Not Set/ મને જાણી જોઇને ફસાવવામાં આવી રહ્યો છે :  રાકેશ અસ્થાના

દિલ્હી હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સનાની ફરિયાદના આધારે કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ)ના બીજા નંબરના ટૉચના અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ નોંધવામાં આવેલી એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે સીબીઆઈ સ્પેશિયલ ડાયરેક્ટરને ગત વર્ષે લગભગ 3 કરોડ રૂપિયા આપ્યા હતાં. અસ્થાના પર આરોપ છે કે, તે માંસના વ્યાપારી મોઈન કુરેશી વિરૂદ્ધ એક કેસની તપાસ કરી રહ્યાં […]

Top Stories India
rakesh asthana મને જાણી જોઇને ફસાવવામાં આવી રહ્યો છે :  રાકેશ અસ્થાના

દિલ્હી

હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સનાની ફરિયાદના આધારે કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ)ના બીજા નંબરના ટૉચના અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ નોંધવામાં આવેલી એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે સીબીઆઈ સ્પેશિયલ ડાયરેક્ટરને ગત વર્ષે લગભગ 3 કરોડ રૂપિયા આપ્યા હતાં. અસ્થાના પર આરોપ છે કે, તે માંસના વ્યાપારી મોઈન કુરેશી વિરૂદ્ધ એક કેસની તપાસ કરી રહ્યાં હતાં, તેની પાસેથી તેમણે લાંચ લીધી હતી.

આ એફઆઇઆર થયા પહેલાં 15 ઓક્ટોબરે રાકેશ અસ્થાનાએ સેન્ટ્રલ વિજિલેન્સ કમિશન(CVC)ને પત્ર લખીને જણાવ્યું કે, તેમના પોતાના ઉપરી અધિકારી સીબીઆઇ ચીફ આલોક વર્મા તેમને ખોટી રીતે ફસાવવા માગે છે. તેમણે પત્રમાં જણાવ્યું કે આલોક વર્માએ એન્ટિ કરપ્શન બ્રાંચમાં દાખલ મારા વિરુદ્ધના કેસની તપાસ માટે જાણી જોઈને એવા અધિકારીની નીમણૂંક કરી છે જેની પોતાની છબી સારી નથી.

રાકેશ અસ્થાનાએ પત્રમાં તેમની સામે થઇ રહેલી તપાસ ટીમમાં અજય બસ્સીને તેમને ફસાવવા માટે જ નિયુક્ત કરવામાં આવ્યા છે એવો આરોપ મુકતાં લખ્યું છે કે  અને તેમની વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

રાકેશ અસ્થાનાએ એમ પણ કહ્યું છે કે  તેમની અને તેમના પરિવારજનોની કોલ ડિટેલ તપાસવામાં આવી રહી છે. બસ્સી, અશ્વિની ગુપ્તા અને સ્ટાફ ઓફિસર્સ તેમજ એડિશનલ ડિરેક્ટર એ.કે. શર્મા તેમને ફસાવવા માટે દબાણવશ આવું કરી રહ્યા છે.

અસ્થાનાએ પોતાના પત્રમાં લખ્યું કે ત્રણેય અધિકારી દબાણમાં કામ કરી રહ્યા છે. 5000 કરોડના સ્ટર્લિંગ બાયોટેક કેસમાં તેમની કોઇપણ પ્રકારની ભૂમિકા છે કે નથી તે ચકાસવા આ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. તેમજ એવા અધિકારી જેઓ આ સમગ્ર કેસ મામલે પહેલાથી તેમની સાથે કામ કરતા હતા તે તમામની અચાનક બદલી કરી દેવામાં આવી છે.

અસ્થાનાએ સીવીસીને કહ્યું કે ગુજરાત કેડરના વર્મા અને શર્માએ વડોદરા, સૂરત અને અમદાવાદમાં તપાસ ટીમ મોકલી હતી જેથી તેમને ફસાવી શકાય અને તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકાય.