કટાક્ષ/ કાઉ હગ ડેનો નિર્ણય પરત ખેંચતા કોંગ્રેસે ભાજપ પર કર્યો કટાક્ષ

ભાજપે કાઉ હેગડે ઉજવવાની જાહેરાત કરી હતી,પરતું આ મામલે હોબાળો થતા આ નિર્ણય પરત ખેચી લેવામાં આવ્યો છે.

Top Stories India
Cow Hug Day

  Cow Hug Day:  ભાજપે કાઉ હેગડે ઉજવવાની જાહેરાત કરી હતી,પરતું આ મામલે હોબાળો થતા આ નિર્ણય પરત ખેચી લેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ મામલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ટ્વિટમાં લખ્યું કે આ કોના મગજની ઉપજ છે.એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ નોટિસ પાછી ખેંચી હતી જેમાં તેણે લોકોને 14 ફેબ્રુઆરીના રોજ  કાઉ  હગ ડે  મનાવવાની અપીલ કરી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગાયને ગળે લગાડવાથી “ભાવનાત્મક સમૃદ્ધિ” આવશે અને “સામૂહિક સુખ” વધશે.

શું છે મામલો?

બોર્ડે બુધવારે ( Cow Hug Day)  નોટિસ જારી કરીને લોકોને 14 ફેબ્રુઆરીના રોજ ગાય આલિંગન દિવસની ઉજવણી કરવાનું કહ્યું હતું. વેલેન્ટાઈન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ આવતા બોર્ડની સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, “માતા ગાયના મહત્વને ધ્યાનમાં રાખીને અને જીવનને સુખ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બનાવવા માટે, તમામ ગાય પ્રેમીઓ 14 ફેબ્રુઆરીએ ગાય હગ દિવસની ઉજવણી કરી શકે છે. 

નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ( Cow Hug Day) પશ્ચિમી સંસ્કૃતિની પ્રગતિને કારણે વૈદિક પરંપરાઓ લગભગ લુપ્ત થવાના આરે છે અને “પશ્ચિમ સંસ્કૃતિના ઝગમગાટને કારણે આપણી ભૌતિક સંસ્કૃતિ અને વારસો લગભગ વિસરાઈ ગયો છે.  કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે ગુરુવારે (9 ફેબ્રુઆરી) 14 ફેબ્રુઆરીના રોજ ગાય આલિંગન દિવસ ઉજવવા માટે ભારતીય પશુ કલ્યાણ બોર્ડની સૂચનાને સમર્થન આપ્યું અને કહ્યું કે દરેક વ્યક્તિએ ગાયને પ્રેમ કરવો જોઈએ.

Winter Sports/ગુલમર્ગમાં શિયાળુ રમતોત્સવમાં શરૂ, 29 રાજ્યોના 1500 ખેલાડીઓ લેશે ભાગ

Wheat Price/ઘઉં અને લોટના ભાવમાં થશે ઘટાડો, સરકાર દ્વારા 30 લાખ ટન ઘઉ ખુલ્લા બજારમાં વેચવા નિર્ણય