Not Set/ દિલીપકુમારના ચાહકો માટે સારા સમાચાર, અભિનેતાને મળી હોસ્પિટલમાંથી રજા

બોલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારના ચાહકો માટે એક સારા સમાચાર છે. 6 જૂને રવિવારથી મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ દિલીપકુમાર હવે ઘરે પરત પહોંચ્યા છે.

Top Stories Entertainment
A 167 દિલીપકુમારના ચાહકો માટે સારા સમાચાર, અભિનેતાને મળી હોસ્પિટલમાંથી રજા

બોલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારના ચાહકો માટે એક સારા સમાચાર છે. 6 જૂને રવિવારથી મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ દિલીપકુમાર હવે ઘરે પરત પહોંચ્યા છે. દિલીપકુમારને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી, ચાહકો તેમના માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા અને પ્રાર્થનાઓ પણ કરી રહ્યા હતા. હવે આ પ્રાર્થનાઓ રંગ લાવી છે અને અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

“દિલીપકુમારના ટ્વિટર એકાઉન્ટ દ્વારા તેમના મિત્ર ફૈઝલ ફારુકીએ આ વિશે જણાવ્યું છે. આપ સૌની દુઆ અને પ્રાર્થનાઓ સાથે દિલીપ સાહેબ હોસ્પિટલથી તેમના ઘરે જઈ રહ્યા છે. તમારા લોકોનો અનંત પ્રેમ અને સ્નેહ હંમેશા સાહેબના હૃદયને સ્પર્શે છે. – ફૈઝલ ફારુકી.  #DilipKumar #healthupdate.”

https://twitter.com/TheDilipKumar/status/1403232147817697280?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1403232147817697280%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fentertainment%2Fbollywood-news%2Fstory%2Fdilip-kumar-heath-update-actor-ready-to-discharge-from-hinduja-hospital-today-see-tweet-tmov-1270553-2021-06-11

આ પહેલા હોસ્પિટલમાં તેની એક તસવીર સાયરા બાનોની સાથે સામે આવી હતી. જેમાં દિલીપ કુમાર ઘણાં કમજોર નજર આવી રહ્યાં હતાં. જે બાદ ફેન્સને તેમની ચિંતા સતાવવા લાગી હતી.

હોસ્પિટલમાં દાખલ થયા બાદ દિલીપ કુમારનાં નિધનની ખબર પણ સામે આવી હતી. સાયરા બાનોએ તેને ખોટી ગણાવતા ટ્વિટ કરી હતી. દિલીપ કુમારનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી આ ટ્વિટ કરવામાં આવ્યું હતું.

દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં પાકિસ્તાનમાં થયો હતો અને તેનું પહેલું નામ Yusuf Khan હતું. બાદમાં તેને દિલીપકુમાર તરીકે પડદા પર ખ્યાતિ મળી. અભિનેતાએ નિર્માતાના કહેવા પર તેનું નામ બદલ્યું હતું. ત્યારબાદ લોકો તેને દિલીપકુમાર તરીકે પડદા પર ઓળખતા થયા. દિલીપ કુમારે પોતાની કારકિર્દીમાં અનેક હિટ ફિલ્મો આપી છે અને દર્શકોનું મનોરંજન કર્યું છે.