surat accident/ સુરતમાં બારડોલી નજીક જીવલેણ અકસ્માતઃ છના મોત

સુરતમાં બારડોલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા છના મોત થયા છે. સુરતના બારડોલી-મહુવા રોડ પર બમરોલી ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તેણે તપાસ શરૂ કરી દીધી છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2023 11 12T111000.247 સુરતમાં બારડોલી નજીક જીવલેણ અકસ્માતઃ છના મોત

સુરત: સુરતમાં બારડોલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા છના મોત થયા છે. સુરતના બારડોલી-મહુવા રોડ પર બમરોલી ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તેણે તપાસ શરૂ કરી દીધી છે.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ખુડદો બોલી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મહિલા, એક પુરુષ એક બાળકી અને એક બાળક સહિત છના મોત થયા હતા. કુટુંબનું એક બાળક હાલમાં ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે. મૃતક કુટુંબ સુરતના માંડવી ખાતે રહેતું હોવાની માહિતી સામે આવી રહી છે.  આ કુટુંબ તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયું હતું. લગ્ન પ્રસંગેથી પરત ફરતી વખતે તેમની કાર ડમ્પર સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટનાને લઈને સુરત જિલ્લા પોલી વડા હિતેશ જોઇસરે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને અકસ્માતની ઘટના અંગે તાગ મેળવ્યો હતો.

અકસ્માતની આ ઘટનાના પગલે ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ મૃતદેહને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. આ મામલે વધુને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મૃતકોમાં જોઈએ તો મહેશભાઈ, વનિતાબેન રાઠોડ, નવ્યા રાઠોડ, તમન્ના રાઠોડ છે. દીકરાની હાલત ગંભીર છે. બારડોલીમાં થયેલા આ ભયંકર અકસ્માતની ઘટનાના પગલે માંડવીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કુંવરજી હળપતિએ પણ દુઃખ વ્યક્ત કર્યુ હતુ. અકસ્માતમાં એક સાથે માંડવી તાલુકાના છ લોકોના મોત નીપજતા મંત્રીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

આ અકસ્માત અંગે ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઇશ્વર પરમારે પણ દુઃખ વ્યક્ત કર્યુ હતુ. ઇશ્વર પરમારે દુઃખ વ્યક્ત કરવાની સાથે બેફામ ચલાવતા ડમ્પર ચાલકો સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓની ગતિ મર્યાદા નક્કી કરવા પર ભાર મૂકવા અંગે ઇશ્વર પરમારે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેની સાથે તેમણે બેફામ રીતે દોડતા ડમ્પર ચાલકો સામે નારાજગી વ્યક્ત કરી આ અંગે સરકારમાં રજૂઆત કરવાની વાત પણ કરી હતી.


આ પણ વાંચોઃ #Diwali_celebration/ દિલ્હીવાસીઓની દિવાળી સુધરી, AQI સ્તરમાં ઘટાડો થતા કરી શકશે તહેવારની ઉજવણી

આ પણ વાંચોઃ  Israel Hamas War/ ઈઝરાયલે હમાસના વધુ એક મોટા આતંકી ઠાર કર્યો, 1000 લોકોને બનાવ્યા હતા બંધક

આ પણ વાંચોઃ World Cup 2023/ દિવાળી પર દેશવાસીઓને જીતની ભેટ આપશે ટીમ ઈન્ડિયા!