ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને જાનથી મારી નાંખવાની ધમકી મળી. કોંગ્રેસ નેતા વિમલ ચુડાસમાએ ચોરવાડ પોલીસમાં ધમકી મળ્યાની લેખિતમાં ફરિયાદ નોંધાવી. ધારાસભ્યએ પોલીસ ફરિયાદ કરતા ગીર સોમનાથનો રાજકીય માહોલ ગરમાયો છે. MLA વિમલ ચુડાસમાએ ફરિયાદમાં કહ્યું કે મારે અને મારા પરિવારને જાનનું જોખમ છે.
ધારાસભ્ય વિમલ ચુડાસમાને જાનથી મારી નાંખવાની ધમકી મળ્યાની ચોરવાડ પોલીસમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં તેમણે મોહન ચુડાસમા પર ધમકીનો આક્ષેપ લગાવ્યો. ફરિયાદમાં ધારાસભ્ય વિમલે ઉલ્લેખ કર્યો કે જો મને કે મારા પરિવારને કંઈ થશે તો મોહન ચુડાસમા સહિત 8 લોકો જવાબદાર રહેશે. રાજેશ ચુડાસમા અને તેમનાં પરિવારના સભ્યો કારણે મારા પરિવાર પર જોખમ તોળાઈ રહ્યું છે. સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ધમકી મળ્યાની લેખિતમાં ફરિયાદ કરી. સાથે તેમણે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પણ સમગ્ર મામલાની લેખિતમાં જાણ કરતા ખળભળાટ મચ્યો છે.
MLA વિમલ ચુડાસમાએ મોહન રામાભાઈ ચુડાસમા અને તેમનો દીકરો, નયન મોહનભાઈ ચુડાસમા તથા તેમના મોટાભાઈ, નારણભાઈ રામાભાઈ ચુડાસમા અને તેમનો દીકરો, રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા સાંસદ અને તેમનો બીજો દીકરો, હરીશ નારણભાઈ ચુડાસમા તથા તેમનો નાનો દીકરો, હીરાભાઈ રામાભાઈ ચુડાસમા તેમનો મોટો દીકરો, ભરત હિરાભાઈ ચુડાસમા તથા તેમનો નાનો દીકરો તેમજ કેતન હિરાભાઈ ચુડાસમા તથા તેમના બાકી રહેતા પરિવારના તમામ સદસ્યો પર ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે.
ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને જાનથી મારી નાંખવાની ધમકીની ચોરવાડ પોલીસમાં લેખિતમાં ફરિયાદ કરી. ફરિયાદમાં તેમણે મોહનભાઈ ચુડાસમા પર આક્ષેપ કર્યો કે તેમણે ફોન કરીને મને ગાળો આપી અને ભવિષ્યમાં તેમને તથા તેમના પરીવારને નુકસાન પંહોચાડશે તેવી ધમકી આપી હતી.