દારૂ/ નવસારીમાં પરિક્રમા એપાર્ટમેન્ટના પાર્કિગમાંથી વિદેશી દારૂ ભરેલી કાર મળી આવી

નવસારીમાં કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો

Gujarat
daru નવસારીમાં પરિક્રમા એપાર્ટમેન્ટના પાર્કિગમાંથી વિદેશી દારૂ ભરેલી કાર મળી આવી

નવસારીમાં દારૂની હોમ ડિલીવરીનો ધંધો પુરજોશમાં ચાલી રહ્યો છે.  ગત રાતે શહેરના મધ્યમાં આવેલા લુંસીકુઈ સ્થિત પરિક્રમા એપાર્ટમેન્ટની બી વિંગના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલી કાર મળી આવી હતી.શહેરમાં વિદેશી દારૂ ઘર સુધી સપ્લાય કરતા ચારપુલના બૂટલેગરો પર નવસારી ટાઉન પોલીસે તવાઇ બોલાવી છે. શહેરના મધ્યમાં આવેલા લુંસીકુઈ સ્થિત પરિક્રમા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી 32,000નો વિદેશી દારૂ ભરેલી કાર મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી ચારપુલના બે બુટલેગરોની ધરપકડ કરીને અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.

નવસારી શહેરમાં ઘરબેઠા દારૂની હોમ ડિલીવરી મળી જાય છે. ચારપુલ વિસ્તારના બુટલેગરો આરામથી દારૂ પહોચાડી દે છે. શહેરમાં દારૂનો ધંધો પુરજોશમાં ચાલી રહ્યો છે. શહેરના મધ્યમાં આવેલા લુંસીકુઈ સ્થિત પરિક્રમા એપાર્ટમેન્ટની બી વિંગના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલી કાર મળી આવી હતી. જ્યારે કારમાંથી દારૂ મળ્યાની વાતે શહેરમાં ચકચાર જગાવી છે. ઘટનાસ્થળેથી નવસારી ટાઉન પોલીસે ચારપુલના ટાપરવાડ ખાતે રહેતા 44 વર્ષીય ઇલ્યાસ અબ્દુલ મુલતાની અને 56 વર્ષીય અલ નાસીર અબ્બાસ શેખની ધરપકડ કરી હતી.પોલીસે ગુનો નાંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે  ચારપુલના નામચીન એવા બુટલેગર સાજીદ ઈકબાલ શેખ તેમજ પરિક્રમા એપાર્ટમેન્ટ ખાતે રહેતા મુન્ના પીંજારા ઉર્ફે અબ્દુલ સત્તાર ઇબ્રાહિમ મુલતાની તેમજ પરિક્રમાના લિફ્ટમેન કિશોર ગાંધીને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી 1,00,000ની કાર, 32,800નો વિદેશી દારૂ અને 1,000 રૂપિયાના બે મોબાઇલ ફોન મળી કુલ 1.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી તેમજ આગળની તપાસ હાથ ધરી છે.