મોરબી/ નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી…, તું નીકળ કહીને આધેડ ઉપર ફાયરિંગ-તલવાર વડે હુમલો

નવા વર્ષ નિમિત્તે મંદિરે દર્શન કરી પરત ફરતા આધેડ પર વગર કારણે પિતા-પુત્રએ હુમલો કરી તલવારનો એક ઘા તથા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ખળભળાટ મચી ગયો છે.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 15T131534.525 નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી…, તું નીકળ કહીને આધેડ ઉપર ફાયરિંગ-તલવાર વડે હુમલો
  • મોરબી: વાંકાનેરના કેરાળા ગામે આધેડ પર ફાયરિંગ
  • રૈયાભાઈ ગલોતર નામના આધેડ પર કરાયું ફાયરિંગ
  • 3 રાઉન્ડ ફાયરિંગ કરીને તલવાર વડે કરાયો હુમલો
  • ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે સિવિલ ખસેડાયા..

મોરબીના કેરાળા ગામે નજીવી બાબતે ફાયરિંગની ઘટના બની હતી. ભોગ બનનાર રૈયાભાઈ ગોલતરે આરોપી ગોપાલ બાંભવા અને લાખા બાંભવાને રામ-રામ કહેતા બન્ને ઉશ્કેરાઈ જઈ ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. જેથી, રૈયાભાઈ અને તેમના મિત્ર નજીકમાં આવેલા મંદિરે જતા રહ્યા હતા.મંદિરથી પરત આવતા રૈયાભાઈ પર આરોપીઓએ 3 રાઉન્ડ ફાયરિંગ કરી તલવાર વડે હુમલો કરાયો હતો. હુમલામાં રૈયાભાઈને ડાબા પડખા અને પેટના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. તો આ મામલે વાંકાનેર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે આજે નવા વર્ષની શરૂઆત ફાયરિંગથી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં રૈયાભાઈ છગનભાઈ ગોલતર નામના આધેડ નવા વર્ષ નિમિત્તે ગામના મંદિર ખાતે દર્શન કરી પરત ફરી રહ્યા હોય, ત્યારે આજ ગામનાં વતની આરોપી ગોપાલભાઈ લાખાભાઈ બાંભવા(ઉ.વ. 25) અને લાખાભાઈ ગોરાભાઈ બાંભવા દ્વારા ફરિયાદી પર વગર કારણે હુમલો કરી તલવાર કે ગુપ્તી વડે એક ઘા કરી અને રૈયાભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બે રાઉન્ડ મિસ ફાયર તથા એક ગોળી ફરિયાદીને કમરના ભાગની બાજુમાંથી નીકળી જતા આધેડનો આબાદ બચાવ થયો હતો, જે બાદ બંને આરોપીઓ સ્થળ પરથી નાસી ગયા હતા.

આમ ફાયરિંગ કરીને તલવાર વડે હુમલો કરનારા બંને શખ્સોની સામે ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી. સોલંકી ચલાવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી…, તું નીકળ કહીને આધેડ ઉપર ફાયરિંગ-તલવાર વડે હુમલો


આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો

આ પણ વાંચો:SMCની બેદરકારીથી મહિલાઓને ભારે હાલાકી, જાહેરાત બાદ પણ લાભ ન મળતા ભારે રોષ

આ પણ વાંચો:ડોક્ટર યુવતી સાથે પહેલા દુષ્કર્મ અને પછી વીડિયો વાયલર કરવાની ધમકી આપી કર્યું આવું કામ…

આ પણ વાંચો:સુરતમાં યોજાયો અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ