વહેલા શાળાએ આવીને શાળાની સાફસફાઈ કરે છે. ગિરિશભાઈએ શૌચાલય પણ તેમની જાતે જ સાફ કર્યા છે.  તેમને  અને તેમનું સફાઈ અભિયાન જોઈને શાળાના બાળકો પણ પોતાના જીવનમાં સફાઈને પોતાના ઉદેશ બનાવે તેવું આચાર્ય માને છે.કોરોના 2 11 અહીં શાળાના આચાર્ય પોતે જ હાથમાં સાવરણો લઈ શાળાની સફાઈ કરે છે, કારણ છે કઈ આવું ...

સફાઈ અને સ્વચ્છતા માટે વડોદ તાલુકા શાળાના આચાર્યે જે કામ કર્યું છે. તેમાંથી શાળાના વિદ્યાર્થીઓ શિખ મેળવવા જેવી છે. જો દેશને સ્વચ્છ બનાવો હોય તો ગિરિશભાઇ જેવા હજુ થોડા શિક્ષકો આગળ આવે તે જરૂરી છે.