Not Set/ બધુ સરકાર જ ન કરી આપે, થોડું નાગરીકોએ પણ કરવું પડશે.. સિદ્ધપુરમાં માસ્ક વિના બેફામ ફરતા લોકો ચેતીજજો…

કોરોના મહામારીના અજગરી ભરડામાં પાટણ જિલ્લો આવી જ ગયો છે અને દિન પ્રતિદિન કોરોનાનાં કેસોમાં અવિરત વધારો થઈ રહ્યો છે. ત્યારે સિદ્ધપુરની બજારોમાં લોકોએ માસ્ક ન પહેર્યું હોય, તેવા લોકો પાસેથી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોકો મહારાગોચાળાને એકદમ હલકામાં લઇ રહ્યા હોય તેવું પ્રતિતિ થઇ રહ્યું હોય તેવી રીતે બજારમાં અને ખાસ કરીને શાખભાજીની લારીઓ પર માસ્ક વગર લોકો વેચાણ અને ખરીદી કરતા જોવા મળી […]

Gujarat Others
fde12260e86df5669f73afa9377001de બધુ સરકાર જ ન કરી આપે, થોડું નાગરીકોએ પણ કરવું પડશે.. સિદ્ધપુરમાં માસ્ક વિના બેફામ ફરતા લોકો ચેતીજજો...

કોરોના મહામારીના અજગરી ભરડામાં પાટણ જિલ્લો આવી જ ગયો છે અને દિન પ્રતિદિન કોરોનાનાં કેસોમાં અવિરત વધારો થઈ રહ્યો છે. ત્યારે સિદ્ધપુરની બજારોમાં લોકોએ માસ્ક ન પહેર્યું હોય, તેવા લોકો પાસેથી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

લોકો મહારાગોચાળાને એકદમ હલકામાં લઇ રહ્યા હોય તેવું પ્રતિતિ થઇ રહ્યું હોય તેવી રીતે બજારમાં અને ખાસ કરીને શાખભાજીની લારીઓ પર માસ્ક વગર લોકો વેચાણ અને ખરીદી કરતા જોવા મળી રહયા છે. આવા બેજવાબદારોને કારણે કોરોના સંક્રમણ વધે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

સિદ્ધપુરના શાખભાજી બજાર તેમજ ઝાંપલીપોળ વિસ્તારમાં શાકભાજીના ફેરીયાઓ તેમજ અવર-જવર કરતા લોકોને જાણે કોરોનાનો બિલકુલ ભય ન હોય તેમ માસ્ક પહેર્યા વિના જ  ફરતા જોવા મળ્યા હતા. કદાચ આજ કારણ છે કે, સિદ્ધપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા સંક્રમણ ન વધે તે માટે કડક હાથે કામ લેવાનાં સુર ઉઠવા પામ્યો છે. પાલિકા અને પોલીસ બંને દ્વારા દંડ વસૂલી નાગરીકોને પોતાની સામાજીક ફરજનું ભાન કરાવવામાં આવી જ હોય છે. ત્યારે લોકો એ પણ કોરોનાની મહામારી સામેની લડતમાં પોતાનો હિસ્સો આપવો જ જોઇએ, આ લડાઇ ફક્ત સરકારની જ નથી, નાગરીકોની પણ છે તે જાગૃતિ લાવવી જરુરી છે. બધુ જ સરકાર ન કરી આપે, થોડું નાગરીકોએ પણ કરવું જ રહ્યું જો આ જંગ જીતવી હોય.

પ્રવીણ દરજી, મંતવ્ય ન્યુઝ, પાટણ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews