Not Set/ ધાનેરા : ગમખ્વાર અકસ્માતમાં પૂર્વ ધારાસભ્યના પુત્ર-ભત્રીજાનું મોત

ધાનેરા તાલુકાના જડિયા ગામ પાસે મારુતિ અલ્ટો કાર અને પિકઅપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા અલ્ટો ગાડીમાં સવાર બે શખ્સોના મોત થયા હતા જ્યારે બે શખ્સોને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક 108 દ્વારા ધાનેરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે બાદ વધુ સારવાર અર્થે આગળ રીફર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ અલ્ટો ગાડી સાથે […]

Top Stories Gujarat Others
dhanera accident 1 154297 ધાનેરા : ગમખ્વાર અકસ્માતમાં પૂર્વ ધારાસભ્યના પુત્ર-ભત્રીજાનું મોત

ધાનેરા તાલુકાના જડિયા ગામ પાસે મારુતિ અલ્ટો કાર અને પિકઅપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા અલ્ટો ગાડીમાં સવાર બે શખ્સોના મોત થયા હતા જ્યારે બે શખ્સોને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક 108 દ્વારા ધાનેરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે બાદ વધુ સારવાર અર્થે આગળ રીફર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ અલ્ટો ગાડી સાથે પિકઅપ ગાડીના ગમખ્વાર અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર રાજસ્થાન રાણીવાડાના પૂર્વ ધારાસભ્યના પુત્ર વગતારામ રતનારામ ચૌધરી તેમજ અખારામ જોધરામ ચૌધરીના મોત નિપજ્યા હતા.

જ્યારે પુરાભાઈ ઘરમાંભાઈ પટેલ અને મફાભાઈ સોમાભાઈ પટેલ ને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે 108 દ્વારા ધાનેરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ પણ સિવિલ પહોંચી ઘટનાની માહિતી મેળવી હતી.