બેદરકારી/ ગરમીનો પારો વધ્યો વારંવાર વિજ પુરવઠો ખોટકાતા બોડેલી ના ગ્રામજનો મુશ્કેલીમાં

બોડેલી ના ઢોકલીયા વિસ્તાર મા વારંવાર વિજ પુરવઠો ખારવાતા ગ્રામજનો મુશ્કેલીમા, એક વૃધ્ધ મહિલા નુ ગરમીના કારણે મોત થયાનો પરિવારજનો નો આરોપ MGVCL ની બેદરકારી ને લઇ લોકો મા રોષ

Gujarat
2 2 6 ગરમીનો પારો વધ્યો વારંવાર વિજ પુરવઠો ખોટકાતા બોડેલી ના ગ્રામજનો મુશ્કેલીમાં

છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી સહિત ઢોકલીયા વિસ્તાર મા વારંવાર વિજ પુરવઠો ખોટકાવાની વર્ષો જુની સમસ્યા હલ થતી નથી ગ્રામજનો આ બાબતે MGVCL કચેરીએ વારંવાર રજુઆત કરવા છતા કોઇ ચોક્કસ નિરાકરણ આવતુ નથી. જેને લઇ અહીના રહીશોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગત રાત્રી દરમિયાન પણ બોડેલી ના ઢોકલીયા વિસ્તાર મા વિજ પુરવઠો ખોરવાઈ જતા લોકો ને ગરમી મા બફાઇ જવાનો વારો આવ્યો હતો જેન લઇ એક વૃધ્ધ મહિલા નુ ગરમીના કારણે મોત થયાનો ગંભીર આરોપ મહિલાના પરિવારજનો MGVCL પર લગાવી રહ્યા છે.

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે પારો 44 થી વધુ ડીગ્રી એ જઇ રહ્યો છે તેવામાં આખી રાત વિજળી ગુલ થતા લોકો મુસીબતમા  મુકાઇ રહ્યા છે. હાર્ટ એટેક તેમજ મોટી ઉમરના લોકો ને ભારે બફારાના કારણે ગભરામણ તેમજ એટેક આવવાના બનાવો બની રહ્યા છે.

ગત રાત્રી એ 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી વિજ પુરવઠો ખોરવાઈ જતા લોકો ગરમી મા બફાયા હતા ત્યારે દીવાન ફળીયામાં રહેતી એક વૃધ્ધ મહિલા ને ગભરામણ ઉપડતા તેને હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યા તેનુ મોત નિપજ્યુ હતું મરનાર વૃધ્ધ મહિલાના પરિવારજનો એ આરોપ લગાવ્યો છે કે અમારા દાદી નુ મોત MGVCL ની બેદરકારી ને કારણે થયુ છે.

વારંવાર વિજ પુરવઠો ખોટકાવાની સમસ્યા ને લઇ લોકો મા રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે અહીની સમસ્યા ક્યારે હલ થાય છે કે પછી જેસે થે વેસે જેવી સ્થિતી રહે છે.