Not Set/ કમર દર્દ, કરોડરજ્જૂને લગતા દર્દમાં વધારો, અનેક લોકો બન્યા ઓર્થોપેડિક બીમારીનો ભોગ

અમદાવાદમાં ચોમાસામાં વરસાદ બાદ રોડ પર પડી ગયેલા ખાડાઓને કારણે અનેક લોકો તકલીફમાં મૂકાઈ ગયા છે. કેટલાક લોકોની કમરના દુખાવો વધી ગયો છે.

Top Stories Ahmedabad
કમરનો દુખાવો

અમદાવાદમાં વરસાદને કારણે પડી ગયેલા ખાડાઓને કારણે વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો તો આવે જ છે પરંતુ આ ખાડાઓને કારણે લોકોનો કમરનો દુખાવો પણ વધારી દીધો છે. અમદાવાદના ઘણા લોકો આ ખાડાઓને કારણે આવા દુખાવાનો ભોગ બન્યા છે.

ખાડા ૩ કમર દર્દ, કરોડરજ્જૂને લગતા દર્દમાં વધારો, અનેક લોકો બન્યા ઓર્થોપેડિક બીમારીનો ભોગ

ખાડાએ વધાર્યો દુઃખાવો

અમદાવાદમાં ચોમાસામાં વરસાદ બાદ રોડ પર પડી ગયેલા ખાડાઓને કારણે અનેક લોકો તકલીફમાં મૂકાઈ ગયા છે. કેટલાક લોકોની કમરનો દુખાવો વધી ગયો છે. કેટલાક લોકોને કરોડરજ્જૂમાં તકલીફ થઈ ગઈ છે. તો કેટલાક લોકોને સાંધાનો દુખાવો અને મણકાનો દુખાવો થઈ ગયો છે.

અમદાવાદની સોલા સિવિલમાં રોજના 80 દર્દીઓ કમર દર્દ, અને રોડ રસ્તાઓ પર પડી જવાથી ઈજા થયેલાઓના નોંધાઈ રહ્યા છે.  જે પહેલાં 50 આસપાસ આવતા હતા. તો અસારવાની સિવિલ હોસ્પિટલમાં પણ આવા દર્દીઓની સંખ્યામાં 20થી 30 ટકાનો વધારો થયો છે.

ખાડા 1 કમર દર્દ, કરોડરજ્જૂને લગતા દર્દમાં વધારો, અનેક લોકો બન્યા ઓર્થોપેડિક બીમારીનો ભોગ

સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલ્સમાં પણ ઓર્થોપેડિક સંબંધિત દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. મહત્વનું છે કે અમદાવાદમાં દર વર્ષે રોડ પર ખાડા પડી જવાની સમસ્યાથી જનતા પરેશાન છે. રોડ રસ્તાની મરમ્મત માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોવા છતાં આ સમસ્યાથી લોકોને કાયમી છૂટકારો નથી મળતો અને લોકોને ઓર્થો સંબંધિત બીમારીનો ભોગ બનવું પડી રહ્યું છે.

રોગચાળો / મચ્છર જન્ય રોગચાળાએ શહેરને લીધું બાનમાં, બાળકોમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું

પંજાબ / સિદ્ધુનું રાજીનામું ફગાવી દેવાયું, હાઈકમાન્ડે કહ્યું- રાજ્યના નેતાઓએ …

સર્વ પિતૃ અમાવસ્યા 2021 / જાણો સર્વ પિતૃ અમાવસ્યા ક્યારે છે? અને આ દિવસે શ્રાદ્ધ કરવાનું મહત્વ

મિત્રતા / જાણો તમારી કુંડળીના ગ્રહોથી તમારો મિત્ર કેવો હશે

રત્ન ભંડાર / રત્નોથી પણ ઘણા રોગોની સારવાર શક્ય છે, જાણો નવગ્રહોના મુખ્ય રત્નો

ધર્મ / જાણો શા માટે કરોડો લોકો શ્રી કૃષ્ણમાં વિશ્વાસ કરે છે

હિન્દુ ધર્મ / શ્રી રામ અને શ્રી કૃષ્ણની યુદ્ધ નીતિમાં તફાવત