Not Set/ તહેવારોના ટાણે જ LPGમાં થયો ભડકો, એક સિલિન્ડરમાં ઝીકવામાં આવ્યો આટલા રૂપિયાનો વધારો

નવી દિલ્હી, દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સામાન્ય વ્યક્તિના કિસ્સા પર વધુ એક મોંઘવારીનો ડોઝ મળવા જઈ રહ્યો છે. દિવાળી પહેલા જ સબસિડીવાળા રસોઈ ગેસના LPG સિલિન્ડરમાં ૨.૯૪ રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા જણાવ્યા મુજબ, ૧૪.૨ KG વાળા  સબસિડીવાળા LPG સિલિન્ડરનો ભાવ બુધવાર રાત્રિથી ૫૦૨.૪૦ રૂપિયાથી વધીને ૫૦૫.૩૪ રૂપિયા થઇ […]

Top Stories Trending Business
lpg 2 તહેવારોના ટાણે જ LPGમાં થયો ભડકો, એક સિલિન્ડરમાં ઝીકવામાં આવ્યો આટલા રૂપિયાનો વધારો

નવી દિલ્હી,

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સામાન્ય વ્યક્તિના કિસ્સા પર વધુ એક મોંઘવારીનો ડોઝ મળવા જઈ રહ્યો છે. દિવાળી પહેલા જ સબસિડીવાળા રસોઈ ગેસના LPG સિલિન્ડરમાં ૨.૯૪ રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે.

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા જણાવ્યા મુજબ, ૧૪.૨ KG વાળા  સબસિડીવાળા LPG સિલિન્ડરનો ભાવ બુધવાર રાત્રિથી ૫૦૨.૪૦ રૂપિયાથી વધીને ૫૦૫.૩૪ રૂપિયા થઇ ગઈ છે.

સબસિડી વગરના LPG સિલિન્ડરમાં પણ થયો વધારો

 ઓઈલ કંપનીઓ દ્વારા સબસિડી વગરના LPG સિલિન્ડરમાં પણ ૬૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ આ સિલિન્ડરનો ભાવ વધીને ૮૮૦ રૂપિયા થઇ ગયો છે. આ સાથે જ ગ્રાહકોના ખાતામાં જમા થનારી સબસિડી પણ નવેમ્બર મહિનાથી વધીને ૪૩૩.૬૬ રૂપિયા થઇ ગઈ છે.

આ પહેલા ઓક્ટોબર મહિનામાં ખાતામાં જમા થનારી સબસિડી ૩૭૬.૬૦ રૂપિયા હતી.

તમને જણાવી દઈકે કે, સરકાર દ્વારા એક વર્ષમાં ગ્રાહકોને ૧૨ LPG સિલિન્ડર આપવામાં આવે છે અને આ હેઠળ મળતી સબસિડી સીધી જ ગ્રાહકોના ખાતામાં જમા કરાવે છે.