Loksabha Election 2024/ આણંદમાં રાજનિતીના સૌથી મોટા સમાચાર, ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ જ રહેશે

આણંદમાંથી ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ જ રહેશે. આણંદ બેઠક પર ભાજપના ઉમેદવારની ટિકિટ બદલાશે તેને લઈને સોશિયલ મીડિયામાં જોરદાર અફવા ચાલી હતી.

Top Stories Gujarat Others
Beginners guide to 92 1 આણંદમાં રાજનિતીના સૌથી મોટા સમાચાર, ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ જ રહેશે

આણંદમાં રાજનિતીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદમાંથી ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ જ રહેશે. આણંદ બેઠક પર ભાજપના ઉમેદવારની ટિકિટ બદલાશે તેને લઈને સોશિયલ મીડિયામાં જોરદાર અફવા ચાલી હતી. આ અફવાઓનું ખુદ મિતેષ પટેલ મંતવ્ય ન્યૂઝ પર ખંડન કર્યું. મિતેષ પટેલનું નિવેદન આપ્યું કે તે સો.મીડિયામાં આણંદ બેઠકને લઈને ચાલતી બાબતો માત્ર અફવા છે. મિતેષ પટેલે વિડીયો મારફતે પ્રતિક્રિયા આપતા મીડિયા તથા કાર્યકરોને અફવા પર ધ્યાન ના આપવા સૂચન કર્યું.

મહત્વનું છે આજે સવારે રંજન બેન ભટ્ટે પોતે લોકસભા ચૂંટણી નહિ લડે તેવી જાહેરાત કર્યા બાદ રાજયની રાજનીતિમાં ગરમાવો આવ્યો હતો. રાજ્યમાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી આંતરિક વિખવાદ જોવા મળ્યો. ઇનામદારના રાજીનામા અને જ્યોતિબેન પંડયાને સસ્પેન્ડ કરાયા બાદ આંતરિક વિખવાદ સપાટી પર જોવા મળ્યો. જો કે ભાજપનું મોવડી મંડળ ઇનામદારને મનાવવા સફળ રહ્યું અને 24 કલાકની અંદર ઇનામદારે રાજીનામું પાછું ખેંચ્યું. આ બાદ આજે સવારે રંજનબેન ભટ્ટે રાજીનામું આપ્યું ત્યારપછી આણંદના મિતેષ પટેલને લઈને પણ રાજકીય વર્તુળમાં અનેક ચર્ચાએ જોર પકડયું હતું.

જો કે તમામ અફવાઓ અને ચર્ચાઓનું ખંડન કરતા ખુદ મિતેષ પટેલે મીડિયાને નિવેદન આપ્યું કે તેઓ આણંદની બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. આ તમામ અફવાઓ ભાજપની છબી ખરડવાનો એક પ્રયાસ હોવાનું તેમણે જણાવ્યું. 2019માં કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને હાર આપી હતી અને હવે 2024માં ભાજપ આણંદ તો શું 26 એ 26 બેઠકો પર જીત મેળવશે તેવો વિશ્વાસ મિતેષ પટેલે વ્યક્ત કર્યો હતો. લોકસભા ચૂંટણીને લઈને અત્યારે રાજકારણ અને અફવાઓનું બજાર સતત ધમધમતું રહે છે. કેટલાક લોકોની ક્રિયા પર અનેક પ્રતિક્રિયાઓને સાંકળવામાં આવતા નવી અફવા બજારમાં વહેતી થાય છે. પરંતુ આ બધી બાબતોથી પાર્ટીને નુકસાન થશે નહી. મિતેષે પટેલે કહ્યું કે અમે પૂરી તૈયારી સાથે લોકસભા ચૂંટણી લડીશું અને જીતીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી