Not Set/ રશિયામાં મુસાફરી વિમાન સંપર્ક વિહોણુ, દુર્ઘટનાગ્રસ્ત થયુ હોવાની આશંકા

રશિયામાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ, રશિયાનાં સુદૂર પૂર્વ વિસ્તારમાં એક પેસેન્જર વિમાનનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો છે.

Top Stories World
11 135 રશિયામાં મુસાફરી વિમાન સંપર્ક વિહોણુ, દુર્ઘટનાગ્રસ્ત થયુ હોવાની આશંકા

રશિયામાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ, રશિયાનાં સુદૂર પૂર્વ વિસ્તારમાં એક પેસેન્જર વિમાનનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો છે. વિમાન નંબર An-26 રશિયાનાં પેત્રોપાવલોસથી પલાના તરફ જઇ રહ્યુ હતુ, ત્યારે તેની સાથેનો સંપર્ક ખોવાઈ ગયો હતો. રશિયન સમાચાર એજન્સીનાં જણાવ્યા અનુસાર વિમાન જ્યારે ઉતરવાનું હતું ત્યારે કંટ્રોલરૂમનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનમાં લગભગ 28 મુસાફરો સવાર છે.

11 136 રશિયામાં મુસાફરી વિમાન સંપર્ક વિહોણુ, દુર્ઘટનાગ્રસ્ત થયુ હોવાની આશંકા

શ્રદ્ધાંજલિ / ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ પર PM મોદી અને અમિત શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

An-26 વિમાન કામચટકા દ્વીપકલ્પમાં પેત્રોપાવલોસ-કામચત્સ્કીથી પલાના તરફ ઉડી રહ્યુ હતું, પરંતુ ટેકઓફ થયા પછી ટૂંક સમયમાં વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. રશિયન સમાચાર મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, સવાર 28 લોકોમાં 6 ક્રૂ સભ્યો અને એક અથવા બે બાળકો મુસાફરોમાં સામેલ છે. વિમાન અચાનક ગાયબ થવા પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી. પરંતુ કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાન સમુદ્રમાં ક્રેશ થયું હોઇ શકે. એક સૂત્રએ TASS ને જણાવ્યું હતું કે, પેસેન્જર વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું હોવાની આશંકા છે અથવા ફરી પલાના શહેર નજીક કોલસાની ખાણ નજીક વિમાન ક્રેશ થયું હોવાની આશંકા છે. પરંતુ, હજી સુધી કંઇક નિશ્ચિતરૂપે કહેવામાં આવી રહ્યું નથી.

11 137 રશિયામાં મુસાફરી વિમાન સંપર્ક વિહોણુ, દુર્ઘટનાગ્રસ્ત થયુ હોવાની આશંકા

હવે મળશે રાહત / થર્ડ વેવની આશંકાઓ વચ્ચે બ્રિટેન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી મેળવશે છૂટકારો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓછામાં ઓછા બે હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને બચાવ કર્મચારી પણ વિમાનને શોધવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. વિમાન દુર્ઘટના માટે એક સમયે કુખ્યાત રશિયાએ તાજેતરનાં વર્ષોમાં તેના એર ટ્રાફિક સલામતીનાં રેકોર્ડમાં સુધારો કર્યો છે. પરંતુ, ફરી એકવાર રશિયન વિમાનનાં દુર્ઘટનાનાં સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનની નબળી જાળવણી અને સલામતીનાં નબળા ધોરણોને લીધે, રશિયામાં ભૂતકાળમાં વિમાન દુર્ઘટનાઓ બની છે અને હજી પણ રશિયન વિમાન વારંવાર ક્રેશ થાય છે, જેમાં સેંકડો મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.