Accident/ દેહગામ પાસે આઇસર અને એક્ટિવા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 નાં કરુણ મોત

આ મામલે મળતી માહિતી અનુસાર, દહેગામના પાલૈયા બાયડ રોડ પર આઇસર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.

Gujarat Others
a 269 દેહગામ પાસે આઇસર અને એક્ટિવા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 નાં કરુણ મોત

ગુજરાત રાજ્યમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. સતત એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, દહેગામના પાલૈયા બાયડ રોડ પર આઇસર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા જમા થઇ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળના કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ મૃતક યુવકોની ઉમર 20 વર્ષની છે. મૃતકમાં એક યુવક દહેગામનો જ્યારે બીજો યુવક પાલજનો હોવાનું જાણવા મળ્યું છે. બંને યુવકોના પરિવારને ઘટનાની જાણ થતાં શોકનો માહોલ છવાઇ ગયો હતો

અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. અકસ્માતના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની જાણ થતાં બંને યુવાનોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માત કર્યા બાદ ડ્રાઇવર ટ્રક મુકી નાસી ગયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે