Not Set/ #રથયાત્રા: એક સમયે “કોમી તોફાનો”નાં નિશાન પર રહેતી રથયાત્રા હવે “કોમી એખલાસ”નું પ્રતિક

142 વર્ષથી ગુજરાતમાં ભાવ-ભક્તિનું પ્રતિક રહેલી અને લગભગ દોઢ સદીથી ચાલી આવતી ભવ્ય ઇતિહાસીક પરંપરા એટલ કે બહેન સુભદ્રા અને ભાઇ બલદેવ સાથે ભગવાન જગ્નનાથની નગરચર્યાનો દિવસ. પૌરાણીક માન્યતા અને ધર્મભક્તિનાં પ્રતિક સમી આ #રથયાત્રા એક સમયે “કોમી તોફાનો”નાં નિશાન પર રહેતી અને આજે સમય અંતરે આજ #રથયાત્રા હવે “કોમી એખલાસ”નું પ્રતિક છે ત્યારે જાણો […]

Top Stories Ahmedabad Gujarat Navratri 2022
pjimage 1 #રથયાત્રા: એક સમયે "કોમી તોફાનો"નાં નિશાન પર રહેતી રથયાત્રા હવે "કોમી એખલાસ"નું પ્રતિક

142 વર્ષથી ગુજરાતમાં ભાવ-ભક્તિનું પ્રતિક રહેલી અને લગભગ દોઢ સદીથી ચાલી આવતી ભવ્ય ઇતિહાસીક પરંપરા એટલ કે બહેન સુભદ્રા અને ભાઇ બલદેવ સાથે ભગવાન જગ્નનાથની નગરચર્યાનો દિવસ. પૌરાણીક માન્યતા અને ધર્મભક્તિનાં પ્રતિક સમી આ #રથયાત્રા એક સમયે “કોમી તોફાનો”નાં નિશાન પર રહેતી અને આજે સમય અંતરે આજ #રથયાત્રા હવે “કોમી એખલાસ”નું પ્રતિક છે

ત્યારે જાણો #રથયાત્રાનાંં ઇતિહાસની ડાર્ક સાઇડ પણ. ઘર્મ-ભક્તિને કોમી એખલાસનાં ઘોડાપુર આજે જે #રથયાત્રામાં વહે છે. ત્યાં #રથયાત્રા સાથે ભૂતકાળમાં રાજ્યભરમાં ફાટી નીકળેલા રમખાણોની પણ  અપાવે છે.  જો કે હાલ માહોલ ઘણો બદલાઇ ગયો છે અને એક સમયે “કોમી તોફાનીઓનાં નિશાન પર રહેતી, #રથયાત્રા આજે “કોમી એખલાસ”નું પ્રતિક છે.

pjimage 1 1 #રથયાત્રા: એક સમયે "કોમી તોફાનો"નાં નિશાન પર રહેતી રથયાત્રા હવે "કોમી એખલાસ"નું પ્રતિક

આ વર્ષોમાં #રથયાત્રા બની હતી રક્તરંજીત……

1992: બાબરી ધ્વંસ બાદ ફેલાયેલી તંગદિલીમાં રથયાત્રાનો અવસર હિંસાની આગમાં ઝડપાઈ ગયો હતો. જોકે 92ના વર્ષ બાદ આજે 27 વર્ષ વીતી ગયાં, પણ કાંકરીચાડો સરખો થયો નથી.

1985-86: રથયાત્રા એક સમયે રાજકીય દંગલમાં પણ ફસાઇ છે. જ્યારે ગુજરાતમાં અનામત આંદોલન – 2ને લીધે સ્થિતિ ગંભીર પ્રવર્તિતી હતી અને સરકાર દ્રારા રથયાત્રા પર પ્રતિબંધ મુકાયો હતો ત્યારે મંદિરનાં પ્રવેશ ઘ્વાર પર જ મંદિરનાં ગજરાજોએ પોલીસવાનો હડસેલી રથનું પ્રયાણ કરાવ્યું હતું.

1969માં ગાયો બની હતી રમખાણની નિમીત,1969માં જ્યારે મંદિરની ગાયો ચારો ચરીને પરત ફરી રહી હતી ત્યારે કબાબ-ભજિયાંની ગરમા ગરમ વાનગી તૈયાર કરી રહેલી એક હાટડીનો તાવડો ગાયની અડફેટમાં આવી ગયો હતો, જેથી દુકાનદારે ઝારો તાવડામાં બોળીને ગરમ તેલ ગાય પર છાંટ્યું અને પછી રાતે ટોળાએ મંદિર પર હુમલો કર્યાની અફવા ફેલાઈ ગઇ હતી. તો સાથે સાથે નિજ મંદિરનાં તત્કાલીન મહંતે ઉપવાસ શરૂ કરી દેતા જ સવાર સુધીમાં તંગદિલી ફેલાઈ હતી.

1946: ઇતિહાસમાં પ્રથમ વખત 1946માં રથયાત્રા કાલુપુર દરવાજા બહાર અવેલા રાજમહેલ સર્કલ પાસે પહોંચી ત્યારે મલ-કુસ્તીનાં દાવ કરતા અખાડાના કુસ્તીબાજોની મશ્કરી કરવામા આવતા રમખાણનો પલિતો ચંપાયો હતો અને રમખાણો જોતજોતામાં કોમી રમખાણો બની ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.