Delhi/ ઘર પર હુમલો બાદ CM અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહારો કર્યા, કહ્યું,દેશ માટે જીવ પણ હાજર છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો બાદ આ મામલામાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ કોર્ટમાં અરજી કરી છે.

Top Stories India
kejriwal

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો બાદ આ મામલામાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ કોર્ટમાં અરજી કરી છે. આ દરમિયાન, આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કેજરીવાલે કહ્યું કે, દેશ માટે જીવ પણ હાજર છે.

દિલ્હીના સીએમએ કહ્યું કે, કેજરીવાલ મહત્વપૂર્ણ નથી, દેશ માટે જીવ પણ હાજર છે. તેમણે વધુમાં કહ્યું કે, આપણે સાથે મળીને દેશને આગળ વધારવાનો છે, અમે ઝઘડાઓમાં 75 વર્ષ વેડફ્યા. જો દેશની આટલી મોટી પાર્ટી આ રીતે ગુંડાગીરી કરશે તો યુવાનોમાં ખોટો સંદેશ જશે. સીએમ કેજરીવાલે કહ્યું, “જો દુનિયાની સૌથી મોટી અને સત્તાધારી પાર્ટી દિલ્હીમાં આવી ગુંડાગીરી કરશે તો દેશના યુવાનોને શું સંદેશ આપશે? દેશ આ રીતે પ્રગતિ કરી શકે નહીં.”

આપને જણાવી દઈએ કે, બુધવારે દિલ્હીના સીએમના આવાસની બહાર તોડફોડ કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, તેમાં ભાજપના કાર્યકરો સામેલ હતા. બીજી તરફ ગ્રેટર કૈલાશના AAP ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ આ મામલાની તપાસ કરવા દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા છે. તેમણે કોર્ટ પાસે માંગણી કરી છે કે આ કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે અને પુરાવા સાથે ચેડાં ન થાય તે માટે ઝડપથી તપાસ કરવામાં આવે.

ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોએ રાષ્ટ્રીય રાજધાનીમાં મુખ્યમંત્રીના આવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેમણે માંગ કરી હતી કે તેઓ કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ પર સીએમ કેજરીવાલના નિવેદન માટે માફી માંગે. આ દરમિયાન તેમના ઘરની બહાર તોડફોડ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓએ દાવો કર્યો હતો કે ભાજપે તોડફોડ કરી છે.

આ પણ વાંચો: કેજરીવાલના ઘરની બહાર હંગામો, AAPએ SIT માટે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો

આ પણ વાંચો: વિધાનસભા ગૃહમાં હોબાળો, નર્મદાની કલ્પસર યોજનાને લઇને કોંગ્રેસ અને ભાજપ આમને સામને